ગુડ ન્યૂઝ:TMC સાંસદ નુસરત જહાંને દીકરો જન્મ્યો, બાળકના પિતા અંગે સસ્પેન્સ, પતિએ કહ્યું હતું- આ બાળક મારું નથી

કોલકાતા2 મહિનો પહેલા
  • ડિલિવરીના થોડાં કલાક પહેલાં જ નુસરતે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી.

TMC (તૃણમૂલ કોંગ્રેસ)ની સાંસદ તથા બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ 26 ઓગસ્ટ, ગુરુવારના રોજ કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો છે. નુસરત તથા બાળક બંનેની તબિયત સારી છે. નોંધનીય છે કે નુસરતે 2019માં નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. જોકે, જૂન, 2021માં નિખિલ જૈને કહ્યું હતું કે નુસરત પ્રેગ્નન્ટ હોય તો તે બાળક તેનું નથી. ચર્ચા છે કે નુસરત તથા બંગાળી એક્ટર યશદાસ ગુપ્તા વચ્ચે સંબંધો છે અને આ બાળક યશદાસ ગુપ્તાનું છે. અલબત્ત, બેમાંથી કોઈએ હજી સુધી બાળકના પિતા અંગે કોઈ વાત કરી નથી. નુસરતે બાળકને જન્મ આપ્યો પછી નિખિલ જૈને શુભેચ્છા પાઠવી હતી.

બુધવારે એડમિટ થઈ હતી
નુસરત 25 ઓગસ્ટ, બુધવારના રોજ કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. બંગાળી ન્યૂઝપેપર આનંદ બજાર પત્રિકાના અહેવાલ પ્રમાણે, નુસરતે ડૉક્ટર્સને ખાસ વિનંતી કરી હતી કે ડિલિવરી સમયે યશને તેની સાથે રહેવા દે. જોકે, યશ હાજર રહ્યો હતો કે નહીં, તેની માહિતી મળી શકી નથી.

ડિલિવરી પહેલાં સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
નુસરતે બાળકને જન્મ આપ્યા તે પહેલાં સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. નુસરતે પોતાની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ડર ઉપર શ્રદ્ધા.'

પતિ નિખિલે શુભેચ્છા પાઠવી
નુસરત માતા બની પછી શુભેચ્છા પાઠવતા નિખિલ જૈને કહ્યું હતું, 'હું તેની તથા તેના બાળકની સારી હેલ્થ માટે દુઆ કરે છે. ભગવાન કરે કે બાળક જીવનમાં બહુ જ આગળ જાય. નુસરત સાથેના મારા મતભેદો તેના બાળક માટે મને સારું વિચારતા અટકાવી શકે નહીં. હું તેના માટે ભલું જ ઈચ્છું છું. બાળક હેલ્થી હોય તથા તેનું ભવિષ્ય સમૃદ્ધ બને.'

યશદાસ-નુસરતે એક સરખી પોસ્ટ શૅર કરી
મંગળવાર, 24 ઓગસ્ટના રોજ નુસરત જહા તથા યશદાસ ગુપ્તાએ એક જેવી જ સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટ પરથી લાગે છે કે બંને સાથે જ બહાર ગયા હતા. ઉલ્લેખનીય છે કે ચર્ચા છે કે નુસરત તથા યશદાસ એકબીજાને ડેટ કરે છે અને આ બાળક પણ યશદાસ ગુપ્તાનું હોવાની ચર્ચા છે.

યશ-નુસરતની સો.મીડિયા પોસ્ટ
યશ-નુસરતની સો.મીડિયા પોસ્ટ

રાજસ્થાનમાં નુસરત-યશ સાથે વેકેશન પર ગયાં હતાં
વર્ષ 2020માં નુસરત તથા યશ ફિલ્મ 'SOS કોલકાતા'ના શૂટિંગ દરમિયાન એકબીજાને ડેટ કરતાં થઈ ગયા હોવાની ચર્ચા છે. આ દરમિયાન બંને રાજસ્થાન ટ્રિપ પર વેકેશન મનાવવા પણ ગયાં હતાં.

નુસરત તથા યશે બે બંગાળી ફિલ્મમાં સાથે કામ કર્યું છે.
નુસરત તથા યશે બે બંગાળી ફિલ્મમાં સાથે કામ કર્યું છે.

બે મહિના પહેલાં નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી
બે મહિના પહેલાં નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી હતી અને તે અંગે નિખિલે કહ્યું હતું કે તેને આ વિશે કોઈ માહિતી નથી. જો આ વાત સાચી હશે તો તે બાળક તેનુ નથી. ત્યારબાદ નુસરતે કહ્યું હતું કે તેના લગ્ન માન્ય નથી. તેથી ડિવોર્સ લેવાનો તો સવાલ જ નથી.

નિખિલ સાથેના લગ્ન માન્ય નથી, નુસરતનો દાવો
નુસરતે પોતાના નિવેદનમાં કહ્યું હતું, 'એક વિદેશી ધરતી પર લગ્ન થવાને કારણે તુર્કી મેરેજ રેગ્યુલેશન પ્રમાણે, અમારા લગ્ન માન્ય નથી, કારણ કે બે અલગ ધર્મના લોકો વચ્ચે લગ્ન થયા હતા. આથી આ લગ્નને ભારતમાં માન્યતા આપવાની જરૂર હતી, પરંતુ એવું થયું નહીં. આથી ડિવોર્સનો તો સવાલ જ નથી. કાયદાકીય રીતે આ લગ્ન માન્ય નથી. આ એક લિવ ઈન રિલેશનશિપ છે.'

નિખિલનો દાવો, નુસરત લગ્ન રજિસ્ટર કરાવવા તૈયાર નહોતી
નિખિલે કહ્યું, 'મેં મારો સમય અને અન્ય વસ્તુઓ પતિની જેમ જ ઈન્વેસ્ટ કરી. મારો પરિવાર, મિત્રો અને લગભગ બધાં જ જાણે છે કે મેં નુસરત માટે શું નથી કર્યું. મેં હંમેશા કોઈ પણ લાલચ વગર જ તેને સપોર્ટ કર્યો છે. જો કે લગ્નના થોડાં સમય બાદ જ મારા પ્રત્યે અને લગ્નજીવન પ્રત્યેનો તેના વ્યવહારમાં બદલાવ આવવાના શરૂ થઈ ગયા.'

તૂર્કીમાં લગ્ન બાદ નુસરત તથા નિખિલ
તૂર્કીમાં લગ્ન બાદ નુસરત તથા નિખિલ

2 વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન
નિખિલ તથા નુસરતે તુર્કીમાં 19 જૂન, 2019ના રોજ ટર્કિશ મેરેજ રેગ્યુલેશનના આધારે લગ્ન કર્યાં હતાં. આ જ કારણે નુસરતે નિખિલને પોતાના સેપરેશન માટે ડિવોર્સનું આવેદન આપવાનો ઈનકાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...