‘ભાઈ’ પાવર:'જીને કે હૈ ચાર દિન' સોન્ગમાં સલમાન ખાને જે ટુવાલનો ઉપયોગ કર્યો હતો તે હરાજીમાં 1.42 લાખમાં વેચાયો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમાર પણ હતાં
  • ફિલ્મમાં સોન્ગના શૂટિંગ સિવાય સલમાન ખાને વિગનો ઉપયોગ કર્યો હતો

આ પહેલી વખત નથી કે કોઈ બોલિવૂડ સેલેબની કોઈ વસ્તુ અજીબોગરીબ કિંમત પર હરાજી કરવામાં આવી હોય, પહેલા પણ આવા ઘણા કિસ્સા સાંભળવા મળ્યા છે. કંઈક આવું જ સલમાન ખાનના ટુવાલની સાથે પણ થયું.'મુઝસે શાદી કરોગી'ના સોન્ગમાં 'જીને કે હૈ ચાર દિન'માં ઉપયોગ કરવામાં આવેલો ટુવાલ 1,42,000 રૂપિયાની અધધધ કિંમત પર વેચવામાં આવ્યો હતો. ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમાર પણ હતાં.

‘મુઝસે શાદી કરોગી’ ફિલ્મ સાથે સંબંધિત કેટલાક ફેક્ટ્સ
2004માં રિલીઝ થયેલી મુઝસે શાદી કરોગી ફિલ્મ અમરીશ પુરી અને ડેવિડ ધવનની છેલ્લી ફિલ્મ હતી. ફિલ્મમાં સોન્ગના શૂટિંગ સિવાય સલમાન ખાને વિગનો ઉપયોગ કર્યો હતો. ફિલ્મના કેટલાક દૃશ્ય હોલિવૂડ ફિલ્મ 'મીટ ધ પેરેન્ટ્સ'માંથી કોપી કરવામાં આવ્યા છે. આ ફિલ્મ મુખ્ય રીતે તેલુગુ ફિલ્મની 'ની પ્રેમકાઈ'થી પ્રેરિત છે. ફિલ્મના ગોવાના ભાગનું શૂટિંગ મુંબઈ અને મોરિશિયસમાં થયું છે.

ટાઈગર-3નું શૂટિંગ કરી રહ્યો છે સલમાન
સલમાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશિયામાં કેટરીના કૈફની સાથે ટાઈગર-3નું શૂટિંગ કરી રહ્યો હતો. કથિત રીતે શૂટિંગને તુર્કીમાં શિફ્ટ કરવામાં આવ્યું છે અને તેની સારી મિત્ર યુલિયા વંતૂર પહેલાથી જ ઈસ્તાંબુલમાં છે. ઈમરાન હાશ્મી પણ ટાઈગર 3નો હિસ્સો છે અને તેનો બોલ્ડઅપ અવતાર ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો હતો.