દંગલ ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ તેની સાથે બનેલા એક ભયાનક દ્રશ્યને યાદ કર્યું છે. સાન્યાએ જણાવ્યું કે, આ વાત ત્યારની છે જયારે તે કોલેજમાં ભણતી હતી. એક દિવસ તે કોલેજથી ઘરે જવા દિલ્હી મેટ્રોમાં ચઢી. તેની સાથે કેટલાક છોકરાઓ પણ મેટ્રોમાં પ્રવેશ્યા હતા.
સાન્યાના કહેવા પ્રમાણે, તે છોકરાઓએ તેની છેડતી કરી અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. મેટ્રોમાં કોઈ તેની મદદ કરવા ન આવ્યું. સાન્યાએ કહ્યું કે, તે સમય તેના માટે ખૂબ જ ડરામણો હતો. સાન્યા મેટ્રોમાંથી નીકળી પછી પણ છોકરાઓ તેનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. કોઈક રીતે સાન્યા તેમનાથી છુટકારો મેળવવામાં સફળ રહી.
સાન્યાએ કહ્યું- તેમણે મને ખોટી રીતે સ્પર્શ કર્યો
સાન્યા હાલમાં જ ફિલ્મ 'કટહલ'માં જોવા મળી હતી. સાન્યાએ ફિલ્મના પ્રમોશન દરમિયાન આ ઘટનાને યાદ કરી. હોટરફ્લાય સાથે વાત કરતાં સાન્યાએ કહ્યું, 'તેઓએ મને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું.
'હું સાવ એકલી હતી અને અસહાય અનુભવતી હતી. આવી સ્થિતિમાં માણસ કશું કરી શકતો નથી. આ બધી ઘટનાઓ પછી લોકો સામાન્ય રીતે કહે છે કે, તમે કેમ કંઈ કર્યું નહીં. જો કે, તેઓ નથી જાણતા કે આવા સમયે માણસના હાથ-પગ ધ્રુજવા લાગે છે. તમે કોઈપણ રીતે આ પરિસ્થિતિમાંથી બચવા માંગો છો.'
તે સમયે સાન્યાને કોઈએ મદદ કરી ન હતી
સાન્યાએ કહ્યું કે, તે આશ્ચર્યજનક છે કે ત્યાં હાજર કોઈ પણ તેની મદદ માટે આગળ ન આવ્યું. તેણે વધુમાં કહ્યું કે, 'જ્યારે હું રાજીવ ચોકમાંથી બહાર આવી ત્યારે તે છોકરાઓ ત્યાં પણ મારી પાછળ આવવા લાગ્યા. એ છોકરાઓ દેખાવમાં ઊંચા અને પહોળા બોડી બિલ્ડર ટાઈપના હતા. સદનસીબે ત્યાં ભીડ હતી. હું વોશરૂમમાં ગયી અને મારા પિતાને ફોન કર્યો. મેં તેમને તરત જ ત્યાં આવવા કહ્યું.
સ્ટાર બન્યા પછી પણ આવી પરિસ્થિતિનો સામનો કર્યો, ફેન્સે તેને ખોટી રીતે સ્પર્શ કરી હતી
સાન્યાએ કહ્યું કે, સ્ટાર બન્યા બાદ પણ તેણે આવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. સાન્યાએ કહ્યું, 'થોડા વર્ષો પહેલા મારી સાથે બીજી ઘટના બની હતી. તેના ફૂટેજ પણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હશે.
હું ક્યાંક હતી જ્યારે એક ચાહક ફોટો ક્લિક કરવા આવ્યો. ફોટો લેતી વખતે તેણે મારી કમર પર હાથ મૂક્યો. હું એકદમ ચોંકી ગયી. હું અત્યંત અસ્વસ્થ થઈ ગઇ, છતાં ત્યાં હાજર ફોટોગ્રાફરોમાંથી કોઈ મદદ કરવા આગળ ન આવ્યું. મેં તે વ્યક્તિને ફોન કર્યો અને કહ્યું કે તમે યોગ્ય કામ કર્યું નથી.
બોડી શેમિંગમાંથી પણ પસાર થવું પડ્યું
આ બધા સિવાય સાન્યાને બોડી શેમિંગમાંથી પણ પસાર થવું પડ્યું હતું. તેણે આ જ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દંગલના શૂટિંગ દરમિયાન તેને કોઈએ કહ્યું હતું કે, તારું જડબું દેખાવમાં સારું નથી. તેને સર્જરી દ્વારા ઠીક કરો. સાન્યાએ કહ્યું કે તે જાણતી ન હતી કે આવી વસ્તુ અસ્તિત્વમાં છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.