ઇન્ડસ્ટ્રીમાં કોરોના:ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટના 4 મહિનાના દીકરાનો રિપોર્ટ પોઝિટિવ, અત્યાર સુધી 40થી વધુ સેલેબ્સ ભોગ બન્યા

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિશ્વર મર્ચન્ટે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે જાણ કરી હતી

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. બોલિવૂડ તથા ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ એક પછી એક સેલેબ્સ કોરોનાનો ભોગ બની રહ્યા છે. હવે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટના ચાર મહિનાના દીકરા નિર્વૈરને કોરોના થયો છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં ઇમોશનલ પોસ્ટ શૅર કરીને આ અંગે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે કિશ્વરે ગયા વર્ષે 27 ઓગસ્ટે દીકરાને જન્મ આપ્યો હતો.

શું કહ્યું કિશ્વરે?
કિશ્વરે સો.મીડિયામાં પતિ સૂયશ સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'પહેલાં હેપી ડેટિંગ એનિવર્સરી. હું સૂયશને છેલ્લાં 11 વર્ષથી ઓળખું છું અને તે ઘણો જ બદલાઈ ગયો છે. તેને મેચ્યોર થતાં જોયો, તે વધુ સમજદાર બન્યો, પ્રેમાળ બન્યો. પાંચ દિવસ પહેલાં નિર્વૈરની નેની (આયા)ને કોરોના થયો. ત્યારબાદ અમારી હાઉસહેલ્પર સંગીતાને પણ થયો અને તે ક્વૉરન્ટિન થઈ. સૂયશનો પાર્ટનર સિદ અમારી સાથે રહે છે અને તેને પણ કોરોના થયો. સૌથી ખરાબ બાબત એ બની કે અમારા ચાર મહિનાની નિર્વૈરને પણ કોરોના થયો. અમારી બે પાસે ઘરની સાફ-સફાઈ, રસોઈ માટે કોઈ જ નહોતું, આટલું જ નહીં નિર્વૈર જ્યારે દુઃખમાં હતો ત્યારે પણ તેની મદદ માટે કોઈ નહોતું.'

વધુમાં કિશ્વરે કહ્યું હતું, 'સૂયશે બેસ્ટ પાર્ટનર બનીને જે શક્ય બન્યું તે તમામ કર્યું. તેનો આભાર કે મુશ્કેલ દિવસો પણ સરળતાથી પસાર થયા. તેણે તમામમાં મદદ કરી. સંગીતા-સિદ માટે બ્રેકફાસ્ટ બનાવવાનો હોય કે પછી મને પીઠમાં મસાજ આપવાનો હોય, મારા આંસુઓ લૂછ્યા, મને સતત સાથ આપ્યો. મને આરામ આપ્યો અને બન્નીની સંભાળ રાખી, તેને રમાડ્યો. તેને સૂવાડીને ઘરના વાસાણો સાફ કર્યા.'

કરીના કપૂર-અમૃતા અરોરા.
કરીના કપૂર-અમૃતા અરોરા.

40થી વધુ સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા
ઉલ્લેખનીય છે કે છેલ્લાં એક મહિનામાં બોલિવૂડ-ટીવીના 40થી વધુ સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા છે. કરીના કપૂર, અમૃતા અરોરા, મહિપ કપૂર, સીમા ખાન, શનાયા કપૂર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર-કરન બુલાની, અલાયા, જ્હોન અબ્રાહમ-પ્રિયા રૂંચાલ, નોરા ફતેહી, સ્વરા ભાસ્કર, રણવીર શૌરીનો દીકરો હારુન, રાહુર રવૈલ, શિલ્પા શિરોડકર, વિશાલ દદલાણી, બમન ઈરાનીનો દીકરો કયોઝ ઈરાની, કુબ્રા સૈત, માનવી ગાગરુ, અરિજિત સિંહ, ઈશા ગુપ્તા, મધુર ભંડારકર, નફીસા અલી, પ્રતીક બબ્બરને કોરોના થયો હતો. પ્રેમ ચોપરા તથા ઉમા ચોપરાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ડિરેક્ટર પ્રિયદર્શન તથા 'બાહુબલી' ફૅમ 'કટપ્પા' સત્યરાજ હાલમાં હોસ્પિટલમાં છે. સોનુ નિગમ પણ કોરોના પોઝિટિવ છે.

તન્મય વેકરિયા.
તન્મય વેકરિયા.

ટીવી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો વરુણ સૂદ, શરદ મલ્હોત્રા, શિખા સિંહ, અર્જુન બિજલાણી, દૃષ્ટિ ધામી, એકતા કપૂર, મૃણાલ ઠાકુર, સુમોના ચક્રવર્તી, અનિતા રાજ, એરિકા ફર્નાન્ડિઝ, ડેલનાઝ ઈરાની, સિમરન બુધરુપ, અક્ષય ખરોડિયા, એલિસ કૌશિક, મોહિત પરમાર, યામિની સિંહ, હિના ખાનનો પરિવાર, કામ્યા પંજાબી, તન્મય વેકરિયા ('તારક મહેતા...'નો બાઘા), આયેશા સિંહ ('ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં સઈનો રોલ પ્લે કરનાર), સુનીલ લહરી (રામાનંદ સાગરની 'રામાયણ'માં લક્ષ્મણનો રોલ પ્લે કર્યો હતો)ને કોરોના થયો છે.

સાઉથ એક્ટર મહેશ બાબુ, વિશ્વાક સેન, સાઉથ એક્ટ્રેસ તૃષ્ણા કૃષ્ણન, બંગાળી એક્ટ્રેસ મિમિ ચક્રવર્તી તથા મરાઠી એક્ટ્રેસ મિથિલા પાલકર પણ કોરોના પોઝિટિવ થયા હતા.