તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સો.મીડિયા સેન્સેશનલ:ઉર્વશી રાઉતેલાએ કરી વિચિત્ર ડિમાન્ડ, ફોટો પોસ્ટ કરીને કહ્યું- કેન યુ કિસ મી મોર...

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉર્વશી ગોલ્ડન આઉટફિટમાં ગ્લેમરસ લાગતી હતી.

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા કોઈને કોઈ વાતે ચર્ચામાં રહે છે. ઉર્વશી રાઉતેલા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે પોતાની ગ્લેમરસ તસવીરોથી ચાહકોના હોશ ઉડાવતી હોય છે. હાલમાં જ ઉર્વશીએ ગોલ્ડન આઉટફિટમાં એક તસવીર શૅર કરી છે. જોકે, આ તસવીર શૅર કરીને ઉર્વશીએ કિસની ડિમાન્ડ કરી છે.

ઉર્વશીનું ફન્ની કેપ્શન
ઉર્વશી રાઉતેલા ગોલ્ડન ડ્રેસમાં ઘણી જ સુંદર લાગે છે. આ તસવીરમાં ઉર્વશી રાઉતેલા પલંગ પર બેઠેલી જોવા મળે છે. હાઇ સ્લિટ ગોલ્ડન ગાઉન સાથે તેણે ખુલ્લા વાળ રાખ્યા છે. ઉર્વશીએ આ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'કેન યુ કિસ મી મોર, વી આર સો યંગ, બોય, વી એઇન્ટ નથિંગ ટુ લુઝ....ઓહ..ઓહ...'

ચાહકો મદહોશ થયા
ઉર્વશી રાઉતેલાની આ તસવીર પરનું કેપ્શન વાંચીને ચાહકો મદહોશ થયા છે. જોકે, આ કેપ્શનમાં લખવામાં આવેલી વાત અંગ્રેજી ગીતના શબ્દો છે. આ ગીત અમેરિકન સિંગર ડોઝ્હા કેટના આલ્બમ સોંગનું છે. આ આલ્બમ એપ્રિલ, 2021માં રિલીઝ થયું હતું.

હાલમાં જ 35 લાખની જ્વેલરી પહેરી હતી

થોડાં સમય પહેલાં જ ઉર્વશી રાઉતેલાએ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં ઉર્વશીએ હાથમાં બ્રાન્ડેડ ઘડિયાળ, બ્રેસલેટ્સ તથા રિંગ્સ પહેરી હતી. તેણે ગોલ્ડન નેલ પોલીશ લગાવી હતી. આઠ રિંગ્સની કિંમત 4 લાખ રૂપિયા છે. બ્રેસલેટ્સની કિંમત 20 લાખ રૂપિયા છે અને ઘડિયાળની કિંમત 11 લાખ રૂપિયા હતી. આમ ઉર્વશીએ 35 લાખની જ્વેલરી પહેરી હતી.

તમિળ ફિલ્મમાં જોવા મળશે
25 ફેબ્રુઆરી, 1994માં જન્મેલી ઉર્વશી 2015માં મિસ યુનિવર્સ સ્પર્ધામાં જોવા મળી હતી. આ સ્પર્ધામાં તે મિસ દિવા યુનિવર્સ 2015નો ખિતાબ જીત્યો હતો. ઉર્વશીએ 2013માં સની દેઓલની ફિલ્મ 'સિંહ સાબ ધ ગ્રેટ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'સનમ રે', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી', 'હેટ સ્ટોરી 4', 'પાગલપંતી' જેવી ફિલ્મમાં જોવા મળી હતી. ઉર્વશીએ ઘણાં મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે.

ઉર્વશી રાઉતેલા તમિળ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે ઉર્વશીને પોતાની પહેલી તમિળ ફિલ્મ માટે 10 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે. આ જ કારણે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અત્યારની સૌથી વધુ ફી મેળવતી એક્ટ્રેસિસમાં સામેલ થઈ ગઈ છે. ઉર્વશી પહેલી એક્ટ્રેસ છે, જેને સાઉથમાં 10 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યાં છે.

ઉર્વશી વેબ સિરીઝ 'ઈન્સ્પેક્ટર અવિનાશ'માં રણદીપ હુડ્ડા સાથે જોવા મળશે. આ સિરીઝના ડિરેક્ટર નીરજ પાઠક છે. આ ઉપરાંત ઉર્વશી ઈજિપ્તિયન સુપરસ્ટાર મોહમ્મદ રમઝાનની સાથે 'બ્લેક રોઝ'માં જોવા મળશે. આ ઉપરાંત સાઉથ ઈન્ડિયન ફિલ્મ 'થિરુટ્ટૂ પાયલે 2'ની હિંદી રીમેકમાં પણ કામ કરશે.