તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેબ લાઇફ:ત્રણ દિવસ પહેલાં વિદ્યુત જામવાલે ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની સાથે સગાઈ કરી

મુંબઈ18 દિવસ પહેલા
  • વિદ્યુત જામવાલે પાંચ વર્ષ મોટી નંદિતા સાથે સગાઈ કરી.
  • નંદિતા પહેલાં વિદ્યુતના સંબંધો મોના સિંહ સાથે હતા.
  • નંદિતાએ પહેલાં દિલ્હી સ્થિત બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યાં હતાં.

બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલે ફેશન ડિઝાઈનર નંદિતા મહતાની સાથે સગાઈ કરી લીધી છે. હાલમાં જ વિદ્યુત જામવાલ તથા નંદિતાની તાજમહલ ફરવા ગયા હોય તે તસવીરો વાઇરલ થઈ હતી. નંદિતા તથા વિદ્યુતે ત્રણ દિવસ પહેલાં જ સગાઈ કરી છે. જોકે, બંનેમાંથી કોઈએ સગાઈ અંગેની પુષ્ટિ કરી નથી, પરંતુ બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ સો.મીડિયામાં બંનેને સગાઈની શુભેચ્છા પાઠવી છે.

નંદિતાએ એન્ગેજમેન્ટ રિંગ ફ્લૉન્ટ કરી હતી.
નંદિતાએ એન્ગેજમેન્ટ રિંગ ફ્લૉન્ટ કરી હતી.

પાંચ મહિના પહેલાં જ સંબંધો બંધાયા
સૂત્રોના મતે, વિદ્યુત જામવાલ તથા નંદિતા પાંચ મહિના પહેલાં જ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. વિદ્યુત જામવાલ તથા નંદિતા વચ્ચે ઉંમરમાં 5 વર્ષનો તફાવત છે. વિદ્યુત 40 વર્ષનો છે અને નંદિતા 45 વર્ષની છે.

નેહા ધૂપિયાએ શુભેચ્છા પાઠવી

નેહા ધૂપિયાની સો.મીડિયા પોસ્ટ
નેહા ધૂપિયાની સો.મીડિયા પોસ્ટ

સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા
ઉલ્લેખનીય છે કે નંદિતાએ દિલ્હી સ્થિત બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. જોકે, ટૂંક સમયમાં જ બંનેના ડિવોર્સ થયા હતા. સંજય કપૂરે પછી બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પણ લાંબો સમય ટક્યા નહોતા અને બંને અલગ થયા હતા. સંજય કપૂરે ત્રીજા લગ્ન પ્રિયા ચટવાલ સાથે કર્યા હતા. ડિવોર્સ બાદ નંદિતાના સંબંધો લાંબા સમય સુધી એક્ટર ડિનો મોરિયા સાથે રહ્યા હતા.

વિદ્યુતના સંબંધો મોના સિંહ સાથે હતા
વિદ્યુતના સંબંધો ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ મોના સિંહ સાથે હતા. જોકે, 2 વર્ષ બાદ આ સંબંધો ખરાબ રીતે તૂટ્યા હતા.મોનાએ ડિસેમ્બર, 2019માં શ્યામ ગોપાલન સાથે લગ્ન કર્યા હતા.

વિદ્યુત જામવાલ માર્શલ આર્ટ્સમાં માહેર છે.
વિદ્યુત જામવાલ માર્શલ આર્ટ્સમાં માહેર છે.

વિદ્યુત જામવાલે જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ 'ફોર્સ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'બુલેટ રાજા', 'બાદશાહો', 'કમાન્ડો' જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો. ગયા વર્ષે વિદ્યુતની ફિલ્મ 'ખુદા હાફિઝ' તથા 'ધ પાવર' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. હવે તે 'ખુદા હાફિઝ 2' તથા 'આઇબી 71'માં જોવા મળશે. આ ઉપરાંત તે 'સનક'માં કામ કરી રહ્યો છે.