દિવાળીની ઉજવણી:સેંથામાં સિંદૂર ને પર્પલ સાડી પહેરીને TMC સાંસદ નુસરત જહાંએ યશ દાસગુપ્તા ને દીકરા સાથે સેલિબ્રેશન કર્યું

કોલકાતા25 દિવસ પહેલા
  • નુસરતે સો.મીડિયામાં દિવાળી સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી

તૃણમલ સાંસદ તથા બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં ફરી એકવાર ચર્ચામાં છે. દિવાળીના તહેવારમાં નુસરત જહાં દીકરા તથા એક્ટર યશ દાસગુપ્તા સાથે જોવા મળી હતી. નુસરત સોળ શ્રૃંગારમાં જોવા મળી હતી. જોકે, નુસરતના સેંથામાં સિંદૂર સાથે જોવા મળી હતી.

સેંથામાં સિંદૂર ને હાથમાં બંગડીઓ
સો.મીડિયામાં નુસરતે દિવાળી સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં નુસરત, દીકરો ઈશાન તથા યશ દાસગુપ્તા ત્રણેય એક જ રંગના કપડાંમાં જોવા મળે છે. નુસરતે પર્પલ રંગની સાડી પહેરી હતી અને તેમાં ગોલ્ડન એમ્બ્રોડરી હતી. આ સાથે જ મેચિંગ ઇયરરિંગ્સ તથા વાળ ખુલ્લા રાખ્યા હતા. એક્ટ્રેસના સેંથામાં સિંદૂર જોવા મળ્યો હતો. યશે પર્પલ રંગનો કુર્તા પાયજામો પહેર્યો હતો. ઈશાન પણ એ જ રંગના કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો. ભલે નુસરત કે યશે પોતાના સંબંધો અંગે ઓફિશિયલ જાહેરાત ના કરી હોય, પરંતુ આ તસવીરોમાં તેમની કેમિસ્ટ્રી તથા બોન્ડિંગ જોવા મળ્યું હતું.

સો.મીડિયામાં ટ્રોલ થઈ
નુસરત તસવીરોને કારણે સો. મીડિયામાં ટ્રોલ થઈ છે. સો.મીડિયા યુઝર્સે કહ્યું હતું કે મુસ્લિમ થઈને દિવાળી કેવી રીતે સેલિબ્રેટ કરી શકે. સેંથામાં સિંદૂર પણ પૂરી શકે નહીં. અન્ય એક યુઝરે કહ્યું હતું કે તે ફરીથી ફતવો જાહેર કરાવીને જ માનશે.

સિક્રેટ લગ્ન કર્યા હોવાની ચર્ચા
ગયા મહિને નુસરત જહાંએ યશ દાસગુપ્તાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેણે સો.મીડિયામાં આ તસવીરો શૅર કરી હતી, જેમાંથી એક તસવીરે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરમાં યશ દાસગુપ્તાની બર્થડે કેક જોવા મળે છે. આ કેક પર હેપ્પી બર્થડે હસબન્ડ તથા ડેડ લખેલું છે. આ તસવીર જોયા બાદ ચાહકો અટકળ કરી રહ્યા છે કે નુસરતે યશ સાથે લગ્ન કરી લીધાં છે. જોકે બંનેમાંથી કોઈએ લગ્ન અંગે કોઈ વાત કરી નથી. આ તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે.

26 ઓગસ્ટે જન્મ આપ્યો
નુસરત જહાંએ કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં 26 ઓગસ્ટે દીકરાને જન્મ આપ્યો હતો. આ સમયે તેની સાથે યશ દાસગુપ્તા હતો. નુસરતે દીકરાનું નામ ઈશાન રાખ્યું છે. નુસરત હોસ્પિટલમાં રજા લઈને ઘરે ગઈ ત્યારે તેની સાથે યશ દાસગુપ્તા હતો. આટલું જ નહીં, યશના ખોળામાં ઈશાન જોવા મળ્યો હતો.

બાળકનો પિતા યશ દાસગુપ્તા
નુસરતના બાળકના બર્થ રજિસ્ટ્રેશનની ડિટેલ સામે આવી હતી, એમાં બાળકનું નામ ઈશાન દાસગુપ્તા લખવામાં આવ્યું છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દાખલ ડોક્યુમેન્ટ અનુસાર, પિતાનું નામ દેબાશીસ દાસગુપ્તા લખવામાં આવ્યું છે, જે એક્ટર યશ દાસગુપ્તાનું ઓફિશિયલ નામ છે. એનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે નુસરતા જહાંના દીકરાના પિતાનું નામ યશ દાસગુપ્તા છે.

અન્ય સમાચારો પણ છે...