એક્ટર અજય દેવગન અને રાશી ખન્ના સ્ટારર વેબ સિરીઝ 'રૂદ્રાઃ ધ એજ ઓફ ડાર્કનેસ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અજય દેવગને જાતે વેબ સિરીઝનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે શેર કર્યું છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું, "અંધારામાં ઘેરાયેલો, હું પ્રકાશમાં ન્યાય લાવવા માટે તૈયાર છું." રુદ્રાના તમામ એપિસોડ્સ OTT પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર 4 માર્ચથી સ્ટ્રીમ કરવામાં આવશે.
ACP રૂદ્રાના રોલમાં જોવા મળશે અજય
છ એપિસોડની આ રિસીઝમાં અજય દેવગન 'ACP રૂદ્રા વીર સિંહનો પ્લે કરી રહ્યો છે.' રાશિ ખન્ના એક સાઈકોપેથ આલિયાની ભૂમિકામાં જોવા મળી રહી છે. સિરીઝના ટ્રેલરમાં તમે અજય દેવગનની જબરદસ્ત એક્શન જોઈ શકો છો. ટ્રેલરમાં રાશિ ખન્ના, અજય દેવગનની સાથે માઈન્ડ ગેમ રમતી જોવા મળી રહી છે. સાથે અજય એક ખુંખાર ક્રિમિનલને શોધી રહ્યો છે.
આ ક્રિમિનલની શોધમાં અજયને ઘણી વસ્તુઓ જોવા મળી રહી છે અને ઘણા લોકોને પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે. સાથે જ તેની પર્સનલ લાઈફની મુશ્કેલીઓ પણ વધી રહી છે. ટ્રેલરથી સ્પષ્ટ થાય છે આ સિરીઝ મિસ્ટ્રીથી ભરપૂર જબરદસ્ત ક્રાઈમ ડ્રામા હશે. ઈશા દેઓલે સિરીઝમાં અજયની પત્નીની ભૂમિકા નિભાવી છે, જેને તેના પતિની સાથે સારા સંબંધો નથી.
લૂથરની હિન્દી રિમેક છે 'રૂદ્રા'
રાજેશ માપુસ્કરના ડાયરેક્શનમાં બનેલી આ ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝમાં અજય-રાશિ સિવાય ઈશા દેઓલ, અતુલ કુલકર્ણી, તરુણ ગેહલોત, સત્યદીપ મિશ્રા, મિલિંદ ગુણાજી, અશ્વિની કાલસેકર અને આશીષ વિદ્યાર્થી પણ લીડ રોલમાં જોવા મળશે. આ સિરીઝથી અજય OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી રહ્યો છે. આ વેબ સિરીઝને હિન્દી સિવાય મરાઠી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, અને બંગાળી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.