'ડિસ્કો ડાન્સર' ફૅમ ડિેરેક્ટરની પત્નીનું અવસાન:તિલોત્તિમ્મા કિડની તથા ફેફસાંની ગંભીર બીમારીથી પીડિત હતાં

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મમેકર બી સુભાષની પત્ની તિલોત્તિમ્માનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. 67 વર્ષીય તિલોત્તિમ્મા છેલ્લાં છ વર્ષથી કિડની અને ફેફસાંની બીમારીથી પીડાતાં હતાં. બી સુભાષને 'ડિસ્કો ડાન્સર' ફિલ્મ માટે ઓળખવામાં આવ્યા હતા.

પત્નીની સારવાર કરાવવાના પૈસા નહોતા
સુભાષની પત્નીની સારવાર છેલ્લાં પાંચ વર્ષથી મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં ચાલતી હતી. આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે સુભાષ પાસે પત્નીની સારવાર કરાવવાના પૈસા નહોતા.

છ વર્ષ પહેલાં ડૉક્ટરે કહ્યું હતું કે તિલોત્તિમ્માને કિડનીની બીમારી છે. સુભાષે પત્નીને કિડની આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ સારવાર દરમિયાન ફેફસાંની બીમારી હોવાનું સામે આવ્યું હતું. ફેફસાં પર અસર ના પડે તે માટે ડૉક્ટર્સે કિડની ટ્રાન્સફર કરવાની ના પાડી દીધી છે. છેલ્લાં કેટલાંક સમયથી તબિયત લથડતી જતી હતી.

સલમાન ખાન-મિથુનદાએ મદદ કરી
બી સુભાષને બે દીકરીઓ ને દીકરાઓ છે. સુભાષે 18થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. કોરોનાકાળમાં સુભાષની આર્થિક સ્થિતિ ખરાબ થી હતી. દીકરી શ્વેતાએ ઇન્ડસ્ટ્રીમાં મદદ માગી હતી. સલમાન ખાન, મિથુન ચક્રવર્તી, જૂહી ચાવલા, ભૂષણ કુમાર, રતન જૈન, ડિમ્પલ કાપડિયા, અનિલ કપૂર સહિતના સેલેબ્સે મદદ કરી હતી.

1982માં ઓળખ મળી
બી સુભાષનું પૂરું નામ બબ્બર સુભાષ છે. તેમણે 1978માં ફિલ્મ 'અપના ખૂન'થી ડિરેક્શનમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ સુભાષે 'જાલિમ', 'તકદીર કા બાદશાહ', 'કસમ પૈદા કરને વાલે કી', 'એડવેન્ચર ઑફ ટાર્ઝન', 'લવ લવ લવ', 'કમાન્ડો' જેવી ફિલ્મ ડિરેક્ટ કરી છે. જોકે, બબ્બર સુભાષને 1982માં 'ડિસ્કો ડાન્સર'થી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી લીડ રોલમાં છે.

અન્ય સમાચારો પણ છે...