તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ એરપોર્ટ પર ઉર્મિલા માતોંડકરને રોકી:CISFએ ID વગર એન્ટર ના થવા દીધી, એન્ટ્રન્સ પર કોઈ તમાશો કર્યા વગર ID ના આવ્યું ત્યાં સુધી શાંતિથી ઊભી રહી

એક મહિનો પહેલા

એક્ટ્રેસમાંથી પોલિટિશિયન બનેલી ઉર્મિલા માતોંડકર શુક્રવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી. આ દરમિયાન સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ ફોર્સ એટલે કે CISFના અધિકારીઓએ તેને એરપોર્ટનાં એન્ટ્રન્સ પર જ રોકી હતી. સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ એક વીડિયો પ્રમાણે, ઉર્મિલા પાસે ID નહોતું. આ કારણે તેને એરપોર્ટમાં એન્ટર થવાની ના પાડી હતી. એ પછી ઉર્મિલાએ જ્યારે કારમાંથી ID મગાવ્યું ત્યારે CISFએ તેને માસ્ક કાઢવા કહ્યું અને પછી અંદર જવાની પરમિશન આપી. આ આખી પ્રોસેસ દરમિયાન ઉર્મિલાએ કોઈ પણ પ્રકારનો તમાશો કર્યા વગર શાંતિથી રાહ જોઈ.

2019માં કોંગ્રેસમાં સામેલ થઈ

લોકસભા ચૂંટણી પહેલાં એટલે કે 27 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસમાં સામેલ થયેલી ઉર્મિલાએ મુંબઈ નોર્થ સીટથી ઈલેક્શન લડી હતી. જો કે, ઘણી મહેનત કર્યા હોવા છતાં તે ચૂંટણી હારી ગઈ હતી. કોંગ્રેસના કાર્યકર્તાએ મદદ ના કરી હોવાનો આક્ષેપ મૂકીને 10 સપ્ટેમ્બર, 2019ના રોજ પાર્ટી છોડી દીધી હતી. એક વર્ષ અને બે મહિના પછી તેણે શિવસેના પાર્ટી જોઈન કરી.

એક્ટ્રેસનું ફિલ્મી કરિયર

4 ફેબ્રુઆરી, 1974ના રોજ જન્મેલી ઉર્મિલાના ફિલ્મી કરિયરની શરુઆત એક બાળ કલાકાર રૂપે 1980માં ફિલ્મ ‘કલયુગ’થી થઈ હતી. એક્ટ્રેસ તરીકે તે 1991ની ફિલ્મ ‘નરસિમ્હા’માં દેખાઈ હતી. એ પછી ‘રંગીલા’, ‘જુદાઈ’, ‘સત્યા’માં તેની એક્ટિંગ દર્શકોને ગમી હતી.

2016માં કાશ્મીરી બિઝનેસમેન સાથે લગ્ન કર્યા​​​​​​​

2016માં ઉર્મિલાએ તેનાથી 9 વર્ષ નાના કાશ્મીરી બિઝનેસમેન મોહસિન અખ્તર મીર સાથે લગ્ન કર્યા હતા. મોહસિને ઝોયાની ફિલ્મ ‘લક બાય ચાન્સ’માં કામ કર્યું છે. તેમાં તેણે ફરહાન અખ્તર સાથે મોડલિંગ કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો