તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અક્ષયની કાર્બનકોપી:અક્ષય કુમારની એકદમ ડુપ્લિકેટ છે આ મહિલા, તેને જોઈને તમારી આંખો પણ એકવાર છેતરાઈ જશે

એક મહિનો પહેલા
  • ગુલાબી ડ્રેસમાં ગીત ગાતી મહિલામાં લોકોને અક્ષય કુમારની ઝલક જોવા મળી
  • લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે ક્યાંક અક્ષય કુમાર મહિલાના રૂપમાં તો ગીત નથી ગાય રહ્યોને

અત્યારે બાદશાહનું ગીત 'બાવલા' સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતના શબ્દોએ લોકોનું દિલ જીતી લીધું છે. પરંતુ શું તમે તે મહિલાને ઓળખો છો, જેણા ગીત પર બાદશાહે રેપ બનાવ્યું છે.

મહિલા અક્ષય કુમાર જેવી દેખાય છે
સોશિયલ મીડિયા પર બે મહિલાઓએ બાવલા ગીત ગાતી જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંને મહિલાઓ તે મહિલાઓ છે જેમણે બાદશાહનું ગીત ગાયું છે. આ વીડિયોમાં બંને શાનદાર રીતે ગીત પણ ગાતી જોવા મળી રહી છે. પરંતુ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ગુલાબી ડ્રેસમાં ગીત ગાતી મહિલામાં લોકોને અક્ષય કુમારની ઝલક જોવા મળી. જો અક્ષય કુમારને આ ગુલાબી ડ્રેસ પહેરાવામાં આવે તો તે એકદમ આ મહિલા જેવો દેખાશે.

સોશિયલ મીડિયા યુઝર કન્ફ્યુઝ થયા

આ વીડિયો સામે આવ્યા બાદ લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે ક્યાંક અક્ષય કુમાર મહિલાના રૂપમાં તો ગીત નથી ગાય રહ્યોને. પરંતુ જ્યારે તમે વીડિયો જોશો તો આ મહિલા માત્ર અક્ષય કુમાર જેવી દેખાય છે અક્ષય નથી.

અક્ષયની આવનારી ફિલ્મ
અક્ષય કુમાર અત્યારે પોતાની આગામી ફિલ્મ 'બેલબોટમ'ને લઈને ચર્ચામાં છે. કોરોના મહામારી બાદ 'બેલબોટમ' પહેલી ફિલ્મ છે જેને થિયેટરમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મથી મેકર્સને ઘણી આશા છે. ફિલ્મના ગીતને યુટ્યુબ પર સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.