કોરોના ફ્રી:બે અઠવાડિયા બાદ કિરણ કુમારનો કોવિડ 19નો ત્રીજો ટેસ્ટ નેગેટિવ આવ્યો

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

14 મેના રોજ કિરણ કુમારનો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે, ત્રીજીવારનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. કિરણ કુમાર પોતાના ઘરમાં બીજા માળે ક્વૉરન્ટીન થઈ ગયા હતાં. પહેલાં કરતાં તેમને હવે ઘણું જ સારું છે. 

74 વર્ષીય કિરણ કુમારે કહ્યું હતું, ‘પહેલાં કરતાં હવે સારું છે. આવું ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું પરંતુ હવે આ વાસ્તવિકતા છે. થોડાં અઠવાડિયા પહેલા હું રૂટિન મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ગયો હતો. ગર્વમેન્ટની ગાઈડલાઈન પ્રમાણે, કોવિડ 19નો ટેસ્ટ ફરજિયાત છે, તેથી મારો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. મારી સાથે મારી દીકરી હતી અને અમે મજાક પણ કરી હતી. અમને એમ લાગ્યું કે કેટલીક બાબતો માત્ર ફોર્માલિટી પૂરતી છે. અમારું જીવન તો સહજતાથી પસાર થઈ રહ્યું છે. ટેસ્ટ પોઝિટિવ આવ્યો. કલાકની અંદર જ મેં ઘરમાં આઈસોલેશન ઝોન બનાવી દીધો. સૌથી સારી વાત એ હતી કે હિન્દુજા ખાર તથા લીલાવતી હોસ્પિટલના ડોક્ટર્સે પૂરતી માહિતી આપી હતી. અમે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને મારા ટેસ્ટ અંગે જણાવ્યું અને દરેકે વિટામિન લેવાની માત્રા વધારી.’

વધુમાં કિરણ કુમારે કહ્યું હતું, ‘કોવિડ 19નો ટેસ્ટ આજે નેગેટિવ આવ્યો અને હું ઘણો જ ખુશ છું. મારો પરિવાર હજી પણ હોમ આઈસોલેશનમાં જ છે. હું ટોટલી એસિમ્પટમેટિક (કોરોનાના લક્ષણ વગરનો) દર્દી હતો. કંટાળા સિવાય આઈસોલેશનમાં કોઈ વાંધો આવ્યો નહીં. હું દિવસ દરમિયાન મેડિટેશન કરતો, વેબ સીરિઝ જોતો, બુક્સ વાંચતો. આપણે આશા રાખવાની છે અને આનાથી ડરવાની કોઈ જરૂર નથી. કોરોનાથી આપણને ડર લાગે અને આપણે તે માટે સાવચેતી રાખવાની જરૂર છે. જોકે, આપણે એકદમ સેનિટાઈઝ કરેલી હોય તે જગ્યાએ જવું. આજે સામાન્ય તાવ કે કફથી પણ લોકો ડરી જાય છે. હું આ મુશ્કેલ સમયમાં તમામ સપોર્ટિવ સ્ટાફ તથા ડોક્ટર્સનો આભાર માનું છું.’

ઉલ્લેખનીય છે કે કિરણ કુમાર પહેલાં બોલિવૂડમાં સિંગર કનિકા કપૂરનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ફિલ્મ પ્રોડ્યૂસર કરીમ મોરાની તથા તેમની બે દીકરીઓ, એક્ટર પૂરબ કોહલી, એક્ટર ફ્રેડી દારૂવાલાના પિતા, એક્ટર સત્યજીત દૂબેની માતા કોરોના પોઝિટિવ હતાં. બોની કપૂરના ઘરે ત્રણ નોકર, કરન જોહરના ઘરે બે સ્ટાફ મેમ્બર તથા ફરાહ અલી ખાનના ઘરે કામ કરતાં એક સ્ટાફનો રિપોર્ટ પોઝિટિવ હતો. 

અન્ય સમાચારો પણ છે...