એક્ટ્રેસે હાથે કરીને મુસીબત ઊભી કરી:ઉર્વશી રાઉતેલાને રિષભ પંતનું નામ લેવું ભારે પડ્યું, ક્રિકેટરે સો.મીડિયામાં આડેહાથ લીધી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અને ક્રિકેટને જૂનો સંબંધ છે. ઘણાં ક્રિકેટર્સના નામ બોલિવૂડ એક્ટ્રેસિસ સાથે જોડાઈ ચૂક્યા છે. વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, યુવરાજ સિંહ-હેજલ કીચે લગ્ન પણ કર્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાનું નામ રિષભ પંત સાથે જોડાયું હતું. હાલમાં જ ઉર્વશી રાઉતેલાનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં તેણે રિષભ પંતનું નામ લીધું છે. હવે રિષભ પંતે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

ઉર્વશીએ શું કહ્યું હતું?
ઉર્વશીનો એક ઇન્ટરવ્યૂ સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં તેણે રિષભ પંતનું નામ 'મિસ્ટર RP' તરીકે લીધું હતું. તેણે કહ્યું હતું, 'જ્યારે હું બનારસથી દિલ્હી શૂટિંગ માટે ગઈ હતી, ત્યારે મિસ્ટર RP મળવા આવ્યા હતા. તે હોટલની લૉબીમાં મારી રાહ જોતા હતા, પરંતુ હું સૂઈ ગઈ હતી. જોકે, મને પછીથી આ અંગે માહિતી મળી હતી. મારા ફોનમાં 17 મિસ્ડકૉલ્સ હતા. પછી મેં તેમની સાથે વાત કરી અને કહ્યું હતું કે જ્યારે મુંબઈ આવશો ત્યારે મળીશું. પછી અમે મળ્યા પણ હતા. જોકે, ત્યાં સુધી મીડિયામાં આ વાત આવી ચૂકી હતી.'

રિષભે શું કહ્યું?
આ વીડિયો વાઇરલ થતાં રિષભે આ અંગે સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'આ કેટલું રમૂજી છે. લોકો કેવી રીતે લોકપ્રિયતા તથા સમાચારોમાં રહેવા માટે ઇન્ટરવ્યૂમાં કંઈ પણ ખોટું બોલી દેતા હોય છે. આ દુઃખની વાત છે કે લોકો નામ ને લોકપ્રિયતાના કેટલાં ભૂખ્યા છે. ભગવાન તેમની પર કૃપા વરસાવે. મારો પીછો છોડ બહેન. ખોટું બોલવાની પણ એક લિમિટ હોય છે.' જોકે, થોડાં સમય બાદ રિષભ પંતે આ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી.

સાત મિનિટની અંદર રિષભ પંતે આ પોસ્ટ હટાવી દીધી હતી.
સાત મિનિટની અંદર રિષભ પંતે આ પોસ્ટ હટાવી દીધી હતી.

2018માં અફેર હોવાની ચર્ચા થઈ હતી
ઉર્વશી તથ રિષભ વચ્ચે 2018માં અફેર હતું. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. બંને અવાર-નવાર સાથે જોવા મળતા હતા. આટલું જ નહીં IPLની મેચમાં ઉર્વશી ખાસ હાજર રહેતી અને રિષભને ચિયર પણ કરતી હતી. બંને પોતાના સંબંધો ઓફિશિયલ કરે તે પહેલાં જ બ્રેકઅપ થઈ ગયું હતું.

એકબીજાને બ્લોક કર્યા
રિપોર્ટ્સ પ્રમાણે, ઉર્વશી તથા રિષભ વચ્ચે એ હદે કડવાશ આવી ગઈ હતી કે બંનેએ એકબીજાને સો.મીડિયામાં બ્લોક કરી દીધા હતા. બ્રેકઅપ કયા કારણોને લીધું થયું તે આજ સુધી ખ્યાલ આવી શક્યો નથી. જોકે, ત્યારથી જ ઉર્વશીની રિષભ પંતના નામથી મજાક ઉડાવવામાં આવે છે