ફેન્સને આવી સુશાંતની યાદ:‘ભુલભુલૈયા-2’ની ઇવેન્ટમાં અતિશય ટૂંકો ડ્રેસ પહેરીને કિયારા શરમજનક સ્થિતિમાં મુકાઈ, કાર્તિક આર્યને આડા ઊભા રહીને મદદ કરવી પડી

એક મહિનો પહેલા

હાલ બૉલિવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને કાર્તિક આર્યન તેમની આગામી ફિલ્મ 'ભુલભુલૈયા-2'ને લીધે ચર્ચામાં છે. આ ફિલ્મ આગામી 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું પ્રમોશન કાર્તિક આર્યન અને કિયારા અડવાણી કરી રહ્યાં છે. ફિલ્મ પ્રમોશનની ઇવેન્ટ દરમિયાન કિયારા અડવાણી શરમજનક સ્થિતિમાં મુકાઈ હતી અને કાર્તિકે તેની મદદે આવવું પડ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, આ સમગ્ર ઘટનાક્રમથી ચાહકોને સુશાંતસિંહ રાજપૂત અને ક્રિતી સેનનની યાદ આવી ગઈ હતી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. વાત જાણે એવી છે કે,‘ભુલભુલૈયા-2'ની એક પ્રમોશનલ ઇવેન્ટમાં એક્ટ્રેસ કિયારા અડવાણી અત્યંત ટૂંકો ડ્રેસ પહેરીને આવી હતી. આ ડ્રેસમાં ખુરશી પર બેસવા અને ઉભા થતી વખતે અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ રહી હતી. આ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે થઈને તેની બાજુમાં બેઠેલા કાર્તિકને ઈશારો કર્યો હતો. કાર્તિક તરત જ પરિસ્થિતિ સમજી ગયો અને ઉભા થઈને કિયારા અને ફોટોગ્રાફરોની વચ્ચે આડો ઊભો રહી ગયો હતો. પરિણામે કિયારા ઉપ્સ મુવમેન્ટનો શિકાર બનતા રહી ગઇ હતી.

આ લોન્ચ ઇવેન્ટ દરમિયાન કિયારાએ લાલ કલરનો સિકવીન શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, જેની સાથે લાલ ઓવરસાઇઝડ બ્લેઝર કેરી કર્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. ફેન્સ પણ કાર્તિકના વખાણ કરી રહ્યા છે અને કમેન્ટ કરી રહ્યા છે.

ફેન્સને સુશાંત સિંહ યાદ આવી ગયો
કાર્તિક આર્યન અને કિયારાના આ વીડિયો પરથી ફેન્સને સુશાંત સિંહ રાજપૂતની યાદ આવી ગઈ હતી. સુશાંતે 2017માં એક્ટ્રેસ ક્રિતી સેનન માટે પણ કંઈક આવું જ કર્યું હતું. સુશાંત અને ક્રિતી 2017માં ફિલ્મ 'રાબતા'નું પ્રમોશન કરી રહ્યાં હતાં ત્યારે સુશાંત તેની સામે ઊભો રહી ગયો હતો, જેથી ક્રિતી તેના મિની-સ્કર્ટમાં યોગ્ય રીતે બેસી શકે. કાર્તિકનો હાલનો વીડિયો જોયા બાદ એક ફેને લખ્યું હતું કે 'મને યાદ આવ્યું કે સુશાંત સિંહ રાજપૂતે તેના એક પ્રમોશન દરમિયાન ક્રિતી સેનન માટે આવું જ કર્યું હતું. તે માણસને યાદ કરો. કાર્તિક એક સજ્જન છે, સુશાંત સિંહ રાજપૂતની જેમ.'