કંગનાને જવાબ:ઉર્મિલા માતોંડકરે કહ્યું, ‘કંગનાને ‘રૂદાલી’ કહીને મને કોઈ પસ્તાવો નથી, પરંતુ જો તેને ખોટું લાગ્યું હોય તો હું માફી માગવા તૈયાર છું’

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉર્મિલા માતોંડકરે કહ્યું કે, ‘મેં કંગના રનૌતને રૂદાલી (મરણપ્રસંગે રોવા માટે બોલાવવામાં આવતી મહિલા) કહ્યું તેનો મને કોઈ અફસોસ નથી. પરંતુ જો કંગનાને ખોટું લાગ્યું હોય તો હું માફી માગવા માટે તૈયાર છું. ઉર્મિલાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મેં કંગનાને રૂદાલી વિશેષ સંદર્ભ (વિક્ટિમ કાર્ડ રમવા માટે) કહ્યું હતું, પરંતુ જો કંગનાને આમાં કઈ ખોટું લાગ્યું હોય તો હું માફી માગી શકું છું. માફી માગવાથી હું કઈ નાની નહિ થઇ જાઉં.’

‘મને મારા શબ્દો પર કોઈ પસ્તાવો નથી’
ઉર્મિલાએ વધુમાં કહ્યું કે, ‘મેં જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેના પર મને કોઈ પસ્તાવો નથી. મને એક વાત સમજાતી નથી કે વ્યક્તિ હંમેશાં વિક્ટિમ કાર્ડ કેવી રીતે રમી શકે છે. જ્યારે ઇન્ડસ્ટ્રીમાં તમારું આટલું લાંબુ અને સારું કરિયર હોય, જ્યાંથી તમને બધું મળ્યું હોય, તો શું તમે આને પોતાના એજન્ડામાં સામેલ કર્યું, જેમાં તમે તમારી સાથે જે લોકો નથી તેના વિશે બોલી રહ્યા છો.’

રૂદાલી શબ્દથી કંગના નાખુશ હતી
ગુરુવારે કંગનાએ પોતાના એક ટ્વીટમાં ઉર્મિલાને સોફ્ટ પોર્ન સ્ટાર કહ્યું હતું, પરંતુ જ્યારે બોલિવૂડ સેલેબ્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ આ કમેન્ટનો વિરોધ કરવા લાગ્યા ત્યારે તેણે રિસ્પોન્સ પણ આપ્યો હતો.

કંગનાએ ટ્વીટમાં લખ્યું હતું, ‘ઉર્મિલાએ મને રૂદાલી અને પ્રોસ્ટીટ્યૂટ કહ્યું જતું ત્યારે તમારું ફેમિનિઝ્મ ક્યાં ગયું હતું? તમારું ફેક ફેમિનિઝ્મ મહિલા જાતિ માટે શરમ છે. શું તમે જાણો છો કે વ્યક્તિ પાસે માત્ર એક ફિઝિકલ બોડી જ હોતી નથી, અમારી પાસે ઈમોશનલ બોડી પણ હોય છે, મેન્ટલ બોડી પણ હોય છે અને સાઈકોલોજિકલ બોડી પણ હોય છે. માત્ર ઇન્ટર-કોર્સ કરવું રેપ હોતું નથી.’

અન્ય સમાચારો પણ છે...