ટ્રેલર / ‘ગુંજન સક્સેના’નું ટ્રેલર રિલીઝ, જાંબાઝ ઓફિસરની પ્રેરણાદાયક વાર્તા, દમદાર રોલમાં જાહન્વી કપૂર

X

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 12:20 PM IST

મુંબઈ. બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરની અપકમિંગ ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં જાહન્વી દમદાર રોલમાં જોવા મળી છે.

શું છે ટ્રેલરમાં?
ફિલ્મના ટ્રેલરમાં જાહન્વી કપૂર ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ ઓફિસરના રોલ જોવા મળી છે. ફિલ્મમાં ગુંજન સક્સેનાનાં જીવનને એકદમ બારીકાઈથી બતાવવામાં આવ્યું છે. કારગિલ યુદ્ધની પણ થોડી ઘણી ઝલક જોવા મળી હતી. ટ્રેલરમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે ગુંજન સક્સેના વાયુસેનામાં જોડાયા બાદ કેવા પરિવર્તન આવ્યા હતા. કેવી રીતે ગુંજનને એક સ્ત્રી હોવાને કારણે નબળાં સમજવામાં આવતા અને તેમને સતત નીચાજોણું થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, અનેક પડકારોનો સામનો કરીને ગુંજન સક્સેના ભારતીય વાયુસેનાના જાંબાઝ પાઈલટ બને છે. કારગિલ ગર્લના નામથી લોકપ્રિય થયેલા ગુંજન સક્સેનાએ કારગિલ યુદ્ધમાં બતાવી આપ્યું કે એક મહિલા પણ યુદ્ધ દરમિયાન એરક્રાફ્ટ ચલાવી શકે છે અને સક્રિય ભૂમિકા ભજવીને યુદ્ધનું પરિણામ બદલી શકે છે.

12 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થશે
ટ્રેલરમાં ગુંજન સક્સેનાના પિતાનો રોલ પંકજ ત્રિપાઠીએ ભજવ્યો છે. ગુંજનના જીવનમાં પિતાનો મહત્ત્વનો ફાળો રહેલો છે. ટ્રેલરમાં ગુંજન સક્સેનાના અંગત જીવન તથા સંઘર્ષને પણ બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મ 12 ઓગસ્ટના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ફિલ્મને શરણ શર્માએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અંગદ બેદી, વિનીત કુમાર સિંહ પણ મહત્ત્વના રોલમાં છે.

કોણ છે ગુંજન સક્સેના?
ભારતના પહેલાં ઇન્ડિયન એર ફોર્સ મહિલા ઓફિસર ગુંજન સક્સેનાનાં જીવન પર આ ફિલ્મ આધારિત છે. તેમણે કારગિલ યુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકોને ટ્રાન્સફર કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેમની આ અમૂલ્ય કામગીરી બદલ તેમને શૌર્ય ચક્રથી પણ નવાજવામાં આવ્યાં હતાં.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી