સુપરસ્ટાર ટ્રોલર્સના નિશાને:મહેશ બાબુ જાહેરાતને કારણે ટ્રોલ, યુઝર્સે કહ્યું- પાન મસાલા કંપની તમને અફોર્ડ કરી શકે છે, પણ બોલિવૂડ નહીં

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુએ બોલિવૂડ અંગે નિવેદન આપ્યું હતું અને તેને કારણે ચર્ચામાં છે. મહેશ બાબુએ કહ્યું હતું કે બોલિવૂડ તેને અફોર્ડ કરી શકે નહીં. તેના આ નિવેદનને કારણે તે ટ્રોલ થયો હતો. મહેશ બાબુએ ગયા વર્ષે પાન મસાલાની જાહેરાત કરી હતી. હવે આ જાહેરાતને કારણે તે ફરીવાર ટ્રોલ થયો છે.

યુઝરે કહ્યું, પાન મસાલા કંપની તમને અફોર્ડ કરી શકે છે
મહેશ બાબુ પાન મસાલાની જાહેરાતમાં ટાઇગર શ્રોફની સાથે જોવા મળ્યો હતો. યુઝરે કહ્યું હતું કે તમને બોલિવૂડ અફોર્ડ કરી શકે નહીં, પરંતુ પાન મસાલા કંપની કરી શકે છે, કારણ કે તમે આને જ લાયક છો.

મહેશના ચાહકો સપોર્ટમાં ઉતર્યા
મહેશ બાબુને ટ્રોલ થતાં જોઈને ચાહકો દુઃખી થઈ ગયા હતા. તેમણે મહેશ બાબુનો સપોર્ટ કરીને બોલિવૂડ એક્ટર્સને આડેહાથ લીધા હતા. એક યુઝરે કહ્યું હતું, 'પરંતુ અમારા હીરો અંડરવર્લ્ડની સાથે પાર્ટી કરતા નથી.'

મહેશ બાબુએ શું કહ્યું હતું?
મહેશ બાબુ ફિલ્મ 'મેજર'ના ટ્રેલર લૉન્ચિંગમાં આવ્યો હતો. અહીં મીડિયાએ એક્ટરને બોલિવૂડ ડેબ્યુ અંગે સવાલ કર્યો હતો, જેના જવાબમાં મહેશ બાબુએ કહ્યું હતું, 'એવું નથી કે મને બોલિવૂડમાંથી ઑફર્સ મળતી નથી, પરંતુ મને લાગે છે કે તે લોકો મને અફોર્ડ કરી શકશે નહીં. જે ઇન્ડસ્ટ્રી મને અફોર્ડ ના કરી શકે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને હું મારો સમય બરબાદ કરવા માગતો નથી.' આ નિવેદન બાદ વિવાદ થયો હતો. પછી મહેશ બાબુએ ચોખવટ કરી હતી. મહેશ બાબુએ કહ્યું હતું, 'હું સિનેમાને પ્રેમ કરું છું અને તમામ ભાષાઓને માન આપું છું. હું જ્યાં ફિલ્મ કરું છું, ત્યાં કમ્ફર્ટેબલ છું.'