તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને કારણે બેકાર:ભાઈજાન સાથે કામ કરનાર બાબા ખાન બેરોજગાર, કહ્યું- 'મહેરબાની કરીને મને કોઈ કામ આપો'

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાબા ખાને સલમાન સાથે 'વીર', 'વોન્ટેડ', 'જાનેમન', 'બૉડીગાર્ડ', તથા 'બિગ બોસ'માં કામ કર્યું છે

કોરોનાને કારણે અનેક લોકોની નોકરી જતી રહી છે. ઘણાં બિઝનેસમેને પોતાના બિઝનેસ બંધ કરવા પડ્યા છે અને ઘણાંએ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. અન્ય ઇન્ડસ્ટ્રીની જેમ જ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને પણ ઘણી જ ખરાબ અસર થઈ છે. કેટલાંક એક્ટર્સ, સીનિયર સ્ટાર્સ પાસે કામ નથી અને તેઓ ઘર ચલાવવા માટે આર્થિક મદદ પણ માગી રહ્યા છે. હાલમાં જ 'બિગ બોસ'માં જલ્લાદ તરીકે જોવા મળેલો બાબા ખાન પણ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે.

છેલ્લાં 15 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે
બાબા ખાને ઝી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'હું છેલ્લાં 15 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું અને અત્યાર સુધી બધું જ ઠીક ચાલતું હતું. જોકે, કોરોનાને કારણે મારી પાસે કોઈ કામ નથી.'

વધુમાં બાબા ખાને કહ્યું હતું, 'મેં ભાઈજાન (સલમાન ખાન) સાથે 'વીર', 'વોન્ટેડ', 'જાનેમન', 'બૉડીગાર્ડ', તથા 'બિગ બોસ'માં પણ કામ કર્યું છે. મેં અમિતાભ સાથે 'ડિપાર્ટમેન્ટ'માં પણ કામ કર્યું છે. 'આર રાજકુમાર', રવિ કિશનની ભોજપુરી ફિલ્મ 'જ્વાલા મંડી'માં પણ હું હતો. મેં ઘણું કામ કર્યું છે. જોકે, જ્યારેથી કોરોના આવ્યો અને લૉકડાઉન થયું ત્યારથી મેં ઘણું સહન કર્યું છે. મારી પાસે કોઈ કામ નથી.'

રોજ કામ શોધું છું
ઉલ્લેખનીય છે કે બાબા ખાને ફિલ્મમાં માત્ર ને માત્ર નેગેટિવ રોલ પ્લે કર્યા છે અને આ જ કારણે તેને કોઈ કામ આપવા તૈયાર નથી. આ અંગે બાબા ખાને કહ્યું હતું, 'હું રોજ કામની શોધમાં જાઉં છું, પરંતુ કંઈ જ કામ મળતું નથી. મેં નેગેટિવ રોલ કર્યા છે અને તેથી જ મારી ઇમેજ પણ એવી થઈ ગઈ છે. હું તમામ પ્રોડ્યૂસર્સ, ડિરેક્ટર્સ, કાસ્ટિંગ ડિરેક્ટર્સને વિનંત કરું છું કે મને કામ આપો, મારે બીજું કંઈ જ જોઈતું નથી.'

આ પહેલાં શગુફ્તા અલીએ નાણાકીય તંગી અંગે વાત કરી

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ શગુફ્તા અલીએ કામ ના હોવાની વાત કરી હતી. શગુફ્તાએ કહ્યું હતું કે તેની પાસે સારવાર કરાવવાના પૈસા નથી. શગુફ્તાની વાત સામે આવતા જ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ મદદ કરી હતી. આ ઉપરાંત 'ડાન્સ દિવાને 3'ની ટીમે શગુફ્તાને 5 લાખ રૂપિયા આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...