બંગાળી એક્ટ્રેસ તથા TMC (તૃણમુલ કોંગ્રેસ) સાંસદ નુસરત જહાં આજકાલમાં પહેલાં સંતાનને જન્મ આપે તેવી શક્યતા છે. સૂત્રોના મતે, નુસરત જહાં કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ થઈ છે. નોંધનીય છે કે નુસરતના બાળકનો પિતા એક્ટર યશદાસ ગુપ્તા હોવાની શક્યતા છે. જોકે, બંનેમાંથી કોઈએ બાળકના પિતા અંગે વાત કરી નથી.
26મીએ સંતાનને જન્મ આપે તેવી શક્યતા
બંગાળી ન્યૂઝ પેપર આનંદ બજાર પત્રિકાના અહેવાલ પ્રમાણે, નુસરત જહાં 25 ઓગસ્ટના રોજ પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ થઈ છે. તે બીજા દિવસે એટલે કે 26 ઓગસ્ટ, ગુરુવારે પ્રથમ બાળકને જન્મ આપે તેવી સંભાવના છે. નુસરત જહાંની ડ્યૂ ડેટ ઓગસ્ટના અંતિમ દિવસોમાં તથા સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નુસરતે ડૉક્ટર્સને ખાસ વિનંતી કરી છે કે ડિલિવરી સમયે યશને તેની સાથે રહેવા દે. જોકે, યશ તેની સાથે રહેશે કે નહીં તે એ પણ એક સવાલ છે.
યશદાસ-નુસરતે એક સરખી પોસ્ટ શૅર કરી
મંગળવાર, 24 ઓગસ્ટના રોજ નુસરત જહા તથા યશદાસ ગુપ્તાએ એક જેવી જ સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટ પરથી લાગે છે કે બંને સાથે જ બહાર ગયા હતા. ઉલ્લેખનીય છે કે ચર્ચા છે કે નુસરત તથા યશદાસ એકબીજાને ડેટ કરે છે અને આ બાળક પણ યશદાસ ગુપ્તાનું હોવાની ચર્ચા છે.
રાજસ્થાનમાં નુસરત-યશ સાથે વેકેશન પર ગયાં હતાં
વર્ષ 2020માં નુસરત તથા યશ ફિલ્મ 'SOS કોલકાતા'ના શૂટિંગ દરમિયાન એકબીજાને ડેટ કરતાં થઈ ગયા હોવાની ચર્ચા છે. આ દરમિયાન બંને રાજસ્થાન ટ્રિપ પર વેકેશન મનાવવા પણ ગયાં હતાં.
બે મહિના પહેલાં નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી
બે મહિના પહેલાં નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી હતી અને તે અંગે નિખિલે કહ્યું હતું કે તેને આ વિશે કોઈ માહિતી નથી. જો આ વાત સાચી હશે તો તે બાળક તેનુ નથી. ત્યારબાદ નુસરતે કહ્યું હતું કે તેના લગ્ન માન્ય નથી. તેથી ડિવોર્સ લેવાનો તો સવાલ જ નથી.
નિખિલ સાથેના લગ્ન માન્ય નથી, નુસરતનો દાવો
નુસરતે પોતાના નિવેદનમાં કહ્યું હતું, 'એક વિદેશી ધરતી પર લગ્ન થવાને કારણે તુર્કી મેરેજ રેગ્યુલેશન પ્રમાણે, અમારા લગ્ન માન્ય નથી, કારણ કે બે અલગ ધર્મના લોકો વચ્ચે લગ્ન થયા હતા. આથી આ લગ્નને ભારતમાં માન્યતા આપવાની જરૂર હતી, પરંતુ એવું થયું નહીં. આથી ડિવોર્સનો તો સવાલ જ નથી. કાયદાકીય રીતે આ લગ્ન માન્ય નથી. આ એક લિવ ઈન રિલેશનશિપ છે.'
નિખિલનો દાવો, નુસરત લગ્ન રજિસ્ટર કરાવવા તૈયાર નહોતી
નિખિલે કહ્યું, 'મેં મારો સમય અને અન્ય વસ્તુઓ પતિની જેમ જ ઈન્વેસ્ટ કરી. મારો પરિવાર, મિત્રો અને લગભગ બધાં જ જાણે છે કે મેં નુસરત માટે શું નથી કર્યું. મેં હંમેશા કોઈ પણ લાલચ વગર જ તેને સપોર્ટ કર્યો છે. જો કે લગ્નના થોડાં સમય બાદ જ મારા પ્રત્યે અને લગ્નજીવન પ્રત્યેનો તેના વ્યવહારમાં બદલાવ આવવાના શરૂ થઈ ગયા.'
2 વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન
નિખિલ તથા નુસરતે તુર્કીમાં 19 જૂન, 2019ના રોજ ટર્કિશ મેરેજ રેગ્યુલેશનના આધારે લગ્ન કર્યાં હતાં. આ જ કારણે નુસરતે નિખિલને પોતાના સેપરેશન માટે ડિવોર્સનું આવેદન આપવાનો ઈનકાર કર્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.