તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવુક ક્ષણ:ઈરફાનનો અવોર્ડ રિસીવ કરવા દીકરાએ પિતાના કપડાં પહેર્યાં, કહ્યું- 'કપડાંમાં તો ફિટ આવી શકું છું'

મુંબઈ2 મહિનો પહેલા

તાજેતરમાં 66મા ફિલ્મફેર અવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. દિવંગત ઈરફાન ખાનને ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ' માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો. આ ઉપરાંત ઈરફાનને લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ઈરફાનનો અવોર્ડ રિસીવ કરવા માટે દીકરો બાબિલ આવ્યો હતો. ખાસ વાત એ હતી કે બાબિલ અબ્બુજાન ઈરફાનના કપડાં પહેરીને આવ્યો હતો. બાબિલે આ વાતની માહિતી સો.મીડિયામાં આપી હતી. આ સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે કેમ તેની માતા સુતપા સિકંદરે અવોર્ડ સેરેમનીમાં આવવાની ના પાડી હતી.

કપડાંમાં તો ફિટ આવી શકું છું
બાબિલે વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'મમ્મા, મને તૈયાર કરી રહી છે. આથી જ જયદીપ અહલાવત, રાજકુમાર રાવ તથા આયુષ્માન ખુરાના પાસેથી અવોર્ડ લેતા સમયે મેં મારી સ્પીચમાં કહ્યું હતું કે કંઈ પણ કહેવા માટે આ જગ્યા મારા માટે નથી. લોકો હંમેશાં કહેતા હોય છે કે તું ક્યારેય પિતાના જૂતામાં ફિટ આવી શકીશ નહીં. જોકે, હું કપડાંમાં ફીટ આવી ગયો છું. હું માત્ર તમારો પ્રેમ તથા પોતીકાપણા માટે ઓડિયન્સ તથા ઈન્ડસ્ટ્રી પ્રત્યેનો આભાર વ્યક્ત કરવા માગતો હતો. તમે મને ગળે લગાવ્યો. હું કહી શકું છું કે તમે તથા આપણે આ યાત્રા સાથે કરીશું અને ભારતીય સિનેમાને નવી ઊંચાઈઓ પર પહોંચાડીશું. મારું વચન છે.'

ઈરફાનને ફેશન શો, રેમ્પ વૉક પસંદ નહોતું
બાબિલે આગળ કહ્યું હતું, 'કપડાં પાછળની એ વાત હતી કે મારા પિતા ફેશન શો તથા રેમ્પ વૉકમાં જવાનું પસંદ કરતા નહોતા, પરંતુ તે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે આ કપડાં પહેરતા હતા. ગઈ રાત્રે હું પણ એ જ કરતો હતો. નવી જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. થોડો અસહજ છું.' વીડિયોમાં સુતપા દીકરા બાબિલને તૈયાર કરે છે. બાબિલે જ્યારે માતાને પૂછ્યું કે તે સેરેમનીમાં કેમ નહીં આવે તો જવાબ મળ્યો હતો કે તે લોકોનો સામનો કરવા માગતી નથી.

આયુષ્માન પહેલી જ વાર બાબિલને મળ્યો
આયુષ્માને સો.મીડિયામાં બાબિલ સાથેની મુલાકાત અંગે વાત કરી હતી. ફોટો શૅર કરીને એક્ટરે કહ્યું હતું, 'આ ફોટો બાંદ્રાનો છે, પરંતુ તે (ઈરફાન) શાંતિથી ક્યાંક આરામ કરતા હશે. તેમની બેવડી જીતની ખુશી મનાવી રહ્યો છું. ફોરએવર ઈરફાન, બેસ્ટ એક્ટર (મેલ) તથા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. મને આ સન્માન મળ્યું કે હું ફિલ્મફેર અવોર્ડ બાબિલને આપું. પહેલી વાર હું આ પ્રેમાળ યુવકને મળ્યો. તેને ભવિષ્યમાં કંઈક સારું કરતાં જોવા માગું છું.'

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો