રણબીર કપૂર તથા શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'તૂ જૂઠી મૈં મક્કાર' બોક્સ ઓફિસ પર જોરદાર ચાલી રહી છે. ફિલ્મે ફર્સ્ટ વીકેન્ડમાં 70.24 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મે 12 માર્ચ રવિવારે 17.08 કરોડ કમાયા હતા.ઓડિયન્સે ફિલ્મને વખાણી છે. આ ફિલ્મ 'પઠાન' પછી સૌથી વધુ ઓપનિંગ કરનાર ફિલ્મ બની છે. આ ફિલ્મ આઠ માર્ચે રિલીઝ થઈ હતી.
ફિલ્મ સુપરહિટ બનવા તરફ આગળ
છેલ્લા બે વર્ષમાં રણબીર કપૂરની રિલીઝ થયેલી આ બીજી ફિલ્મ સુપરહિટ બનવા તરફ જઈ રહી છે. ગયા વર્ષે રણબીર કપૂરની 'બ્રહ્માસ્ત્ર' સુપરહિટ રહી હતી. ગયા વર્ષે જ રણબીરની 'શમશેરા' રિલીઝ થઈ હતી, પરંતુ તે ફ્લોપ રહી હતી. માનવામાં આવે છે કે આ ફિલ્મ જે રીતે કમાણી કરી રહી છે, તે જોતા બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ જશે.
રણબીરે પોતાની કરિયરમાં 'સંજુ', 'બ્રહ્માસ્ત્ર' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવી છે. 'તૂ જૂઠી મૈં મક્કાર'નું લાઇફટાઇમ કલેક્શન 150 કરોડની આસપાસ રહી શકે છે.
'પઠાન' પછી બીજી હાઇએસ્ટ ઓપનિંગ મેળવનાર ફિલ્મ
રણબીરની ફિલ્મ 'તૂ જૂઠી મૈં મક્કાર'એ પહેલા દિવસે 15.73 કરોડનું ઓપનિંગ કર્યું હતું. 'પઠાન'એ પહેલા દિવસે 50 કરોડની કમાણી કરી હતી.
ફિલ્મ 110 કરોડમાં બની છે
ફિલ્મે 70 કરોડનો ભલે બિઝનેસ કર્યો હતો, પરંતુ લવ રંજનની આ ફિલ્મ 110 કરોડમાં બની હતી. માનવામાં આવે છે કે નેકસ્ટ વીકેન્ડ પર આ ફિલ્મ બજેટથી વધુ કમાણી કરી લેશે.
'સેલ્ફી' તથા 'શહઝાદા' કરતાં વધુ કમાણી કરી
'તૂ જૂઠી મૈં મક્કાર'એ અક્ષય કુમારની ફિલ્મ 'સેલ્ફી' તથા કાર્તિક આર્યનની ફિલ્મ 'શહઝાદા' કરતાં વધુ કમાણી કરી છે. 'સેલ્ફી'એ માત્ર 16.79 કરોડની કમાણી કરી છે તો 'શહઝાદા'એ 31.59 કરોડનું કલેક્શન કર્યું છે.
રણબીર-શ્રદ્ધાની જોડી પહેલી જ વાર જોવા મળી
ફિલ્મની સ્ટાર-કાસ્ટની વાત કરીએ તો રણબી કપૂર ફરી એકવાર ચોકલેટી બોય તરીકે જોવા મળ્યો છે. બોની કપૂરે આ ફિલ્મથી એક્ટિંગ ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં શ્રદ્ધા ને રણબીરે પહેલી જ વાર સાથે કામ કર્યું છે. ડિમ્પલ કાપડિયાએ રણબીરની માતાનો રોલ પ્લે કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.