બોલિવૂડના ટોપ 10 ટિક્ટોક સ્ટાર:શિલ્પા ફની વીડિયો બનાવીને સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર એક્ટ્રેસ, લિસ્ટમાં રિતેશ, નેહા કક્કર, દીપિકા જેવા નામ પણ સામેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારે સોમવારે 59 ચાઈનીઝ એપ બેન કરી દીધી છે. આ બધી એપ્સમાં ટિક્ટોક સૌથી વધુ ફેમસ છે. આ એપ મનોરંજન સાથે નામ અને કમાણી પ્રાપ્ત કરવાનું માધ્યમ પણ બની ગયું હતું. સામાન્ય લોકોની સાથે ઘણા સેલેબ્સ પણ આ એપ યુઝ કરતા હતા.

શિલ્પા શેટ્ટી ટિક્ટોક પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર બોલિવૂડ એક્ટ્રેસ છે જે ક્યારેક તેના પતિ, અન્ય ફેમિલી મેમ્બર્સ સાથે તો કોઈવાર હાઉસ સ્ટાફ સાથે ફની વીડિયો બનાવીને શેર કરતી હતી.

બોલિવૂડના મોટા ભાગના એક્ટર્સ મોટેભાગે ફની વીડિયો શેર કરીને લોકોને એન્ટરટેન કરતા હતા. કોઈ આ પ્લેટફોર્મ પર તેમના ફિલ્મ કે સોન્ગ પ્રમોટ કરતા હતા તો કોઈ ડાન્સિંગ, સિંગિંગ અને કુકીંગનું ટેલેન્ટ દેખાડતા હતા.

સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર 10 સેલેબ્સ 
1. શિલ્પા શેટ્ટી (બોલિવૂડ એક્ટ્રેસ)
ફોલોઅર્સ: 19.6 મિલિયન 

શિલ્પા વધારે તેના પતિ રાજ કુન્દ્રા સાથે ફની વીડિયો બનાવતી હતી. બ્રાન્ડ્સને પ્રમોટ કરતી અને ફિટનેસ માટે ટિપ્સ શેર કરતી. તેના યોગ સેશનના અમુક વીડિયો પણ શેર કરતી હતી. 

2. નેહા કક્કર (પ્લેબેક સિંગર)
ફોલોઅર્સ: 17.2 મિલિયન 

નેહા તેના સોન્ગ પ્રમોટ કરતી હતી. ફેન્સ માટે ગીત પર લિપસિંક, ઈમોશનલ અને ફની એક્ટિંગ કરતી હતી. ડાન્સ વીડિયો પણ શેર કરતી હતી.

3. રિતેશ દેશમુખ (બોલિવૂડ એક્ટર)
ફોલોઅર્સ: 15.9 મિલિયન 

રિતેશ મોટેભાગે ફની વીડિયો બનાવીને ફેન્સને એન્ટરટેન કરે છે.

4. જેકલીન ફર્નાન્ડિઝ 
ફોલોઅર્સ: 13.6 મિલિયન 

જેકલીન બ્રાન્ડ્સને પ્રમોટ કરવાની સાથે-સાથે તેની એક્ટિવિટી પણ શેર કરતી હતી. સાથે જ બોલિવૂડ ફિલ્મના સીન પર લિપસિંક પણ કરે છે.

5. ભારતી સિંહ (કોમેડિયન)
ફોલોઅર્સ: 13.5 મિલિયન 

ભારતી સિંહ ફની વીડિયો બનાવે છે.

6. દીપિકા પાદુકોણ (બોલિવૂડ એક્ટ્રેસ)
ફોલોઅર્સ: 6.8 મિલિયન 

દીપિકા તેની ફિલ્મના પ્રમોશન માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને ડાન્સ વીડિયો પણ શેર કરે છે.

7. ટાઇગર શ્રોફ (બોલિવૂડ એક્ટર)
ફોલોઅર્સ: 6.8 મિલિયન 

ટાઇગર બ્રાન્ડ્સની સાથે ફિલ્મ પણ પ્રમોટ કરે છે. તેના ડાન્સિંગ અને જિમ્નાસ્ટિકના વીડિયોઝ પણ શેર કરતો રહે છે.

8. સની લિયોની (બોલિવૂડ એક્ટ્રેસ)
ફોલોઅર્સ: 6.6 મિલિયન 

સની મોટેભાગે આ પ્લેટફોર્મ પર કોસ્મેટિક બ્રાન્ડ્સનું પ્રમોશન કરતી હતી. તે ઘણીવાર ફની અને ફેમિલી સાથે જોડાયેલ વીડિયો શેર કરતી હતી.

9. જેનેલિયા ડિસુઝા દેશમુખ (બોલિવૂડ એક્ટ્રેસ)

ફોલોઅર્સ: 5.4 મિલિયન 

પતિની જેમ જેનેલિયા પણ ફની વીડિયો શેર કરે છે. તે તેની ફેન મોમેન્ટ્સ અને ફની એક્ટિવિટી પણ શેર કરતી રહેતી હતી.

10. દિશા પટની (બોલિવૂડ એક્ટ્રેસ)
ફોલોઅર્સ: 4 મિલિયન 

આ સિવાય બાદશાહ, કપિલ શર્મા, કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત, શ્રદ્ધા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, શાહિદ કપૂર, યામી ગૌતમ, રિયા ચક્રવર્તી, કૃતિ સેનન, ઈશા ગુપ્તા, કુણાલ ખેમુ અને રકૂલ પ્રીત સિંહ સહિત અન્ય બોલિવૂડ સેલેબ્સ પણ  ટિક્ટોક દ્વારા લોકોને એન્ટરટેન કરતા હતા.

જોકે, મોટાભાગના સુપરસ્ટાર્સ જેવા કે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અક્ષય કુમાર, સલમાન ખાન, અજય દેવગણ, હ્રિતિક રોશન, આમિર ખાન, રણબીર કપૂર અને રણવીર સિંહ આ પ્લેટફોર્મથી દૂર જ છે.

ઇન્ડિયાના ટોપ 10 ટિક્ટોક સ્ટાર્સની લિસ્ટમાં માત્ર શિલ્પા શેટ્ટી 
જો આખા ભારતના ટોપ 10 ટિક્ટોક સ્ટાર્સની વાત કરીએ તો બોલિવૂડમાં માત્ર શિલ્પા શેટ્ટી જ આ લિસ્ટમાં સામેલ છે. જ્યારે બે ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબેર અને અવનિત કૌર છે જેના ફોલોઅર્સ શિલ્પાથી પણ વધુ છે.

આખું લિસ્ટ 
1. રિયાઝ અલી 
ફોલોઅર્સ: 42.9 મિલિયન 

2. આરિશફા ખાન 
ફોલોઅર્સ: 28.9 મિલિયન 

3. નિશા ગુરગેન 
ફોલોઅર્સ: 27.9 મિલિયન 

4. જન્નત ઝુબેર રહમાની (ભારત કે વીર પુત્ર મહારાણા પ્રતાપ ફેમ ટીવી એક્ટ્રેસ)
ફોલોઅર્સ: 27.9 મિલિયન 

5. અવેઝ દરબાર (મુંબઈ બેઝ્ડ ડાન્સર)
ફોલોઅર્સ: 25.8 મિલિયન 

6. સમીક્ષા સુદ 
ફોલોઅર્સ: 24.3 મિલિયન 

7. અવનિત કૌર (અલાદીન નામ તો સુના હી હોગા ફેમ ટીવી એક્ટ્રેસ)
ફોલોઅર્સ: 22.3 મિલિયન 

8. ગરિમા ચૌરસિયા 
ફોલોઅર્સ: 21.2 મિલિયન 

9. લકી ડાન્સર 
ફોલોઅર્સ: 18 મિલિયન 

10. આશિકા ભાટિયા (પરવરીશ: કુછ ખટ્ટી કુછ મીઠી ફેમ ટીવી એક્ટ્રેસ)
ફોલોઅર્સ: 15.9 મિલિયન 

(નોટ: જો શિલ્પા શેટ્ટીને આ લિસ્ટમાં સામેલ કરીએ તો તે 9મા નંબર પર આવી જાય છે. તો આ સ્થિતિમાં આશિકા ભાટિયા ટોપ 10 લિસ્ટમાંથી બહાર આવી જશે.)

અન્ય સમાચારો પણ છે...