14 ફેબ્રુઆરી, વેલેન્ટાઈન્સ ડે એટલે પ્રેમનો દિવસ. વર્ષ 2021 ઘણી સેલિબ્રિટી માટે સારું ના રહ્યું. ઘણા કપલે છૂટાછેડાની વાત જાહેર કરીને અનેક ચાહકોને નિરાશ કર્યા. આ તમામ સેલેબ્સ આ વર્ષે વેલેન્ટાઈન ડે તેમના પાર્ટનર સાથે નહીં, પણ એકલા જ સેલિબ્રેટ કરશે. આ સેલેબ્સમાં કોણ-કોણ સામેલ છે તેના પર એક નજર ફેરવીએ...
1. આમિર ખાન-કિરણ રાવ
15 વર્ષનાં લગ્નજીવન પછી આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે અલગ થવાનો નિર્ણય લઈને ચાહકોને જોરદાર ઝટકો આપ્યો હતો. બંનેએ પરસ્પરની સહમતિથી આ નિર્ણય લઇ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. રીના દત્તા સાથે છૂટાછેડા પછી વર્ષ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. કિરણ અને આમિરનો એક દીકરો છે, જેનું નામ ‘આઝાદ’ છે અને અત્યારે તે 10 વર્ષનો છે. આમિર અને કિરણની ગણતરી બોલિવૂડના પાવર કપલમાં થતી હતી. ફિલ્મ મેકિંગથી લઈને ‘પાની ફાઉન્ડેશન’માં તેઓ જોડે રહ્યાં. આદર્શ જોડી હવે તૂટી ગઈ છે. જોકે છૂટા પડવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
2. નાગ ચૈતન્ય-સમાંથા રૂથ પ્રભુ
વર્ષ 2017માં લગ્ન કર્યાં પછી સાઉથની સુપર હિટ જોડી નાગ ચૈતન્ય અને એક્ટ્રેસ સમાંથા રૂથ પ્રભુએ ડિવોર્સની જાહેરાત કરી. 2 ઓક્ટોબર, 2021ના રોજ આ ન્યૂઝ આવ્યા ત્યારે શરુઆતમાં ઘણા ફેન્સ માનવા તૈયાર નહોતા. 6 ઓક્ટોબર, 2017ના રોજ ગોવામાં પહેલાં હિંદુ વિધિથી અને પછી 7 ઓક્ટોબરે ખ્રિસ્તી વિધિથી બંનેએ લગ્ન કર્યાં હતાં. લગ્નનાં 4 વર્ષ પૂરાં થાય તે પહેલાં બંને અલગ રસ્તે ચાલી નીકળ્યાં.
3. સુસ્મિતા સેન-રોહમન શોલ
46 વર્ષીય એક્ટ્રેસ તેનાથી 15 વર્ષ નાના રોહમન શોલને છેલ્લાં ત્રણ વર્ષથી ડેટ કરતી હતી. સુષ્મિતા સેને ડિસેમ્બર 2021માં સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને બ્રેકઅપની જાહેરાત કરી હતી. એક્ટ્રેસે લખ્યું હતું, ‘અમે મિત્રો તરીકે શરૂઆત કરી હતી, અમે મિત્રો જ રહીશું. રિલેશનશિપનો અંત આવ્યો... પ્રેમ હંમેશાં રહેશે...’ એકબીજાથી અલગ થયાના સમાચાર મળ્યા પછી સુષ્મિતા અને રોહમન પહેલી વખત મળ્યા હતાં ત્યારે એકદમ ફ્રેન્ડલી બિહેવ કરતાં હતાં. બંનેએ રોડ ઉપર ઊભાં ઊભાં લગભગ અડધો કલાક સુધી વાત કરી હતી.
4. ધનુષ-ઐશ્વર્યા
17 જાન્યુઆરી, 2022ના રોજ તમિળ ફિલ્મોના જાણીતા એક્ટર ધનુષ અને સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા રજનીકાંત લગ્નજીવનનાં 18 વર્ષ પછી એકબીજાથી અલગ થઈ ગયાં. બંનેને સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તૂટેલા સંબંધની વાત શેર કરી. ધનુષે 18 નવેમ્બર, 2004ના રોજ સુપરસ્ટાર રજનીકાંતની સૌથી મોટી દીકરી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન વખતે ઐશ્વર્યા 23 વર્ષની હતી અને ધનુષ 21 વર્ષનો હતો. આ કપલને બે દીકરા યાત્રા અને લિંગા છે. ધનુષ-ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, ‘આજે અમે જે જગ્યાએ ઊભાં છીએ ત્યાંથી અમારા બંનેના રસ્તા અલગ થઈ રહ્યા છે. પોતાને સમજવા વધારે સમય જોઈએ છે.’
5. નિતિશ ભારદ્વાજ અને સ્મિતા
બી.આર. ચોપરાની એપિક સિરિયલ 'મહાભારત'માં શ્રીકૃષ્ણ બનેલા નિતિશ ભારદ્વાજ લગ્નનાં 12 વર્ષ બાદ પત્ની સ્મિતાથી અલગ થયા. નિતિશ ભારદ્વાજનાં આ બીજાં લગ્ન હતાં. બીજી પત્ની બંને દીકરીઓ સાથે ઈન્દોરમાં રહે છે. 58 વર્ષીય નીતીશ ભારદ્વાજની બીજી પત્ની IAS છે. સ્મિતા હાલમાં ઈન્દોરમાં છે. નિતિશે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પત્નીથી અલગ થયાની વાત કહી હતી.
6. કીર્તિ કુલ્હારી-સાહિલ સેહગલ
એક્ટર કપલ કીર્તિ કુલ્હારી અને સાહિલ સેહગલે 5 વર્ષનાં લગ્નજીવન પછી 1 એપ્રિલ, 2021ના રોજ ડિવોર્સની જાહેરાત કરી હતી. કીર્તિએ અલગ થયા પછી કહ્યું હતું, મેં ઘણા પ્રયત્નો કર્યા પણ આ લગ્નમાં મને ખુશી મળતી નહોતી. આ એક ટફ ડિસિઝન છે. કીર્તિના આ નિર્ણય પર તેના પિતાએ સપોર્ટ કર્યો હતો પણ તેની માતા ઇચ્છતી હતી કે તે રિલેશનને વધુ એક ચાન્સ આપે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.