અકસ્માતમાં મોત:નેટફ્લિક્સની ઓરિજિનલ સિરીઝ 'ધ ચોઝન વન'ના બે એક્ટર્સનું રોડ એક્સિડન્ટમાં મોત, છ ક્રૂ મેમ્બર્સ ઘાયલ

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબે, જુઆન તથા રેમુંડો. - Divya Bhaskar
ડાબે, જુઆન તથા રેમુંડો.

નેટફ્લિક્સની ઓરિજિનલ સિરીઝ 'ધ ચોઝન વન'ની ટીમ રોડ અકસ્માતનો ભોગ બની હતી. સિરીઝના બે એક્ટર્સનું આ અકસ્માતમાં મોત થયું હતું અને બાકીના છ લોકો ઘાયલ થયા હતા. સિરીઝનું શૂટિંગ પણ અટકાવવામાં આવ્યું હતું. અકસ્માતમાં જીવ ગુમાવનાર એક્ટર્સનું નામ રેમુંડો ગાર્ડુનો ક્રૂઝ તથા જુઆન ફ્રાંસિસ્કો ગોઝાલેઝ છે.

16 જૂને અકસ્માત
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સિરીઝની ફિલ્મિંગ કંપની રેડ્રમે પ્રોડક્શન બે દિવસ માટે બંધ રાખ્યું હતું. નેટફ્લિક્સે હજી સુધી આ અકસ્માત અંગે કોઈ નિવેદન આપ્યું નથી. અકસ્માત 16 જૂનના રોજ લોકલ એરપોર્ટ જતાં સમયે થયો હતો. મેક્સિકોના કેલિફોર્નિયા સુર પેનિન્સુલા નજીક વેન પૂરપાટે જતી હતી અને અચાનક જ કંટ્રોલ ગુમાવતા વેન ઉથલી પડી હતી.

ડાબે, જુઆન તથા રેમુંડો.
ડાબે, જુઆન તથા રેમુંડો.

સિરીઝના 2 એક્ટર્સનું મોત
કેલિફોર્નિયાના કલ્ચર્લ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે એક્ટર રેમુંડો ગાર્ડુનો ક્રૂઝ તથા જુઆન ફ્રાંસિસ્કો ગોઝાલેઝનું અવસાન થયું છે અને છ લોકો ઘાયલ થયા છે, જેમાં બે કાસ્ટ મેમ્બર્સ તથા ચાર ક્રૂ મેમ્બર્સ છે. આ તમામની તબિયત હાલમાં સ્થિર છે.

કોમિક બુક 'અમેરિકન જીસસ' પર આધારિત છે
'ધ ચોઝન વન' બ્રાઝિલિયન થ્રિલર સિરીઝ છે. પહેલી સિઝન 2019માં આવી હતી. આ સિરિઝ કોમિક બુક 'અમેરિકન જીસસ' પર આધારિત છે. નેટફ્લિક્સે સિરીઝના ડિસ્ક્રિપ્શનમાં કહ્યું હતું, એક 12 વર્ષીય છોકરાને જાણ થાય છે કે તે ઈસુનો અવતાર છે અને તે માનવજાતિને બચાવવા માટે આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...