વાઇરલ વીડિયો:ટાઇગર શ્રોફ બાયસેપ્સ પર કોરિયોગ્રાફર સાથે શૂન્ય ચોકડીની રમત રમ્યો, એક્ટર ગેમ જીતી ગયો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાઈગર શ્રોફ ડાન્સની પ્રેક્ટિસ કરતો હતો

બોલિવૂડ સ્ટાર ટાઈગર શ્રોફ ફિટ એક્ટર્સમાંથી એક છે. બોલિવૂડના બેસ્ટ એક્શન હીરોના લિસ્ટમાં ટાઈગરનું નામ આવે છે. ટાઈગર ફિટનેસ પાછળ તનતોડ મહેનત કરે છે. ટાઈગર સો.મીડિયામાં ફિટનેસ અંગેના વીડિયો શૅર કરતો રહે છે. હાલમાં જ સો.મીડિયામાં ટાઈગર શ્રોફનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક્ટર પોતાના બાયસેપ્સ પર શૂન્ય ચોકડીની રમત રમતો હતો.

ડાન્સની પ્રેક્ટિસ કરતો હતો
2-3 જૂનના રોજ અબુ ધાબીમાં IIFA અવોર્ડ્સ યોજાવાના છે. ટાઈગર શ્રોફ આ અવોર્ડ શોમાં પર્ફોર્મ કરવાનો છે. આ પર્ફોર્મન્સની પ્રેક્ટિસ ટાઈગર શ્રોફ કરતો હતો. ટાઈગર તથા કોરિયોગ્રાફર ઝૂઈ વૈદ્યે સાથે પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ કર્યા બાદ બંને થાકીને બેસી ગયા હતા. આ દરમિયાન કોરિયોગ્રાફરે ટાઈગરના બાયસેપ્સ પર શૂન્ય ચોકડીની રમત રમવાની શરૂ કરી હતી. આ રમત ટાઈગર શ્રોફ જીત્યો હતો.

યુઝર્સે કમેન્ટ્સ કરી
આ વીડિયો વાઇરલ થતાં યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. મોટાભાગના યુઝર્સે કહ્યું હતું કે બાળપણ યાદ આવી ગયું. ઘણાં યુઝર્સે કહ્યું હતું કે બૉડી બરોબરની બનાવી દીધી છે.

અપકમિંગ પ્રોજેક્ટ્સ
એક્ટરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 'હીરોપંતી 2'માં તારા સુતરિયા સાથે જોવા મળ્યો હતો. 'ગણપત'માં ક્રિતિ સેનન સાથે કામ કરી રહ્યો છે. 'બાગી 4'ની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત તે ટાઈગરના અંગત જીવનની વાત કરીએ તો તે લાંબા સમયથી એક્ટ્રેસ દિશા પટનીને ડેટ કરે છે. જોકે, બંનેએ પોતાના સંબંધોનો ઑફિશિયલી સ્વીકાર કર્યો નથી.