ઉર્ફી જાવેદ ગીતકાર જાવેદ અખ્તરને મળી:ફોટો શૅર કરીને કહ્યું, 'અંતે આજે મારા દાદાજી સાથે મુલાકાત થઈ'

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉર્ફી જાવેદે હાલમાં જ ગીતકાર જાવેદ અખ્તર સાથે મુલાકાત કરી હતી. તેણે સો.મીડિયામાં આ મુલાકાતનો વીડિયો શૅર કર્યો હતો. આ સાથે જ ઉર્ફીએ જાવેદ અખ્તરને પોતાના દાદા ગણાવ્યા હતા. ઉર્ફી 'બિગ બોસ OTT'માં સામેલ થઈ ત્યારે તેની સરનેમને કારણે ચાહકો તેને જાવેદ અખ્તરની પૌત્રી સમજવા લાગ્યા હતા.

અંતે, દાદાજી સાથે મુલાકાત થઈ
ઉર્ફીએ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'અંતે આજા મારા દાદાજી સાથે મુલાકાત થઈ. તે એક લિજેન્ડ છે..આટલી વહેલી સવારે તેમની સાથે અનેક લોકો સેલ્ફી લેવા માટે લાઇનમાં ઊભા હતા અને તેમણે કોઈને ના પાડી નહીં. તેમણે તમામ સાથે હસતા મોંઢે વાત કરી. તેમને જોઈને નવાઈ લાગી.'

દિલ્હીમાં બંનેની મુલાકાત થઈ
ઉર્ફી તથા જાવેદની આ મુલાકાત દિલ્હીમાં થઈ હતી. ઉર્ફી બ્લૂ ઓવરકોટમાં હતી. જાવેદ અખ્તર ગ્રે કુર્તાની સાથે શોલમાં જોવા મળ્યા હતા. તસવીરમાં બંને હસતા જોવા મળ્યા હતા.

ઉર્ફીએ ચિત્રાને ખરું-ખોટું સંભળાવ્યું ઉર્ફીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આ તે જ મહિલા છે, જ્યારે તે NCPમાં હતી ત્યારે સંજય રાઠોડની ધરપકડ માટે બૂમો પાડતી હતી. પછી તેનો પતિ લાંચ લેતા પકડાયો હતો. પતિને બચાવવા માટે ચિત્રા ભાજપમાં સામેલ થઈ ગઈ હતી અને પછી સંજય ને ચિત્રા સારા મિત્રો બની ગયા. હું પણ ભાજપમાં જોડાવવાની વાત કરું છું. ત્યારે અમે પણ સારા મિત્રો બની જઈશું.'

આ લોકો મને આત્મઘાતી બનાવી રહ્યા છે
ઉર્ફીએ અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું, 'મને ખ્યાલ છે કે રાજકારણી વિરુદ્ધ કંઈ પણ અપલોડ કરવું જોખમી છે, પરંતુ આ લોકો મને આત્મઘાતી બનાવી રહ્યા છે. આથી કાંતો હું મરી જઈશ અથવા તો હું મારા મનની વાત કરીશ અને તેમના દ્વારા મળીશ, પરંતુ હું ફરીથી યાદ અપાવી દઉં કે મેં આ શરૂ કર્યું નથી. મેં ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી. તેઓ કારણ વગર જ મારી પાસે આવી રહ્યા છે.'

તે લોકો માત્ર મીડિયામાં પોપ્યુલર થવા માટે આમ કરે છે
ઉર્ફીએ આ પહેલાં ચિત્રા વાઘની ફરિયાદની કૉપી બતાવીને ફોટો શૅર કર્યો હતો. આ તસવીર શૅર કરીને ઉર્ફીએ કહ્યું હતું, 'મને મારી જાત પર ઘણો જ ગર્વ છે.' બીજી એક તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ગુડ જોબ ચિત્રા વાઘ. આ લોકો માત્ર મીડિયાનું ધ્યાન આકર્ષિત કરવા માટે આમ કરી રહ્યા છે.'

અન્ય સમાચારો પણ છે...