તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાઈગર 3:સલમાન ખાન ફિલ્મ માટે સ્ટ્રિક્ટ ડાયટ ને વર્કઆઉટ કરશે, વિદેશથી આવેલી ટીમ પાસેથી નવી નવી ટેક્નિક પણ શીખશે

મુંબઈ8 દિવસ પહેલા

સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘ટાઈગર 3’ અંગે એક મહત્ત્વની વાત સામે આવી છે. અહેવાલ પ્રમાણે, સલમાન આઠ માર્ચથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મના એક્શન સીન માટે સલમાન ખાન ઘણી જ મહેનત કરી રહ્યો છે. આટલું જ નહીં તે ફિલ્મ માટે નવી નવી ટેક્નિકની ટ્રેનિંગ પણ લેવાનો છે.

હાઈલી ટ્રેન્ડ સ્ટંટ કોઓર્ડિનેટર્સની ટીમ ટ્રેનિંગ આપશે
અહેવાલ પ્રમાણે, ફિલ્મમાં પોતાના પાત્રને અનુરૂપ થવા સલમાન ખાન સ્ટ્રિક્ટ ડાયટ તથા વર્કઆઉટ સેશન ફોલો કરી રહ્યો છે. આટલું જ નહીં ડિરેક્ટર મનિષ શર્માની આ ફિલ્મમાં સલમાન ખાન રૉ એજન્ટની ભૂમિકા ભજવવા માટે તે કેટલીક નવી ટેક્નિક પણ શીખશે.

આ ઉપરાંત સલમાન સ્ક્રીન પર એકદમ ફીટ લાગે તે માટે પ્રોડ્યૂસર આદિત્ય ચોપરાએ સાઉથ આફ્રિકાથી હાઈલી ટ્રેન્ડ સ્ટંટ કોઓર્ડિનેટર્સની ઈન્ટરનેશનલ ટીમની પણ નિમણૂક કરી છે. આ ટીમ ગુરુવાર, 18 ફેબ્રુઆરીએ મુંબઈ આવી ગઈ છે. ‘બિગ બોસ 14’ની ગ્રાન્ડ ફિનાલે બાદ સલમાન આ ઈન્ટરનેશનલ ટીમને મળશે અને પાર્કર ટેક્નિકની ટ્રેનિંગ શરૂ કરશે.

‘પ્રોવલિંગ’ની કળા પણ શીખશે
રિપોર્ટ પ્રમાણે, ફિલ્મ માટે પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં ‘પ્રોવલિંગ’ની કળા શીખી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ કરતાં પહેલાં સલમાન ખાન ‘પઠાણ’માં શાહરુખ ખાન સાથે શૂટિંગ કરશે. ‘ટાઈગર 3’નું મુંબઈ શિડ્યૂઅલ પૂર્ણ કરીને સલમાન ખાન દુબઈ તથા ઈસ્તંબુલ જશે.

નોંધનીય છે કે 2012માં ફિલ્મ ‘એક થા ટાઈગર’ આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ જતા 2017માં ‘ટાઈગર જિંદા હૈ’ આવી હતી. હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ બની રહ્યો છે. ત્રણેય ફિલ્મમાં લીડ રોલમાં સલમાન ખાન તથા કેટરીના કૈફ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો