વાઇરલ તસવીર:ઉર્વશી રાઉતેલાએ ઉત્સાહમાં આવીને દીપિકા પાદુકોણને બાથમાં લઈને પપ્પી કરી

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા તથા દીપિકા પાદુકોણની તસવીરો ને વીડિયો અવાર-નવાર સો.મીડિયામાં વાઇરલ થતા હોય છે. હાલમાં જ ઉર્વશીએ ફ્લાઇટમાં દીપિકાને જોતાં જ કિસ કરી હતી. હાલમાં આ તસવીર વાઇરલ થઈ છે.

દીપિકા ડેનિમ જેકેટમાં જોવા મળી હતી. ઉર્વશીએ બ્લેક રંગના આઉટફિટ પહેર્યા હતા. દીપિકાને જોતાં જ ઉર્વશીએ એક્ટ્રેસનો ચહેરો પકડી લીધો હતો અને પછી ગાલ પર કિસ કરી હતી. બંને દુબઈથી મુંબઈ પરત ફર્યા તે સમયે ફ્લાઇટમાં મળ્યા હતા.

'બ્રહ્માસ્ત્ર' જોઈને ચાહકોએ અટકળ કરી
દીપિકા પાદુકોણ છેલ્લે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ 'ગહરાઇયા'માં જોવા મળી હતી. 'બ્રહ્માસ્ત્ર'માં દીપિકાનો કેમિયો હોવાની ચર્ચા છે. ફિલ્મમાં રણબીર કપૂર અનાથ શિવાના રોલમાં જોવા મળ્યો છે. શિવાએ નાનપણમાં જ પેરેન્ટ્સ ગુમાવી દીધા હતા. ફિલ્મમાં શિવાની માતાની આછેરી ઝલક જોવા મળી હતી. ચાહકોનું માનવું છે કે આ રોલ દીપિકાએ પ્લે કર્યો છે.

દીપિકાની અપકમિંગ ફિલ્મ
દીપિકા ફિલ્મ 'પઠાન'માં શાહરુખ ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. પ્રભાસ સાથે 'પ્રોજેક્ટ K'માં કામ કરી રહી છે. 'ફાઇટર'માં હૃતિક રોશન સાથે પહેલી જ વાર સ્ક્રિન શૅર કરશે. અમિતાભ સાથે 'ધ ઇન્ટર્ન'માં પણ કામ કરી રહી છે.