રોશન જીંદગી:હૃતિક અને અમિતાભ સહિત આ બોલિવૂડ સેલેબ્સે પણ તેમની આંખોનું દાન કરવાનો સંકલ્પ લીધો છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રિતી સેનન, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસૂઝા, સલમાન ખાન, રાની મુખર્જી જેવા ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ અંગદાન કરવાનો સંકલ્પ લીધો

કન્નડ સુપરસ્ટાર પુનિત રાજકુમારે પોતાના પિતા ડૉ. રાજકુમારની જેમ નેત્રદાન કરવાનું પ્રણ લીધું હતુ. પુનિતના નિધન બાદ તેની આંખો દાન કરવામાં આવી હતી, જેનાથી ચાર લોકોના જીવનમાં રોશની આવી. પરંતુ તમને જણાવી દઈએ કે પુનિત સિવાય પણ ઘણા બોલિવૂડના મોટા સ્ટાર્સ એવા છે જેમણે પોતાની આંખોને કોઈ નેત્રહીન વ્યક્તિને દાન કરવાનો સંકલ્પ લીધો છે. જાણો તે કયા સ્ટાર્સ છે-

હૃતિક રોશન
વર્ષ 2017માં આવેલી ફિલ્મ કાબિલમાં હૃતિક રોશન અને યામી ગૌતમે નેત્રહીન વ્યક્તિની ભૂમિતા નિભાવી હતી. પોતાની ભૂમિકાથી પ્રેરિત થઈને હૃતિક રોશને આ વર્ષે 10 જાન્યુઆરીએ તેના જન્મદિવસ પર આઈ ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો.

આમિર ખાન
પોતાના સામાજિક કાર્યો માટે જાણીતા આમિર ખાને શિપ ઓફ થીસિસથી પ્રેરિત થઈને પોતાની આંખો અને અંગ દાન કરવાનો નિર્ણય લીધો હતો. આંખો ઉપરાંત એક્ટરે કિડની, લીવર, આંખો, ત્વચા, આંતરડા, હૃદય, ફેફસાં, પેન્ક્રિયાઝ, હાર્ટ વાલ્વ, ઈયરડ્રમ ઉપરાંત તમામ ઉપયોગી અંગોનું દાન કરશે. આમિરની સાથે તેની પૂર્વ પત્ની કિરણ રાવે પણ અંગોનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે.

અમિતાભ બચ્ચન
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનું નામ તે એક્ટર્સમાં સામેલ છે જે મૃત્યુ બાદ પોતાની આંખોથી બીજાનું જીવન રોશન કરશે. એક્ટરે વર્ષ 2020માં 77 વર્ષની ઉંમરમાં આ ઉમદા નિર્ણય લીધો હતો. તેમની સાથે જયા બચ્ચન પણ અંગ દાન કરવા માટે એપ્લિકેશન આપી ચૂક્યા છે.

જૂહી ચાવલા
એક સમયની પ્રખ્યાત અભિનેત્રી જૂહી ચાવલા પણ મૃત્યુ બાદ પોતાની આંખો દાન કરશે. જૂહી મોતિયાના કેમ્પમાં પહોંચી હતી, જ્યાં તેને બીજાની સમસ્યાઓ જાણ્યા બાદ આ સંકલ્પ લીધો હતો.

હેમા માલિની
ડ્રીમ ગર્લ હેમા માલિનીએ વર્ષ 2007માં પોતાની આંખો દાન કરવાનો નિર્ણય કર્યો હતો. એક્ટ્રેસે આ નિર્ણય વિઝન 2020ની બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બાદ લીધો હતો.

ઐશ્વર્યા રાય બચ્ચન
પોતાની સુંદર આંખોથી લાખો લોકોનું દિલ જીતનાર ઐશ્વર્યા રાય પોતાની આંખોથી બીજાના જીવનને પણ રોશન કરશે. એક્ટ્રેસ પોતે પણ નેત્રદાન કેમ્પેનનો ભાગ રહી છે અને ઘણા વર્ષોથી બીજાને નેત્રદાન કરવા માટે પ્રેરિત કરી રહી છે.

કપિલ શર્મા
કોમેડી કિંગ કપિલ શર્માએ વર્ષ 2017માં નેત્રદાન કરવાનો સંકલ્પ લીધો હતો. કપિલે શોમાં વર્ષ 2017માં રાષ્ટ્રીય દૃષ્ટિહીન ક્રિકેટ ટીમને બોલાવી હતી. દૃષ્ટિહીન ટીમ સાથે વાત કરતા કપિલ એટલો પ્રભાવિત થયો કે તેને નેત્રદાન કરવાનો નિર્ણય લીધો.

સોનાક્ષી સિન્હા
નવી જનરેશનની એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ પણ જરૂરિયાતમંદોની મદદ માટે પોતાની આંખો દાન કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2018માં પોતાની ફિલ્મ પ્રમોટ કરવા ઈન્ડિયન આઈડલના સેટ પર પહોંચેલી સોનાક્ષીએ નેત્રદાન કરવાની જાહેરાત કરતા, બીજાને પણ નેત્રદાન કરવાની અપીલ કરી હતી.

તે ઉપરાંત દિવંગત એક્ટર ઋષિ કપૂર પણ પોતાની આંખો ડોનેટ કરી ચૂક્યા છે. તે સાથે જ ક્રિતી સેનન, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસૂઝા, સલમાન ખાન, રાની મુખર્જી જેવા ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે.