તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ:ડિલિવરી બાદ TMC સાંસદ નુસરત જહાંને રજા મળી, યશ દાસગુપ્તાના ખોળામાં બાળક જોવા મળ્યું

કોલકાતા22 દિવસ પહેલા
  • નુસરતે 26 ઓગસ્ટના રોજ પ્રાઇવેટ હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો.

TMC સાંસદ તથા લોકપ્રિય બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ 26 ઓગસ્ટના રોજ કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. હાલમાં જ નુસરતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. નુસરતની સાથે તેનો કથિત પ્રેમી યશ દાસગુપ્તા પણ જોવા મળ્યો હતો. યશના ખોળામાં બાળક હતું. યશ તથા નુસરત આ રીતે સાથે જોવા મળતા ફરી તેમના અફેરની અટકળો થવા લાગી છે.

નુસરત પોતાના ઘરે જ રહેશે
માનવામાં આવતું હતું કે નુસરતને 31 ઓગસ્ટ, મંગળવારે હોસ્પિટલમાંથી રજા મળશે, પરંતુ તેને એક દિવસ પહેલાં એટલે કે 30 ઓગસ્ટે રજા મળી ગઈ હતી. હોસ્પિટલમાંથી બહાર આવતા સમયે નુસરતની સાથે યશ દાસગુપ્તા હતો. ઉલ્લેખનીય છે કે નુસરતે પોતાના બાળકનું નામ ઈશાન (Yishaan) રાખ્યું છે. યશે જ ઈશાનને ખોળામાં રાખ્યો હતો. યશ કારમાં નુસરત તથા ઈશાનને લઈને ઘરે આવ્યો હતો. સૂત્રોના મતે, નુસરત પોતાના કોલકાતામાં આવેલા પામ એવન્યૂ સ્થિત ઘરમાં જ રહેશે.

બે મહિના પહેલાં નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી હતી.
બે મહિના પહેલાં નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી હતી.

બાળકનો પિતા યશ જ હોવાની ચર્ચા
નુસરત તથા યશ હોસ્પિટલની બહાર આ રીતે સાથે જોવા મળતા સો.મીડિયામાં ચર્ચા થવા લાગી કે આ બાળકનો પિતા યશ જ છે. જોકે, બંનેમાંથી કોઈએ હજી સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. ઈશાનને અંગ્રેજીમાં Yishaan લખવામાં આવે છે. આ નામ યશ સાથે ખાસ્સું મળતું આવે છે.

નુસરત સિંગલ મધર બનશે
નસુરતે બાળકના પિતાનું નામ કહેવાની ચોખ્ખી ના પાડી દીધી છે. તેણે કહ્યું હતું કે તે સિંગલ મધર બનીને બાળકનો ઉછેર કરશે. ઉલ્લેખનીય છે કે નુસરતના પતિ નિખિલ જૈને કહ્યું હતું કે આ બાળક તેનું નથી.

હોસ્પિટલની બહાર યશના ખોળામાં બાળક તથા ચાહકોને હાથ જોડતી નુસરત
હોસ્પિટલની બહાર યશના ખોળામાં બાળક તથા ચાહકોને હાથ જોડતી નુસરત

યશ હોસ્પિટલમાં સાથે જ હતો
માનવામાં આવે છે કે નુસરત જ્યારે હોસ્પિટલમાં એડમિટ હતી ત્યારે યશ સતત તેની સાથે હતો. બાળકના જન્મ બાદ સૌ પહેલાં તેણે જ કહ્યું હતું કે નુસરત તથા બાળક બંને સ્વસ્થ છે.

ડિલિવરી બાદ પતિએ શુભેચ્છા પાઠવી
નુસરત માતા બની પછી શુભેચ્છા પાઠવતા નિખિલ જૈને કહ્યું હતું, 'હું તેની તથા તેના બાળકની સારી હેલ્થ માટે દુઆ કરે છે. ભગવાન કરે કે બાળક જીવનમાં બહુ જ આગળ જાય. નુસરત સાથેના મારા મતભેદો તેના બાળક માટે મને સારું વિચારતા અટકાવી શકે નહીં. હું તેના માટે ભલું જ ઈચ્છું છું. બાળક હેલ્થી હોય તથા તેનું ભવિષ્ય સમૃદ્ધ બને.'

યશ દાસગુપ્તા સાથે નુસરત
યશ દાસગુપ્તા સાથે નુસરત

બે મહિના પહેલાં નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી
બે મહિના પહેલાં નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી હતી અને તે અંગે નિખિલે કહ્યું હતું કે તેને આ વિશે કોઈ માહિતી નથી. જો આ વાત સાચી હશે તો તે બાળક તેનુ નથી. ત્યારબાદ નુસરતે કહ્યું હતું કે તેના લગ્ન માન્ય નથી. તેથી ડિવોર્સ લેવાનો તો સવાલ જ નથી.

નિખિલ સાથેના લગ્ન માન્ય નથી, નુસરતનો દાવો
નુસરતે પોતાના નિવેદનમાં કહ્યું હતું, 'એક વિદેશી ધરતી પર લગ્ન થવાને કારણે તુર્કી મેરેજ રેગ્યુલેશન પ્રમાણે, અમારા લગ્ન માન્ય નથી, કારણ કે બે અલગ ધર્મના લોકો વચ્ચે લગ્ન થયા હતા. આથી આ લગ્નને ભારતમાં માન્યતા આપવાની જરૂર હતી, પરંતુ એવું થયું નહીં. આથી ડિવોર્સનો તો સવાલ જ નથી. કાયદાકીય રીતે આ લગ્ન માન્ય નથી. આ એક લિવ ઈન રિલેશનશિપ છે.'

નિખિલ જૈન સાથે નુસરત
નિખિલ જૈન સાથે નુસરત

નિખિલનો દાવો, નુસરત લગ્ન રજિસ્ટર કરાવવા તૈયાર નહોતી
નિખિલે કહ્યું, 'મેં મારો સમય અને અન્ય વસ્તુઓ પતિની જેમ જ ઈન્વેસ્ટ કરી. મારો પરિવાર, મિત્રો અને લગભગ બધાં જ જાણે છે કે મેં નુસરત માટે શું નથી કર્યું. મેં હંમેશા કોઈ પણ લાલચ વગર જ તેને સપોર્ટ કર્યો છે. જો કે લગ્નના થોડાં સમય બાદ જ મારા પ્રત્યે અને લગ્નજીવન પ્રત્યેનો તેના વ્યવહારમાં બદલાવ આવવાના શરૂ થઈ ગયા.'

2 વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન
નિખિલ તથા નુસરતે તુર્કીમાં 19 જૂન, 2019ના રોજ ટર્કિશ મેરેજ રેગ્યુલેશનના આધારે લગ્ન કર્યાં હતાં. આ જ કારણે નુસરતે નિખિલને પોતાના સેપરેશન માટે ડિવોર્સનું આવેદન આપવાનો ઈનકાર કર્યો છે.

હોસ્પિટલમાંથી ઘરે આવતી નુસરત

અન્ય સમાચારો પણ છે...