આર્યનના ઉછેર પર પ્રશ્નો:મૌલાના શાહબુદ્દિનનો શાબ્દિક પ્રહાર, ‘શાહરુખ ખાન દીકરાને મદરેસામાં ભણાવત તો ખબર હોત કે ઇસ્લામમાં નશો કરવો હરામ છે’

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૌલાનાએ દાવો કરી કહ્યું કે, ‘જો શાહરુખે તેના દીકરાને મદરેસામાં તાલીમ અપાવી હોત તો તેણે આ દિવસ જોવો ના પડત’

જ્યારથી શાહરુખ ખાનનો દીકરો આર્યન ડ્રગ્સ કેસમાં NCBની ઝપેટમાં આવ્યો છે ત્યારથી તેના માટે સારું-ખરાબ બોલનારા લોકોના ભાગ પડી ગયા છે. બરેલીના તંજીમ-એ-ઈસ્લામના રાષ્ટ્રીય મહાસચિવ મૌલાના શાહબુદ્દીન રઝવીએ દાવો કરી કહ્યું કે, ‘જો શાહરુખે તેના દીકરાને મદરેસામાં તાલીમ અપાવી હોત તો તેણે આ દિવસ જોવો ના પડત.’

મૌલાના રઝવીએ બીજું શું કહ્યું?
મૌલાનાએ આર્યન વિશે કહ્યું, ‘શાહરુખ ખાને જો તેના દીકરાને થોડા દિવસ માટે મદરેસામાં અભ્યાસ માટે મોકલ્યો હતો તો તેને ઇસ્લામના નિયમો ખબર હોત. કારણકે ઇસ્લામમાં કોઈ પણ નશો કરવો હરામ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ઇસ્લામના આદેશથી અજાણ છે. ઇસ્લામમાં નશો હરામ છે. આ વાત મદરેસામાં ભણાવવામાં અને સમજાવવામાં આવે છે.’

મૌલાના શાહબુદ્દીન રઝવી
મૌલાના શાહબુદ્દીન રઝવી

મસ્જિદના ઈમામમાં પણ શીખવાડે છે
મૌલાનાએ વધુમાં કહ્યું કે, ‘ઇસ્લામ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે, જો બાળક ખોટી સંગતમાં પડી જાય તો તેને સમજી-વિચારીને સાચા રસ્તે લાવવા પ્રયત્નો કરવા. શાહરુખ પોતે પણ મદરેસામાં ભણ્યો હોત તો તેને આ વાત ખબર પડત. ભલે થોડા તો થોડા દિવસ, ધાર્મિક શિક્ષણ લેવું જોઈએ. જો શાહરુખને મદરેસામાં જવા ના મળ્યું તો તે આજુબાજુની કોઈ મસ્જિદમાં પણ ઈમામ શીખી શકતો હતો. દીકરાને ઇસ્લામ ધર્મના નિયમો શીખવાડવાની જરૂર હતી.’

આર્યનના જામીન પર 20 ઓક્ટોબરે નિર્ણય લેવાશે
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી પરનો ચુકાદો 20 ઓક્ટોબર સુધી અનામત રાખવામાં આવ્યો છે. આર્યન ખાન અત્યારે આર્થર રોડ જેલમાં છે અને તેણે 20 ઓક્ટોબર સુધી અહીંયા જ રહેવું પડશે. 8 ઓક્ટોબરના રોજ આર્યન ખાનને આર્થર રોડ જેલની બેરક નંબર 1માં ક્વૉરન્ટીન કરવામાં આવ્યો હતો. 14 ઓક્ટોબરે, આર્યનનો કોવિડ-19નો ટેસ્ટ નેગેટિવ આવતાં તેને જનરલ વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.

આર્યન કેદી નંબર N956
આર્યન આર્થર રોડ જેલમાં કેદી નંબર N956 બની ગયો છે. સ્પેશિયલ ક્વોરન્ટીન વોર્ડમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ થયા બાદ હવે આર્યનની ખરેખરની મુશ્કેલી વધશે. તેને જે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો ત્યાંની કેપિસિટી 50થી 80 લોકોની છે, પરંતુ હાલની સ્થિતિમાં ત્યાં 300થી વધુ કેદીઓને એકસાથે રાખવામાં આવ્યા છે.

આર્થર રોડ જેલના અધિક્ષક નીતિન વાયચલે કહ્યું હતું કે, આર્યનને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી આપવામાં આવતી. આવી સ્થિતિમાં આર્યનને એક એવી જગ્યાએ 6 દિવસ પસાર કરવા મુશ્કેલીભર્યા રહેશે, જ્યાં સૂતા સમયે પડખું ફેરવવું પણ મુશ્કેલ છે. દરેક બેરેકના એક ખૂણામાં મંદિર છે અને બીજા ખૂણામાં કુરાન રાખવામાં આવે છે.