સેલેબ લાઇફ:ટીવી એક્ટ્રેસ રતન રાજપૂતે ઇન્ડસ્ટ્રી છોડી દીધી? ખેતી કરતો વીડિયો વાઇરલ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીવી સિરિયલ 'અગલે જનમ મોહે બિટિયા હી કીજો'ની લાલી એટલે કે રતન રાજપૂત છેલ્લાં ઘણાં સમયથી ટીવી પર જોવા મળતી નથી. રતન રાજપૂત છેલ્લે 'સંતોષી મા'માં દેવી સંતોષીના રોલમાં જોવા મળી હતી. હાલમાં રતન રાજપૂતનો ગામમાં ખેતી કરતી હોય તેવી તસવીરો-વીડિયો વાઇરલ થયા છે.

બિહારના ગામડામાં રતન રાજપૂત
રતન રાજપૂતને ગામડાંમાં રહેવું ઘણું જ ગમે છે. તેને ત્યાંની સંસ્કૃતિ પ્રત્યે ઘણો જ લગાવ છે. તે સો.મીડિયામાં ગામડાંના વીડિયો ને ફોટો શૅર કરતી હોય છે. હાલમાં તે બિહારના ગામો ફરી રહી છે. આ જ રીતે તે બિહારના આવાડી ગામે ગઈ હતી. અહીંયા તે લોકોને મળી હતી અને સતીમાતાના ડુમરેજની મંદિરે પણ ગઈ હતી.

ખેતી પણ કરી
લોકોને મળ્યા બાદ રતન રાજપૂત ખેતરમાં કામ કરતી મહિલાઓને મદદ કરી હતી અને તેણે વાવણી કરી હતી. ગોઠણ-સમા પાણી ભરેલા ખેતરમાં મનથી કામ કર્યું હતું. તેણે સો.મીડિયામાં તસવીરો પણ શૅર કરીને કહ્યું હતું કે માટીમાં રહેવાથી એક સારા કલાકાર અને વ્યક્તિ બની શકાય છે.

રતને ઇન્ડસ્ટ્રી છોડી દીધી?
રતને એમ પણ કહ્યું હતું કે તે પોતાની જન્મભૂમિ પર આ કામ કરી રહી છે. હવે તે આ કામ પોતાની કર્મભૂમિ એટલે કે મહારાષ્ટ્રમાં કરશે. રતને મહારાષ્ટ્રના ગામમાં પણ ખેતી કરી છે. તેણે અહીંયા હળદર ને ડુંગળી વાવ્યા હતા.

લૉકડાઉનમાં ગામડે રહી હતી
ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેરમાં જ્યારે લૉકડાઉન લગાવવામાં આવ્યું ત્યારે રતન રાજપૂત ગામડે રહી હતી. ત્યારે રતન રાજપૂતે ગ્રામ્ય જીવનના ઘણાં વીડિયો શૅર કર્યા હતા. તે ક્યારેક ચુલા પર રસોઈ કરતી હતી તો ક્યારેક ગાયોને ઘાસ નાખતી જોવા મળી હતી.

ઇન્ડસ્ટ્રી છોડી દીધી?
રતન રાજપૂત છેલ્લે 2020માં ટીવી સિરિયલમાં જોવા મળી હતી. છેલ્લાં દોઢેક વર્ષથી તે કોઈ શોમાં જોવા મળી નથી. હાલમાં તો તે ગ્રામ્ય જીવન એન્જોય કરી રહી છે.

બિહારમાં જન્મેલી રતન રાજપૂતે ત્યાં જ અભ્યાસ કર્યો છે. તેણે 2006માં ટીવી સિરિયલ 'રાવન'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'રાધા કી બિટિયાં કુછ કર દિખાયેંગી'માં જોવા મળી હતી. 2009માં ટીવી સિરિયલ 'અગલે જનમ મોહે બિટિયા હી કીજો'માં લાલીના રોલથી દેશભરમાં લોકપ્રિય થઈ હતી. રતન રાજપૂતે સ્વંયવર 'રતન કા રિશ્તા'માં અભિનવ શર્મા સાથે સગાઈ કરી હતી. જોકે, પછી આ સગાઈ તૂટી ગઈ હતી. રતન 'બિગ બોસ 7'માં પણ જોવા મળી હતી. તેણે 'મહાભારત', 'વિધ્નહર્તા ગણેશ' જેવા શોમાં કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...