તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશાની રેસ્ટોરાંમાં ટોમ:ઇંગ્લેન્ડમાં આશા ભોસલેની રેસ્ટોરાં 'Asha's'માં ટોમ ક્રૂઝે બેવાર મંગાવ્યું ચિકન ટિક્કા મસાલા, ભારતીય વ્યંજનોનો આસ્વાદ માણ્યો

લંડનએક મહિનો પહેલા

બોલિવૂડ દિગ્ગજ સિંગર આશા ભોસલેની ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં એક રેસ્ટોરાં છે. બર્મિઘમના ન્યૂહોલ સ્ટ્રીટ પર આવેલા આ રેસ્ટોરાંનું નામ 'Asha's' છે. હાલમાં જ હોલિવૂડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝે આ રેસ્ટોરાંમાં ભારતીય ભોજનનો આસ્વાદ માણ્યો હતો. આશા ભોંસલેએ સો.મીડિયામાં આ અંગેની પોસ્ટ શૅર કરી હતી. પોસ્ટમાં ટોમ ક્રૂઝ પોતાની ટીમ સાથે રેસ્ટોરાંની બહાર ઊભો છે.

આશા કરું છું કે ટોમ જલદીથી બીજીવાર આવે
આશા ભોસલેએ ટોમ ક્રૂઝની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'મને આ વાત સાંભળીને ઘણો જ આનંદ થયો કે મિસ્ટર ટોમ ક્રૂઝે 'Asha's' (બર્મિઘમ)માં સારા ભોજનના અનુભવનો આનંદ લીધો. હું આશા રાખું છું કે તેઓ જલદીથી અમારી રેસ્ટોરાંની બીજીવાર મુલાકાત લે.' તસવીરમાં બ્લેક રંગની ફુલ આર્મ્ડ ટી શર્ટ તથા બ્લૂ જીન્સ તથા મેચિંગ જેકેટમાં ટોમ ક્રૂઝ ડેશિંગ લાગે છે.

ટોમે બેવાર ચિકન ટિક્કા મસાલા મગાવ્યું
આશા ભોસલેની રેસ્ટોરાંના મેનેજર નૌમાને કહ્યું હતું કે ટોમ સાંજે છ વાગે પોતાની સિક્યોરિટી ટીમ સાથે આવ્યો હતો. તેણે એકસ્ટ્રા સ્પાઇસની સાથે બેવાર ચિકન ટિક્કા મસાલાનો ઓર્ડર આપ્યો હતો.

'મિશન ઇમ્પોસિબલ 7'ની ટીમ
'મિશન ઇમ્પોસિબલ 7'ની ટીમ

ટોમ હવે 'ટોપ ગનઃ મેવરિક'માં જોવા મળશે
સૂત્રોના મતે, 21 ઓગસ્ટના રોજ બર્મિઘમમાં ફિલ્મ 'મિશનઃ ઇમ્પોસિબલ 7'ના શૂટિંગમાંથી બ્રેક લઈને ટોમ રેસ્ટોરાંમાં આવ્યો હતો. તેણે અન્ય ઇન્ડિયન ડિશ પણ ઓર્ડર કરી હતી. ટોમ હવે 'ટોપ ગનઃ મેવરિક'માં પણ જોવા મળશે. આ ફિલ્મ 1986માં આવેલી હાઇ એક્શન ડ્રામા 'ટોપ ગન'ની સીક્વલ છે.