તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેબ લાઇફ:TMC સાંસદ નુસરતે દીકરાનું નામ પાડ્યું; બાળકને પિતાનું નામ નહીં આપે, સિંગલ મધર બનશે

કોલકાતા21 દિવસ પહેલા
  • નુસરતે 26 ઓગસ્ટના રોજ દીકરાને જન્મ આપ્યો હતો.
  • નુસરતની સાથે હોસ્પિટલમાં યશ દાસગુપ્તા હોવાની ચર્ચા.

બંગાળી અભિનેત્રી તથા TMC (તૃણમૂલ કોંગ્રેસ)ની સાસંદ નુસરત જહાંએ 16 ઓગસ્ટના રોજ કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. નુસરતને ટૂંક સમયમાં જ હોસ્પિટલમાંથી રજા મળી જશે. બાળકને જન્મ આપ્યા બાદથી જ ચર્ચા થઈ રહી છે કે આ બાળકનો પિતા કોણ છે. હવે નુસરતે પોતાના બાળકનું નામ રીવિલ કર્યું છે અને એમ પણ કહ્યું હતું કે તે સિંગલ મધર બનીને બાળકનો ઉછેર કરશે. તે બાળકને પિતાનું નામ આપશે નહીં.

શું નામ રાખ્યું?
નુસરતે પોતાના દીકરાનું નામ ઈશાન રાખ્યું છે. અંગ્રેજીમાં Yishaan નામથી ઓળખવામાં આવશે. બાળકનું નામ જાહેર થતાં જ સો.મીડિયા યુઝર્સ અટકળો લગાવી રહ્યા છે કે આ બાળકનો પિતા યશદાસ ગુપ્તા છે. કારણ કે બાળકનું નામ યશ સાથે મળતું આવે છે. સો.મીડિયામાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે નુસરતે દીકરા Yishaan (ઈશાન)નું નામ તેનું તથા યશનું નામ ભેગું કરીને પાડ્યું છે.

ડિલિવરી પહેલાં હોસ્પિટલમાંથી નુસરતે આ પોસ્ટ શૅર કરી હતી.
ડિલિવરી પહેલાં હોસ્પિટલમાંથી નુસરતે આ પોસ્ટ શૅર કરી હતી.

યશ હોસ્પિટલમાં સાથે જ હતો
માનવામાં આવે છે કે નુસરત જ્યારે હોસ્પિટલમાં એડમિટ હતી ત્યારે યશ સતત તેની સાથે હતો. બાળકના જન્મ બાદ સૌ પહેલાં તેણે જ કહ્યું હતું કે નુસરત તથા બાળક બંને સ્વસ્થ છે.

સિંગલ મધર બનશે
નસુરતે બાળકના પિતાનું નામ કહેવાની ચોખ્ખી ના પાડી દીધી છે. તેણે કહ્યું હતું કે તે સિંગલ મધર બનીને બાળકનો ઉછેર કરશે. ઉલ્લેખનીય છે કે નુસરતના પતિ નિખિલ જૈને કહ્યું હતું કે આ બાળક તેનું નથી.

નિખિલ જૈન સાથે નુસરત
નિખિલ જૈન સાથે નુસરત

ડિલિવરી બાદ પતિએ શુભેચ્છા પાઠવી
નુસરત માતા બની પછી શુભેચ્છા પાઠવતા નિખિલ જૈને કહ્યું હતું, 'હું તેની તથા તેના બાળકની સારી હેલ્થ માટે દુઆ કરે છે. ભગવાન કરે કે બાળક જીવનમાં બહુ જ આગળ જાય. નુસરત સાથેના મારા મતભેદો તેના બાળક માટે મને સારું વિચારતા અટકાવી શકે નહીં. હું તેના માટે ભલું જ ઈચ્છું છું. બાળક હેલ્થી હોય તથા તેનું ભવિષ્ય સમૃદ્ધ બને.'

બાળકનો પતિ યશદાસ ગુપ્તા હોવાની ચર્ચા
માનવામાં આવે છે કે આ બાળકનો પિતા યશદાસ ગુપ્તા છે. જોકે, યશદાસ કે નુસરતે બાળકના પિતા અંગે કોઈ જ વાત કરી નથી.

બે મહિના પહેલાં નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી
બે મહિના પહેલાં નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી હતી અને તે અંગે નિખિલે કહ્યું હતું કે તેને આ વિશે કોઈ માહિતી નથી. જો આ વાત સાચી હશે તો તે બાળક તેનુ નથી. ત્યારબાદ નુસરતે કહ્યું હતું કે તેના લગ્ન માન્ય નથી. તેથી ડિવોર્સ લેવાનો તો સવાલ જ નથી.

યશ દાસગુપ્તા સાથે નુસરત
યશ દાસગુપ્તા સાથે નુસરત

નિખિલ સાથેના લગ્ન માન્ય નથી, નુસરતનો દાવો
નુસરતે પોતાના નિવેદનમાં કહ્યું હતું, 'એક વિદેશી ધરતી પર લગ્ન થવાને કારણે તુર્કી મેરેજ રેગ્યુલેશન પ્રમાણે, અમારા લગ્ન માન્ય નથી, કારણ કે બે અલગ ધર્મના લોકો વચ્ચે લગ્ન થયા હતા. આથી આ લગ્નને ભારતમાં માન્યતા આપવાની જરૂર હતી, પરંતુ એવું થયું નહીં. આથી ડિવોર્સનો તો સવાલ જ નથી. કાયદાકીય રીતે આ લગ્ન માન્ય નથી. આ એક લિવ ઈન રિલેશનશિપ છે.'

નિખિલનો દાવો, નુસરત લગ્ન રજિસ્ટર કરાવવા તૈયાર નહોતી
નિખિલે કહ્યું, 'મેં મારો સમય અને અન્ય વસ્તુઓ પતિની જેમ જ ઈન્વેસ્ટ કરી. મારો પરિવાર, મિત્રો અને લગભગ બધાં જ જાણે છે કે મેં નુસરત માટે શું નથી કર્યું. મેં હંમેશા કોઈ પણ લાલચ વગર જ તેને સપોર્ટ કર્યો છે. જો કે લગ્નના થોડાં સમય બાદ જ મારા પ્રત્યે અને લગ્નજીવન પ્રત્યેનો તેના વ્યવહારમાં બદલાવ આવવાના શરૂ થઈ ગયા.'

લગ્ન બાદ પતિ નિખિલ સાથે
લગ્ન બાદ પતિ નિખિલ સાથે

2 વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન
નિખિલ તથા નુસરતે તુર્કીમાં 19 જૂન, 2019ના રોજ ટર્કિશ મેરેજ રેગ્યુલેશનના આધારે લગ્ન કર્યાં હતાં. આ જ કારણે નુસરતે નિખિલને પોતાના સેપરેશન માટે ડિવોર્સનું આવેદન આપવાનો ઈનકાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...