સો.મીડિયામાં અટકળો:TMC સાંસદ નુસરત જહાંએ સિક્રેટલી લગ્ન કરી લીધાં? તસવીરને કારણે ચર્ચા થઈ રહી છે

કોલકાતા3 મહિનો પહેલા
2019માં તુર્કીમાં લગ્ન સમયે નુસરત જહાં.
  • નુસરત જહાંએ યશ દાસગુપ્તાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો
  • બર્થડે પર શૅર કરેલી તસવીરને કારણે લગ્નની ચર્ચાઓ શરૂ

તૃણમૂલ સાંસદ તથા બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. બાળકને કારણે નુસરત પર સવાલો કરવામાં આવી રહ્યા છે. ક્યારેક બાળકના પિતા અંગે તો ક્યારેક યશ દાસગુપ્તાના સંબંધો અંગે પણ સવાલ કરવામાં આવી રહ્યા છે. નસુરતે આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. હાલમાં જ નુસરતે સો.મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી હતી અને આ તસવીરો પરથી લાગી રહ્યું છે કે નુસરતે લગ્ન કરી લીધાં છે.

નુસરતે યશનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો
હાલમાં જ નુસરત જહાંએ યશ દાસગુપ્તાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેણે સો.મીડિયામાં આ તસવીરો શૅર કરી હતી, જેમાંથી એક તસવીરે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરમાં યશ દાસગુપ્તાની બર્થડે કેક જોવા મળે છે. આ કેક પર હેપ્પી બર્થડે હસબન્ડ તથા ડેડ લખેલું છે. આ તસવીર જોયા બાદ ચાહકો અટકળ કરી રહ્યા છે કે નુસરતે યશ સાથે લગ્ન કરી લીધાં છે. જોકે બંનેમાંથી કોઈએ લગ્ન અંગે કોઈ વાત કરી નથી. આ તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે.

નુસરતે શૅર કરેલી તસવીરો

ડિનર ડેટ પર નુસરતા તથા યશ.
ડિનર ડેટ પર નુસરતા તથા યશ.
યશની બર્થડે કેક પર પહેલા હસબન્ડ ને પછી ડેડ લખેલું જોવા મળે છે.
યશની બર્થડે કેક પર પહેલા હસબન્ડ ને પછી ડેડ લખેલું જોવા મળે છે.

26 ઓગસ્ટે જન્મ આપ્યો
નુસરત જહાંએ કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં 26 ઓગસ્ટે દીકરાને જન્મ આપ્યો હતો. આ સમયે તેની સાથે યશ દાસગુપ્તા હતો. નુસરતે દીકરાનું નામ ઈશાન રાખ્યું છે. નુસરત હોસ્પિટલમાં રજા લઈને ઘરે ગઈ ત્યારે તેની સાથે યશ દાસગુપ્તા હતો. આટલું જ નહીં, યશના ખોળામાં ઈશાન જોવા મળ્યો હતો.

હોસ્પિટલની બહાર યશના ખોળામાં બાળક તથા ચાહકોને હાથ જોડતી નુસરત.
હોસ્પિટલની બહાર યશના ખોળામાં બાળક તથા ચાહકોને હાથ જોડતી નુસરત.

બાળકનો પિતા યશ દાસગુપ્તા
નુસરતના બાળકના બર્થ રજિસ્ટ્રેશનની ડિટેલ સામે આવી હતી, એમાં બાળકનું નામ ઈશાન દાસગુપ્તા લખવામાં આવ્યું છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દાખલ ડોક્યુમેન્ટ અનુસાર, પિતાનું નામ દેબાશીસ દાસગુપ્તા લખવામાં આવ્યું છે, જે એક્ટર યશ દાસગુપ્તાનું ઓફિશિયલ નામ છે. એનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે નુસરતા જહાંના દીકરાના પિતાનું નામ યશ દાસગુપ્તા છે.

નિખિલ સાથે નુસરત.
નિખિલ સાથે નુસરત.

2 વર્ષ પહેલાં કર્યાં હતાં લગ્ન
નિખિલ તથા નુસરતે તુર્કીમાં 19 જૂન, 2019ના રોજ ટર્કિશ મેરેજ રેગ્યુલેશનના આધારે લગ્ન કર્યાં હતાં. લગ્નના થોડા સમય બાદ નુસરત તથા નિખિલ અલગ થઈ ગયાં હતાં. બંનેએ હજી સુધી ડિવોર્સ લીધા નથી. નુસરતે કહ્યું હતું કે તેના લગ્ન કાયદેસર રીતે માન્ય નથી અને તેથી જ ડિવોર્સ લેવાનો સવાલ નથી. નિખિલે આ બાળક પોતાનું ન હોવાની વાત કહી હતી.