ભાઈજાનની ફિલ્મ:ટ્રેડ એનાલિસ્ટે કહ્યું, સલમાન ખાનની ‘રાધે’એ ઓપનિંગ ડે પર 100 કરોડ રૂપિયાની કમાણી કરી નથી, થોડા સમય પછી સારી કમાણી થઈ શકે છે

5 મહિનો પહેલા
ફિલ્મ રેવન્યૂ 100 કરોડથી ઓછા હોવા પાછળના ઘણા કારણો છે
  • 'રાધે'ને પહેલાં જ દિવસે 4.2 મિલિયન વ્યૂઅરશિપ મળી છે
  • ઝી સ્ટુડિયોએ આશરે 200-250 કરોડ રૂપિયામાં ફિલ્મ રાઈટ્સ ખરીદ્યા હતા

સલમાન ખાને કહ્યું હતું કે ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું કલેક્શન ભારતમાં શૂન્ય હશે, પણ ફિલ્મે હકીકતમાં ભારતમાં સારી એવી કમાણી કરી છે. રાધે ભારતમાં ડિજિટલ રિલીઝ થઈ કારણકે મેકર્સે કોરોના મહામારીને લીધે આખા દેશના થિયેટરમાં રિલીઝ કરવાનો પ્લાન કેન્સલ કર્યો હતો. ફિલ્મે સ્ટ્રીમિંગ રાઈટ્સ ઝી સ્ટુડિયોને વેચ્યા હતા. તેણે ઝી પ્લેકસ પર પે-પર-વ્યૂ મોડલ હેઠળ ફિલ્મ રિલીઝ કરી. આ ઉપરાંત DTH પ્લેટફોર્મ પર પણ અવેલેબલ છે. ત્રિપુરાના ત્રણ સિનેમાઘરમાં રાધે રિલીઝ કરવામાં આવી હતી.

ફિલ્મે ઓપનિંગ ડે પર 100 કરોડ રૂપિયાની કમાણી ના કરી
ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ કહ્યું કે, ભાઈજાનના ચાહકોનું અનુમાન છે કે, ઓપનિંગ ડે પર રેવન્યૂ 100 કરોડ રૂપિયા હશે, પણ આ ખોટી વાત છે. ઝી સ્ટુડિયોએ જાહેર કરેલા ડેટા પ્રમાણે રિલીઝના પ્રથમ દિવસે ફિલ્મ 42 લાખ વખત સ્ટ્રીમ થઈ હતી.

'રાધે' 13 મેના રોજ રિલીઝ થઈ હતી
'રાધે' 13 મેના રોજ રિલીઝ થઈ હતી

ફિલ્મ રેવન્યૂ ઓછા હોવાના ઘણા કારણો છે
કોમલે જણાવ્યું, ફિલ્મ રેવન્યૂ 100 કરોડથી ઓછા હોવા પાછળના ઘણા કારણો છે. ઘણી ઓછી સંખ્યામાં ફિલ્મની ટિકિટો વેચાઈ છે, કારણકે એક ટિકિટ એટલે કે 249 રૂપિયામાં એક જ પરિવારના ઘણા મેમ્બરે ફિલ્મ જોઈ હશે. ઝીએ નવા ગ્રાહકોને ટિકિટ વગર ફિલ્મ જોવાની અનુમતિ આપી હતી, તેની અર્થ એ થાય કે 42 લાખ લોકોમાં ઘણા લોકોએ ટિકિટ ખરીદી નહોતી. એક પરિવારમાં આશર 4થી 5 લોકો ફિલ્મ જુએ છે, આથી 42 લાખમાંથી માત્ર એક ચતુર્થાંશ ટિકિટ જ વેચાઈ છે.

લાંબા સમયે રાધેની કમાણી થઇ શકે છે
ટ્રેડ એનાલિસ્ટે આગળ કહ્યું કે, ઝી સ્ટુડિયોને પણ ખબર નથી કે ફિલ્મે ઓપનિંગ ડે પર કેટલી કમાણી કરી. સલમાને ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં જ રાઈટ્સ વેચી દીધા હતા અને ઝી પાસે આ ફિલ્મ 10 વર્ષ સુધી રહેશે. ફિલ્મ પ્રથમ ત્રણ કે ચાર અઠવાડિયાંમાં 200 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરશે, પણ આ સાચું ના પડ્યું. થિયેટર રિલીઝ ના થવાને લીધે ફિલ્મની એટલી સારી કમાણી થાય તેમ નથી. રાધે શોર્ટ ટર્મમાં બ્રેક-ઈવન-ફિલ્મ નથી, પરંતુ આગળ જતા આ સારી કમાણી કરી શકે છે. ઝી સ્ટુડિયોએ આશરે 200-250 કરોડ રૂપિયામાં ફિલ્મ રાઈટ્સ ખરીદ્યા હતા. મેકર્સે મ્યુઝિક રાઈટ્સમાં 15 કરોડ, સેટેલાઈટ રાઈટ્સથી 40-50 કરોડ અને ઇન્ટરનેશનલ થિયેટર્સથી આશરે 10-15 કરોડ રૂપિયા કમાયા છે.

અન્ય સમાચારો પણ છે...