તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડમાં ડ્રગ્સનો કેસ:એક્ટ્રેસ ઉર્મિલા માતોન્ડકર કંગના રનૌત પર ગુસ્સે થઇ, કહ્યું, ‘હિમાચલ પ્રદેશ ડ્રગ્સનો ગઢ છે, કંગના ત્યાંથી જ કેમ લડાઈ શરુ કરતી નથી?’

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ અને બોલિવૂડ પર વારંવાર આરોપો મૂકી રહેલી કંગના રનૌત પર એક્ટ્રેસ ઉર્મિલા માતોન્ડકર ગુસ્સે થઇ છે. તેણે કંગનાને એક સલાહ પણ આપી છે. સાથે જ કંગનાએ મુંબઈની સરખામણી PoK સાથે કરી તેની પર દુઃખ પણ વ્યક્ત કર્યું છે. ઇન્ડિયા ટુડેની મરાઠી વેબ ચેનલ મુંબઈ તક સાથેની વાતચીતમાં ઉર્મિલાએ બોલિવૂડમાં ચાલી રહેલી ડ્રગ્સ ડિબેટ વિશે પોતાના વિચાર મૂક્યા છે.

ઉર્મિલાએ કહ્યું, ‘કંગના હિમાચલથી જ શરૂઆત કેમ કરતી નથી?’
‘આખો દેશ ડ્રગ્સના જોખમનો સામનો કરી રહ્યો છે. શું કંગનાને ખબર છે કે હિમાચલ પ્રદેશ ડ્રગ્સનો ગઢ છે? કંગનાને સૌથી પહેલા પોતાના રાજ્યથી જ શરૂઆત કેમ ના કરવી જોઈએ.’ કંગનાએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘હું ડ્રગ કનેક્શનના ખુલાસા કરીશ. આ વાત પર ઉર્મિલાએ કહ્યું કે, તેણે તો હજુ ડ્રગ સાથે જોડાયેલા લોકોના નામ પણ લીધા નથી, તો પણ ટેક્સ આપતા લોકોના રૂપિયામાંથી તેને Y સિક્યોરીટીની સુરક્ષા કેમ આપવામાં આવી છે?’

કંગનાની મુંબઈની કમેન્ટ પર ઉર્મિલાએ કહ્યું કે, ‘કોઈ શંકા નથી કે મુંબઈ બધાનું છે. જેણે આ શહેરને પ્રેમ કર્યો છે આ શહેરે તેને તેટલો જ પ્રેમ આપ્યો છે. શહેરની દીકરી હોવા છતાં આવી અપમાનજનક કમેન્ટ હું સ્વીકારીશ નહિ. જ્યારે તમે આ શહેર વિશે કોઈ સ્ટેટમેન્ટ આપી રહ્યા છો ત્યારે આ માત્ર શહેર માટે નહિ પણ અહિ રહેતા લોકો પર પણ કીચડ ઊડે છે.’

કંગના પર નિશાન તાકીને ઉર્મિલાએ કહ્યું, ‘જો કોઈ વ્યક્તિ હંમેશાં બૂમો પાડે છે તો જરૂરી નથી કે તે સાચું બોલી રહી છે. ઘણા લોકોની બૂમો પાડવાની ટેવ હોય છે. પહેલા તેઓ વિક્ટિમ કાર્ડ પ્લે કરે છે અને જો તેમાં હારી જાય તો વુમન કાર્ડ રમે છે.’

કંગનાએ શું કહ્યું હતું?
કંગના રનૌત અને સંજય રાઉત વચ્ચે 3 સપ્ટેમ્બરે બોલાચાલી થઇ. એક્ટ્રેસે એક ટ્વીટમાં આરોપ મૂક્યો કે, શિવસેનાના નેતા મને મુંબઈ ના આવવાની ધમકી આપે છે. સાથે જ લખ્યું કે, મુંબઈ PoK જેવું કેમ દેખાઈ રહ્યું છે? આ કમેન્ટ પછી વિવાદ ચાલુ થઇ ગયો હતો.

આ ઉપરાંત સુશાંતના કેસમાં ડ્રગ એન્ગલ સામે આવ્યા પછી બોલિવૂડમાં ડ્રગ્સના ઉપયોગ વિશે કંગનાએ કહ્યું હતું, હું રણવીર સિંહ, રણબીર કપૂર, અયાન મુખર્જી, વિકી કૌશલને વિનંતી કરું છું કે તેઓ ડ્રગ ટેસ્ટ માટે પોતાના બ્લડ સેમ્પલ આપે. એવી અફવા છે કે તેમને કોકિનની ટેવ છે. હું ઈચ્છું છું કે તેઓ આ અફવાને ભાંડો ફોડે. જો તેઓ સાચા નીકળ્યા તો લાખો લોકોને પ્રેરણા આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...