તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જેકી શ્રોફની દીકરી કૃષ્ણા અને તેનો બોયફ્રેન્ડ ઇબન હાયમ્સ છેલ્લા દોઢ વર્ષથી રિલેશનશિપમાં હતા. આ વાતનો ખુલાસો ખુદ કૃષ્ણાએ ઘણીવાર ઇબન સાથેના કોઝી ફોટોઝ શેર કરીને કર્યો હતો. 6 મહિના પહેલાં સુધી બંને લગ્નનું પ્લાનિંગ પણ કરી રહ્યા હતા. પણ હવે ખુદ કૃષ્ણાએ આ વાત સ્પષ્ટ કરી દીધી છે કે તેનું ઇબન સાથે બ્રેકઅપ થઇ ગયું છે.
ડીલીટ કર્યા બધા ફોટોઝ, ફેન્સને લખ્યો મેસેજ
કૃષ્ણાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર ઇબન સાથેના બધા ફોટોઝ ડીલીટ કરી દીધા છે. એટલું જ નહીં તેણે ફેન્સને પણ એક અપીલ કરી છે. ઇન્સ્ટા સ્ટોરીમાં તેણે લખ્યું કે, તમે બધા ફેન ક્લબ ઘણા સારા છે. પણ પ્લીઝ તમારા એડિટ્સમાં મને ઇબન સાથે ટેગ કરવાનું બંધ કરો. બધાને શું જણાવવું જ્યારે બધું પબ્લિકલી હતું.
લોકડાઉનમાં એનિવર્સરી મનાવી હતી
કોરોના વાઇરસને કારણે થયેલા લોકડાઉનમાં કૃષ્ણા અને ઇબને પહેલી મુલાકાતની એનિવર્સરી ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રેટ કરી હતી. ઇબન લોકડાઉનના શરૂઆતના સમયમાં કૃષ્ણાના મુંબઈવાળા ઘરે સમય વિતાવીને પછી ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. આવામાં તેણે સોશિયલ મીડિયા મારફતે તેની એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ દરમ્યાન ફેન્સ સાથે ઈન્ટરેક્ટ પણ કર્યું અને તેમના સવાલના જવાબ પણ આપ્યા હતા.
પડદા પાછળ કામ કરી રહી છે કૃષ્ણા
26 વર્ષીય કૃષ્ણા ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી પર એક ડોક્યુમેન્ટરી ડિરેક્ટ કરી ચૂકી છે, જેને તેણે ખૂદ શૂટ કરી હતી. એક એન્ટરટેનમેન્ટ સાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં કૃષ્ણાએ તેના કરિયર વિશે જણાવ્યું કે, 'પહેલાં તો હું બોલિવૂડમાં આવવાનું વિચારતી હતી પણ પછી મને લાગ્યું છે હું આનાથી વધુ સારું કરી શકું છું. હું બોલિવૂડનો પણ અનુભવ લેવા ઇચ્છતી હતી માટે મેં 'મુન્ના માઈકલ'ના મેકર્સ સાથે કામ કર્યું.'
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.