તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહામારી કોરોનાને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં સેલેબ્સ મોમ તેમનો સમય હટકે રીતે પસાર કરી રહી છે. ટ્વિન્કલ ખન્ના હાલ પતિ અક્ષય કુમાર અને બાળકો સાથે ઘરે સમય પસાર કરી રહી છે. ટ્વિન્કલને તેની 7 વર્ષીય દીકરી નિતારાએ મેકઅપ કરી દીધો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી લખ્યું કે, નાની છોકરીએ મને સરસ મેકઓવર કરી આપ્યો છે. આઈબ્રો એકદમ સુંદર અને બાકી બધું જકાસ. તેણે મેકઅપ આર્ટિસ્ટને ટેગ કરી કહ્યું કે, આ જુઓ, તારા માટે હવે સિરિયસ કમ્પિટિશન છે.
View this post on InstagramA post shared by Twinkle Khanna (@twinklerkhanna) on May 13, 2020 at 10:45pm PDT
ટ્વિન્કલ ખન્ના સોશિયલ મીડિયા પર લોકોને હાલના સંકટ સમયમાં જાગૃત કરવા પોસ્ટ શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલાં મધર્સ ડે પર ટ્વિન્કલે એક વીડિયો શેર કરીને તેની શુભકામના આપી હતી. ટ્વિન્કલને બે બાળકો છે. 17 વર્ષનો દીકરો આરવ અને 7 વર્ષની દીકરી નિતારા.
ટ્વિન્કલ ખન્ના કોવિડ 19 માટેની ફંડ રેઝિંગ ઇવેન્ટ આઈ ફોર ઇન્ડિયામાં સામેલ થઇ હતી. આ ઇવેન્ટમાં અન્ય સ્ટાર્સની સાથે તેનો પતિ અક્ષય કુમાર પણ સામેલ હતો. અક્ષય કુમારે પીએમ રિલીફ ફંડમાં 25 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. ઉપરાંત અન્ય આર્થિક સહાય પણ કરી છે.
પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.