તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Urmila Said I Also Endured Nepotism In My Career, 16 17 Girls Took Entry With Me, Many Of Them Were Associated With Big Names In The Industry.

નેપોટિઝ્મ પર 'રંગીલા ગર્લ':ઉર્મિલાએ કહ્યું- મેં પણ કરિયરમાં નેપોટિઝમ સહન કર્યું, મારી સાથે 16-17 છોકરીઓએ એન્ટ્રી લીધી હતી, આમાંથી ઘણી ઈન્ડસ્ટ્રીના મોટા નામ સાથે જોડાયેલી હતી

મુંબઈએક મહિનો પહેલા

કંગના રનૌતે હાલમાં જ એક્ટ્રેસ તથા રાજકારણી ઉર્મિલા માતોંડકર પર પોતાના સંઘર્ષનું અપમાન કરવાનો આક્ષેપ મૂક્યો હતો અને સોફ્ટ પોર્ન સ્ટાર પણ કહી હતી. જોકે, ઉર્મિલાએ કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં તેનો પોતાનો સંઘર્ષ રહ્યો છે અને તેણે પણ નેપોટિઝમનો ઘણો જ સામનો કર્યો હતો. ત્યાં સુધી કે તેના વિશે ઘણું જ ખરાબ લખવામાં આવ્યું હતું.

એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન ઉર્મિલાએ કહ્યું હતું, 'અમે બધાએ પોત-પોતાના સંઘર્ષનો સામનો કર્યો છે. હું પોતે એક મધ્યમવર્ગીય મહારાષ્ટ્રીયન પૃષ્ઠભૂમિમાંથી આવું છું. મેં પણ નેપોટિઝમનો સામનો કર્યો છે. મેં પણ આ લડાઈ લડી છે અને પોતાને એમાંથી બહાર કાઢી છે.'

કરિયરની શરૂઆતમાં નેપોટિઝમ સહન કર્યું
એક્ટ્રેસે કહ્યું હતું કે 1991માં ફિલ્મ 'નરસિમ્હા'થી બોલિવૂડની કરિયર શરૂઆત કરી હતી અને પછી નેપોટિઝમનો સામનો કરવો પડ્યો હતો. તે વર્ષે તેની સાથે અનેક નવા ચહેરાઓ લૉન્ચ થયા હતા, આમાંથી મોટાભાગે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો હતા.

ઉર્મિલાએ કહ્યું હતું, 'જો હું નેપોટિઝમ શબ્દ અંગે વાત કરવાની શરૂઆત કરું તો મારે સતત કલાકો સુધી આ અંગે વાત કરવી પડશે. મુંબઈની હોવા છતાંય મેં આનો સામનો કર્યો હતો. હું માત્ર એટલું જ કહીશ કે આ ઘણું જ ચિંતાનજક છે.'

16-17 છોકરીઓએ ડેબ્યૂ કર્યું હતું
ઉર્મિલાના મતે, '1991માં મારા સિવાય 16-17 યુવતીઓએ બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી અને તેમાંથી આઠથી નવ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કોઈને કોઈ વ્યક્તિની દીકરીઓ હતી. કરિશ્મા કપૂર, રવીના ટંડન, પૂજા ભટ્ટ, કાજોલ જેવા નામ છે.'

'મને ઈન્ડસ્ટ્રીના નિયમ ખબર નહોતી'
વધુમાં ઉર્મિલાએ કહ્યું હતું, 'રંગીલા' પહેલા મારા વિશે ગમે તેમ લખવામાં આવ્યું હતું. મેં 'નરસિમ્હા'થી ઘણી જ સારી શરૂઆત કરી હતી અને મને ઘણાં લોકોએ પસંદ કરી હતી. ડાન્સ તથા મારી એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા. જોકે, મને લાગે છે કે ઈન્ડસ્ટ્રીમાં મને વધુ સપોર્ટ મળ્યો નહોતો. હું આઉટસાઈડર હતી તો મને ઈન્ડસ્ટ્રીના નિયમ પણ ખબર નહોતી.'

'મારી વિશે વાહિયાત વાત લખવામાં આવી હતી'
'મને ખબર નહોતી કે મીડિયાને કેવી રીતે ખુશ રાખવાનું છે. તે સમયે આ બહુ મોટી વાત હતી. આ બાબતમાં મને સહેજ પણ ખબર નથી. મારા વિશે બહુ જ બકવાસ વાતો લખવામાં આવી હતી. મને નીચી પાડવામાં એક પણ તક તેઓ છોડતા નહોતા.'

વધુમાં ઉર્મિલાએ કહ્યું હતું, હું જ્યારે 'રંગીલા' કરતી હતી તે સમયે મારો એ રીતે અસ્વીકાર કરવામાં આવ્યો હતો, જે સિનેમાના ઈતિહાસ અત્યાર સુધી કોઈની સાથે થયું નથી.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો