તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ ન્યૂઝ:લગ્નના બે મહિના બાદ એવલિન શર્મા પ્રેગ્નન્ટ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શૅર કરી

મુંબઈ13 દિવસ પહેલા
  • એવલિન શર્માએ 15 મેના રોજ બ્રિસ્બનમાં ચર્ચ વેડિંગ કર્યાં હતાં

રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણની ફિલ્મ 'યે જવાની હૈ દિવાની' ફૅમ એક્ટ્રેસ એવલિન શર્માએ 15 મે, 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં રહેતા ઇન્ડિયન ડેન્ટલ સર્જન તુશાન ભીંડી સાથે લગ્ન કર્યા હતા. બે મહિના બાદ એવલિને ફર્સ્ટ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. એક્ટ્રેસનો 12 જુલાઈના રોજ જન્મદિવસ છે.

સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
એવલિને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. તસવીરમાં એવલિનનો બેબી બમ્પ દેખાય છે. બેબી બમ્પ પર હાથ મૂકીને એક્ટ્રેસે કહ્યું હતું, 'તને હાથમાં પકડવા ઉત્સુક છું.'

બર્થડેની બેસ્ટ ગિફ્ટ
પ્રેગ્નન્સી કન્ફર્મ કરતાં એવિલને બોમ્બે ટાઇમ્સ સાથએની વાતચીતમાં કહ્યું હતું, 'અમે ઘણાં જ ખુશ છીએ. બર્થડે પર મારા માટે આનાથી બેસ્ટ ગિફ્ટ બીજી કોઈ જ નથી. અમે ભવિષ્યની દરેક ક્ષણ માટે તૈયાર છીએ. અમે આશા વ્યક્ત કરીએ છીએ કે જ્યારે પણ બોર્ડર ખુલી જાય ત્યારે અમે વિશ્વભરમાં રહેતા અમારા સંબંધીઓ તથા પરિવારને અમારા લિટલ વન સાથે મળીએ. હું ઓસ્ટ્રેલિયામાં જ બાળકને જન્મ આપીશ.'

વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'મને લાગે છે કે તમને જેમાંથી આનંદ મળે તે કામ તમારે કરવું જોઈએ. ખુશી એક સ્ટેટ ઓફ માઇન્ડ છે. આ એ બાબત છે, જેનો નિર્ણય તમે રોજ કરો છો. દરેક ક્ષણ અમૂલ્યા છે તો કિંમતી દિવસોને બરબાદ કરવા જોઈએ નહીં.'

15 મેના રોજ લગ્ન કર્યા હતા
બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્માએ ડૉ. તુશાન ભીંડી સાથે 15મી મેના રોજ ઓસ્ટ્રેલિયાના બ્રિસબનમાં ચર્ચ વેડિંગ કર્યાં હતાં. એવલિને 2019માં ઓસ્ટ્રેલિયન બેઝ્ડ ડેન્ટલ સર્જન ડૉ. તુશાન ભીંડી સાથે સગાઈ કરી હતી. કોવિડ 19ને કારણે એવલિન તથા તુશાનના લગ્નમાં પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો હાજર રહ્યાં હતાં. કમનસીબે આ લગ્નમાં એવલિનની માતા જ હાજર રહી શકી નહોતી.

2012માં એવલિને બોલિવૂડ ડેબ્યૂ કર્યું
2012માં ફિલ્મ 'ફ્રોમ સિડની વીથ લવ'થી એવલિને બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે 'નૌટંકી સાલા', 'મૈં તેરા હીરો', 'હિંદી મીડિયમ', 'જબ હેરી મેટ સેજલ', 'યે જવાની હૈ દિવાની' સહિતની ફિલ્મમાં કામ કર્યું હતું. 2019માં એવલિને પ્રભાસ તથા શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ 'સાહો'માં કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...