સેલેબ લાઇફ:ટીના અંબાણીની ભત્રીજીના સીમંતમાં સોનમથી લઈ અર્જુન કપૂર સહિતના સેલેબ્સ સામેલ થયા

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંતરાએ અનિલ કપૂરની બહેન રીનાના દીકરા મોહિત સાથે 2018માં લગ્ન કર્યા હતા

રિયા કપૂરે 14 ઓગસ્ટના રોજ લગ્ન કર્યા હતા. હવે કપૂર પરિવારમાં બીજો રૂડો પ્રસંગ આવ્યો છે. હવે અનિલ કપૂરની બહેન રીના કપૂરની વહુ અંતરા મારવાહનું સીમંત ભરવામાં આવ્યું છે. અંતરા મારવાહ જાણીતી પૂર્વ એક્ટ્રેસ ટીના અંબાણીની બહેનની દીકરી છે.

સો.મીડિયામાં સીમંતની તસવીરો વાઇરલ
સો.મીડિયામાં અંતરાના સીમંતની તસવીરો વાઇરલ થઈ છે. કપૂર પરિવાર તથા અન્ય મહેમાનો ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળે છે. સોનમ કપૂરે લાઇટર પિંક કુર્તા સાથે મેચિંગ દુપટ્ટો કેરી કર્યો છે. રિયાએ બેબી બ્લૂ રંગના આઉટફિટ પહેર્યા છે. ખુશી, શનાયા તથા અંશુલા કપૂરે બ્લૂ રંગ, લેમન યલો તથા બ્રાઇટ પિંક રંગના લહેંગા પહેર્યા છે. સંજય કપૂર દીકરી શનાયા તથા પત્ની મહિપ સાથે આવ્યો હતો. અર્જુન કપૂર બહેન અંશુલા સાથે આવ્યો હતો.

તસવીરમાં અંતરાનું સીમંત...

ફેશન ડિઝાઇનર કુનાલ રાવલ સાથે અંતરા
ફેશન ડિઝાઇનર કુનાલ રાવલ સાથે અંતરા
અંતરા મહેમાનો સાથે
અંતરા મહેમાનો સાથે
મહિપ કપૂર પરિવારના સભ્ય સાથે
મહિપ કપૂર પરિવારના સભ્ય સાથે
અંશુલા, મોહિત, અંતરા, અર્જુન, રિયા, સોનમ, ખુશી તથા શનાયા
અંશુલા, મોહિત, અંતરા, અર્જુન, રિયા, સોનમ, ખુશી તથા શનાયા
અંતરા તથા પરિવારના અન્ય સભ્યો વિધિ દરમિયાન
અંતરા તથા પરિવારના અન્ય સભ્યો વિધિ દરમિયાન
અંશુલા, મોહિત, અંતરા, અર્જુન, રિયા, સોનમ, ખુશી તથા શનાયા
અંશુલા, મોહિત, અંતરા, અર્જુન, રિયા, સોનમ, ખુશી તથા શનાયા
શનાયા, મહિપ તથા ખુશી
શનાયા, મહિપ તથા ખુશી
અંશુલા, સોનમ, અંતરા, ખુશી, રિયા તથા શનાયા
અંશુલા, સોનમ, અંતરા, ખુશી, રિયા તથા શનાયા

સીમંતમાં કપૂર પરિવારના આ સભ્યો ના જોવા મળ્યા
અંતરા મારવાહના સીમંતમાં રિયાનો પતિ કરન બુલાની, શનાયા કપૂરનો ભાઈ તથા સંજય કપૂરનો દીકરો જહાન, અનિલ કપૂરનો દીકરો હર્ષવર્ધન કપૂર, જાહન્વી કપૂર તથા સોનમ કપૂરનો પતિ આનંદ આહુજા જોવા મળ્યા નહોતા.

2018માં લગ્ન કર્યાં
અંતરા તથા મોહિત મારવાહે 2018માં UAE (યુનાઇટેડ આરબ અમીરાત)માં લગ્ન કર્યાં હતાં. મોહિતે પોતાની કરિયરની શરૂઆત વિક્રમ ભટ્ટની ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી, જેમાં 'ઇલાન', 'જુર્મ' તથા 'દીવાને હુયે પાગલ' સામેલ છે. મોહિતે 2014માં 'ફુગ્લી'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે 'રાગ દેશ'માં જોવા મળ્યો હતો. મોહિતને જોઈએ તેવી સફળતા મળી નથી.