ઉર્વશી રાઉતેલા ક્રિકેટર રિષભ પંતને હોસ્પિટલમાં મળી!:સો.મીડિયામાં તસવીર શૅર કરી તો યુઝર્સે ટ્રોલ કરતા કહ્યું- એક્ટ્રેસને સારવારની જરૂર છે

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

30 ડિસેમ્બર, 2022ના રોજ રિષભ પંતનો અકસ્માત થયો હતો. તેને સારવાર માટે મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાએ રિષભ પંત અંગે એક પોસ્ટ શૅર કરી હતી. ઉર્વશીએ સો.મીડિયામાં કોકિલાબેન હોસ્પિટલની તસવીર શૅર કરી છે. આ તસવીર બાદ સો.મીડિયામાં અટકળો થવા લાગી કે ઉર્વશી રિષભને મળવા માટે હોસ્પિટલ આવી હતી અને યુઝર્સે તેને ટ્રોલ કરી હતી.

પંતને મળવા ઉર્વશી હોસ્પિટલ ગઈ?
સો.મીડિયા યુઝર્સે અટકળો કરી હતી કે ઉર્વશીએ હોસ્પિટલમાં રિષભ પંતની ખબર કાઢી હતી. ઉલ્લેખનીય છે કે એક સમયે રિષભ તથા ઉર્વશી રિલેશનશિપમાં હતા. જોકે, પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું અને ત્યારથી બંને વચ્ચે કોલ્ડ વૉર ચાલે છે.

ઉર્વશીની હરકત પર યુઝર્સ ગુસ્સે થયા
રિષભના ગંભીર અકસ્માત પછી ઉર્વશીની હરકતો જોઈને યુઝર્સ ઘણાં જ નારાજ છે. યુઝર્સ માની રહી છે કે એક્ટ્રેસ ક્રિકેટરના નામ પર લોકપ્રિયતા મેળવવા ઈચ્છે છે. એક યુઝરે કહ્યું હતું, 'લોકપ્રિયતા મેળવવા માટે કેટલી ગંદી ટ્રિક છે. રિષભનો ગંભીર અકસ્માત થયો છે, કોઈ મજાક નથી. આ મેન્ટલ ટોર્ચર જેવું છે.' અન્ય એકે કહ્યું હતું, 'ભારતમાં પુરુષોની પાસે માહિલાઓ વિરુદ્ધ એક્શન લેવા માટે કોઈ કાયદો નથી. ઉર્વશીનું વર્તન હવે મજાક જેવું રહ્યું નથી. ત્રીજાએ વળી એવી કમેન્ટ કરી હતી, 'આ મેન્ટલ ટોર્ચર છે. આ યુવતીનું મગજ ખરાબ થઈ ગયું છે. ઉર્વશી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થવી જોઈએ. તે સતત પંતને ટોર્ચર કરી રહી છે.' અન્ય એકે કહ્યું હતું, 'એક જરરિયાતમંદ મહિલાને સારવારની જરૂર છે. તે હોસ્પિટલની બહાર મદદની અપીલ કરી રહી છે, પરંતુ તેની સારવાર કરવામાં આવી નથી.'

આ પહેલાં ઉર્વશીની માતાએ રિષભ માટે પ્રાર્થના કરી હતી
ઉર્વશીની માતા મીરા રાઉતેલાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને રિષભ પંત જલ્દીથી સાજો થાય તેવી પ્રાર્થના કરી હતી. મીરાની આ પોસ્ટ પર સો.મીડિયા યુઝર્સે આશ્વસાન આપ્યું હતું કે તેમનો જમાઈ જલ્દીથી ઠીક થઈ જશે.

મીરા રાઉતેલાએ શું કહ્યું હતું?
મીરા રાઉતેલાએ ફોટો શૅર કરીને કહ્યું હતું, ''સો.મીડિયાની અફવા એકબાજુ અને તમે સ્વસ્થ થઈને આંતરરાષ્ટ્રી સ્તરે ઉત્તરાખંડનું નામ રોશન કરો. સિદ્ધબલી બાબા તમારી પર વિશેષ કૃપા વરસાવે. તમામ લોકો પણ પ્રાર્થના કરે, ગોડ બ્લેસ યુ. રિષભ પંત.'

ઉર્વશીએ શું પોસ્ટ શૅર કરી?
અકસ્માતના સમાચાર સાંભળ્યા બાદ ઉર્વશીએ સો.મીડિયામાં તસવીર શૅર કરી હતી. પોતાની તસવીર શૅર કરીને ઉર્વશીએ કહ્યું હતું, 'પ્રેઇંગ' (પ્રાર્થના કરી રહી છું.' જોકે, ઉર્વશીએ પોતાની પોસ્ટમાં ક્યાંય રિષભનું નામ લખ્યું નહોતું, પરંતુ યુઝર્સ માની રહ્યા છે કે ઉર્વશીની આ પોસ્ટ રિષભ પંત માટે જ છે. ઉર્વશીની આ પોસ્ટમાં ચાહકો રિષભ જલ્દીથી સાજો થાય તેવી કમેન્ટ કરી રહ્યા છે. જોકે, ઘણાં યુઝર્સે ઉર્વશીને ટ્રોલ કરી હતી.

શું છે સમગ્ર ઘટના?
રિષભ પંત સાથે શુક્રવાર, 30 ડિસેમ્બરના રોજ સવારે સાડા પાંચ વાગ્યે રૂડકીથી નારસન બોર્ડર પર હમ્મદપુર ઝાલ ટર્નિંગ પર અકસ્માત થયો હતો. રિષભ પંતને ઝોકું આવી જતાં મર્સિડિઝ પરથી કંટ્રોલ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ જગ્યાથી રિષભનું ઘર માત્ર 10 કિમી દૂર છે. તે સમયે કારની સ્પીડ 150 કિમી/પ્રતિ કલાક હતી. કાર 200 મીટર સુધી ઘસડાઈ હતી.

ઉર્વશીએ ભૂતકાળમાં પણ રિષભ પંત અંગે વાત કરી હતી
ઉર્વશીનો એક ઇન્ટરવ્યૂ સો.મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયોમાં તેણે રિષભ પંતનું નામ 'મિસ્ટર RP' તરીકે લીધું હતું. તેણે કહ્યું હતું, 'જ્યારે હું બનારસથી દિલ્હી શૂટિંગ માટે ગઈ હતી, ત્યારે મિસ્ટર RP મળવા આવ્યા હતા. તે હોટલની લૉબીમાં મારી રાહ જોતા હતા, પરંતુ હું સૂઈ ગઈ હતી. જોકે, મને પછીથી આ અંગે માહિતી મળી હતી. મારા ફોનમાં 17 મિસ્ડકૉલ્સ હતા. પછી મેં તેમની સાથે વાત કરી અને કહ્યું હતું કે જ્યારે મુંબઈ આવશો ત્યારે મળીશું. પછી અમે મળ્યા પણ હતા. જોકે, ત્યાં સુધી મીડિયામાં આ વાત આવી ચૂકી હતી.'

રિષભે શું કહ્યું?
આ વીડિયો વાઇરલ થતાં રિષભે આ અંગે સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'આ કેટલું રમૂજી છે. લોકો કેવી રીતે લોકપ્રિયતા તથા સમાચારોમાં રહેવા માટે ઇન્ટરવ્યૂમાં કંઈ પણ ખોટું બોલી દેતા હોય છે. આ દુઃખની વાત છે કે લોકો નામ ને લોકપ્રિયતાના કેટલાં ભૂખ્યા છે. ભગવાન તેમની પર કૃપા વરસાવે. મારો પીછો છોડ બહેન. ખોટું બોલવાની પણ એક લિમિટ હોય છે.' જોકે, થોડાં સમય બાદ રિષભ પંતે આ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી.

ઉર્વશીએ સામે જવાબ આપ્યો હતો
રિષભની પોસ્ટ બાદ ઉર્વશીએ પણ એક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'છોટુ ભૈયાને બેટબોલ રમવું જોઈએ. હું કંઈ મુન્ની નથી કે તારા માટે બદનામ થાઉં.'

2018માં અફેર હોવાની ચર્ચા થઈ હતી
ઉર્વશી તથ રિષભ વચ્ચે 2018માં અફેર હતું. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. બંને અવાર-નવાર સાથે જોવા મળતા હતા. આટલું જ નહીં IPLની મેચમાં ઉર્વશી ખાસ હાજર રહેતી અને રિષભને ચિયર પણ કરતી હતી. બંને પોતાના સંબંધો ઓફિશિયલ કરે તે પહેલાં જ બ્રેકઅપ થઈ ગયું હતું.

એકબીજાને બ્લોક કર્યા
રિપોર્ટ્સ પ્રમાણે, ઉર્વશી તથા રિષભ વચ્ચે એ હદે કડવાશ આવી ગઈ હતી કે બંનેએ એકબીજાને સો.મીડિયામાં બ્લોક કરી દીધા હતા. બ્રેકઅપ કયા કારણોને લીધું થયું તે આજ સુધી ખ્યાલ આવી શક્યો નથી. જોકે, ત્યારથી જ ઉર્વશીની રિષભ પંતના નામથી મજાક ઉડાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...