રિયા ચક્રવર્તી પ્રેમમાં પડી:સુશાંત સિંહ રાજપૂતના મોતના બે વર્ષ બાદ નવો પાર્ટનર મળ્યો, સીમા સજદેહના ભાઈને ડેટ કરે છે

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્વર્ગીય બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પ્રેમિકા રિયા ચક્રવર્તીના જીવનમાં નવી વ્યક્તિની એન્ટ્રી થઈ છે. સૂત્રોના મતે, રિયા હાલમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીના માલિક બંટી સજદેહને ડેટ કરતી હોવાની ચર્ચા છે. સુશાંતના મોત બાદ રિયાએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે બે વર્ષ બાદ રિયાના જીવનમાં ફરીથી ખુશીઓ આવી ગઈ છે. જોકે, બંટી તથા રિયા પોતાના સંબંધોને પ્રાઇવેટ રાખવા માગે છે. સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમાનો ભાઈ બંટી છે.

રિયાને મુશ્કેલ સમયમાં સપોર્ટ કર્યો હતો
સૂત્રોના મતે, બંટી તથા રિયા હાલમાં ઘણા જ ખુશ છે. છેલ્લા થોડા સમયમાં રિયાએ જે પણ મુશ્કેલીઓ સહન કરી તેમાં સતત બંટીએ સાથ આપ્યો હતો. રિયાના મુશ્કેલ સમયમાં બંટી સપોર્ટ સિસ્ટમ બન્યો હતો. રિયા જ્યારે સુશાંતના આત્મહત્યા કેસમાં ફસાઈ હતી ત્યારે બંટીની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીએ જ રિયાના તમામ પ્રોફેશનલ કમિટમેન્ટ મેનેજ કર્યા હતા.

કોણ છે બંટી?
બંટી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીનો CEO છે. આ ફર્મનું કામ સ્પોર્ટ્સ સાથે જોડાયેલા લોકોના પ્રોફેશનલ કમિટમેન્ટને મેનેજ કરવાનું છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન તથા યુવરાજ સિંહ જેવા ક્રિકેટર્સ આ ફર્મ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત બંટી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની પણ ચલાવે છે. બંટી અવાર-નવાર પેજ 3 પાર્ટીમાં જોવા મળી હતી.

રિયા પહેલા બંટીનું નામ સોનાક્ષી સિંહા તથા સુસ્મિતા સેન સાથે પણ જોડાઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે સોહિલ તથા સીમા થોડા સમય પહેલા જ અલગ થયા છે.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રિયા ખરાબ રીતે ફસાઈ હતી
સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી ત્યારે સુશાંતના પરિવારે રિયાએ સુશાંતને માનસિક રીતે હેરાન કરવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારે કહ્યું હતું કે રિયાએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો. આ ઉપરાંત રિયા પર સુશાંતને ડ્રગ્સ આપવાનો આક્ષેપ પણ મૂકવામાં આવ્યો હતો. રિયા ડ્રગ્સ કેસમાં એક મહિનો જેલમાં રહી હતી, જ્યારે રિયાનો ભાઈ શૌવિક 3 મહિના જેલમાં રહ્યો હતો. જોકે, સુશાંતના અવસાનની તપાસ દરમિયાન એવા કોઈ પુરાવા મળ્યા નહોતા કે રિયા દોષિત હોવાનું સાબિત થાય.

2012માં ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું
રિયા છેલ્લા ઘણાં સમયથી બોલિવૂડમાં એક્ટિવ છે. તેણે કરિયરની શરૂઆત 2012માં તેલુગુ ફિલ્મ 'તુનેગા તુનેગા'થી કરી હતી. ત્યારબાદ તે 'મેરે ડેડ કી મારુતિ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તે 'સોનાલી કેબલ', 'જલેબી' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ચાલી નથી. રિયા હંમેશાં કામને બદલે સુશાંત સિંહ રાજપૂત સાથેના અફેરને કારણે ચર્ચામાં રહેતી હતી. રિયા છેલ્લે 'ચેહરે'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઈમરાન હાશ્મી હતા.

અન્ય સમાચારો પણ છે...