તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

46ની થઇ રંગીલા ગર્લ:'રંગીલા'થી સ્ટાર બની ગઈ હતી ઉર્મિલા માતોંડકર પણ એક ભૂલ ભારે પડી અને તેનું કરિયર ખરાબ થયું

22 દિવસ પહેલા

બોલિવૂડની રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકર 46 વર્ષની થઇ ગઈ છે. ઉર્મિલાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો ઉર્મિલાએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે 1980ની ફિલ્મ 'કલયુગ'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે તેને 'માસૂમ'થી ઓળખ મળી હતી.

હિરોઈન તરીકે તેની પહેલી ફિલ્મ 'નરસિમ્હા' હતી, પણ તેને સાચી ઓળખ રામગોપાલ વર્માની 'રંગીલા'થી મળી. રંગીલામાં કામ કરવા દરમ્યાન જ રામગોપાલ ઉર્મિલાને દિલ દઈ બેઠા. ત્યાં સુધી કે રામુ તેમની ફિલ્મમાં માત્ર ઉર્મિલાને કાસ્ટ કરી રહ્યા હતા.

એક નિર્ણયે કરિયર ખરાબ કરી દીધું
માત્ર રામગોપાલ વર્માની ફિલ્મો કરવાને કારણે ઉર્મિલાએ ઘણા અન્ય ડિરેક્ટર્સ સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. કારણકે બોલિવૂડમાં રામગોપાલ વર્માને ઘણા લોકો સાથે બનતું ન હતું આ કારણે ઘણા ડિરેકટર્સે ઉર્મિલાને ફિલ્મોમાં લેવાનું જ બંધ કરી દીધું. ધીરે- ધીરે ઉર્મિલાને ફિલ્મો મળતી બંધ થઇ અને તેનું કરિયર ખરાબ થઇ ગયું.

રિપોર્ટ્સ અનુસાર, એક વખત ઉર્મિલા માટે રામગોપાલે માધુરી દીક્ષિતને પણ ફિલ્મમાંથી હટાવી દીધા હતા. ત્યારબાદ જ્યારે રાઝ છતો થયો ને ખબર પડી કે રામુ ઉર્મિલાને ખૂબ પ્રેમ કરતા હતા, આ જ કારણે ઉર્મિલાને ફિલ્મમાં સાઈન કરતા હતા. જોકે, આ વાત જ્યારે ઉર્મિલાને ખબર પડી તો તેણે રામગોપાલનું પ્રપોઝલ રિજેક્ટ કરી દીધું અને તેમની સાથે ફિલ્મો કરવાનું પણ બંધ કરી દીધું હતું.

રામુએ સાઉથ ફિલ્મોમાં પણ કાસ્ટ કરી
રંગીલા પહેલાં રામગોપાલે ઉર્મિલાને 1992માં આવેલી તેલુગુ ફિલ્મ 'અંથમ', 'દ્રોહી' અને 1993માં રિલીઝ થયેલી 'ગાયમ'માં તક આપી હતી. એક સમય એવો હતો કે રામુ પોતાની ફિલ્મમાં ઉર્મિલાને જ કાસ્ટ કરતા હતા.

રામુએ ઓફિસના રૂમનું નામ પણ ઉર્મિલા માતોંડકર રાખ્યું
ઉર્મિલા માટે રામગોપાલ એટલા પાગલ હતા કે તેમણે અંધેરી, મુંબઈમાં સ્થિત તેમની ઓફિસના એક રૂમનું નામ ઉર્મિલા માતોંડકર રાખી દીધું. રામુની ઓફિસના ગ્રાઉન્ડ ફ્લોર પર 15 રૂમ છે, જે એડિટિંગ, પોસ્ટ પ્રોડક્શન, સાઉન્ડ ડિપાર્ટમેન્ટ માટે યુઝ કરવામાં આવે છે.

રામગોપાલ સાથે 13 ફિલ્મોમાં કામ કર્યું
ઉર્મિલાએ રામગોપાલ સાથે કુલ 13 ફિલ્મોમાં કામ કર્યું જેમાં અંથમ, દ્રોહી, ગાયમ, અંગનગા, ઓકા રાજુ (બધી તેલુગુ), રંગીલા, દૌડ, સત્યા, કૌન, મસ્ત, જંગલ, કંપની, ભૂત અને આગ જેવી ફિલ્મોમાં કામ કર્યું.

ઓફ બીટ ફિલ્મોમાં પણ દેખાઈ હતી
રામ ગોપાલ વર્માથી છૂટા પડ્યા બાદ ઉર્મિલાએ અમુક ઓફબીટ ફિલ્મો પણ કરવાની ટ્રાય કરી. તેમાં પિંજર અને મૈંને ગાંધી કો નહીં મારા જેવી ફિલ્મો સામેલ છે પણ ઉર્મિલાના પ્રયાસ અસફળ રહ્યા. આ ફિલ્મો ફ્લોપ રહી.

9 વર્ષ નાના કાશ્મીરી બિઝનેસમેન સાથે લગ્ન કર્યાં
ઉર્મિલાએ 3 માર્ચ, 2016ના રોજ પોતાનાથી 9 વર્ષ નાના કાશ્મીરી બિઝનેસમેન મોહસિન અખ્તર મીર સાથે લગ્ન કર્યાં. ઉર્મિલા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. તે છેલ્લે 2018માં આવેલી ફિલ્મ 'બ્લેકમેલ'માં આઈટમ નંબર 'બેવફા બ્યુટી'માં દેખાઈ હતી.

રાજનીતિમાં અસફળ પારી
ઉર્મિલાએ રાજનીતિમાં પણ લક ટ્રાય કર્યા પણ અસફળ રહી. તે 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં જોડાઈ હતી. તે ઉત્તર મુંબઈ સીટ પરથી લડી હતી પણ હારી ગઈ હતી. 5 મહિના પછી તેણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો