તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌર વર્ણ ના હોવાને કારણે ટીકા થઈ:શ્યામ રંગ હોવાને કારણે પ્રિયંકાએ અનેક ફિલ્મમાંથી હાથ ધોવા પડ્યાં હતાં, બિપાશા બાસુને સંબંધીઓ કાળી કહેતા હતા

મુંબઈ8 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહિલાઓની સુંદરતાને મોટાભાગે તેના રંગ સાથે જોડવામાં આવે છે. સામાન્ય રીતે વ્હાઈટ રંગની યુવતીઓને સુંદર માનવામાં આવે છે અને શ્યામ રંગની યુવતીઓને અનેક મુશ્કેલીઓ સહન કરવી પડે છે. જોકે, સમયની સાથે આ માન્યતા બદલાઈ છે. જોકે, કેટલીક બોલિવૂડ એક્ટ્રેસિસે રંગભેદનો સામનો કરવો પડ્યો હતો.

હાલમાં જ શાહરુખ ખાનની દીકરી સુહાનાએ પોતાના શ્યામ રંગને કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. સુહાનાએ આ અંગે જવાબ પણ આપ્યો હતો. બોલિવૂડમાં અન્ય એવી એક્ટ્રેસ છે, જેમણે શ્યામ રંગને કારણે ટીકા સહન કરવી પડી હતી.

પ્રિયંકા ચોપરા

ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા પોતાના શ્યામ રંગને કારણે અનેકવાર રંગભેદનો સામનો કરી ચૂકી છે. એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાએ કહ્યું હતું કે તેને એ માટે ફિલ્મમાં રોલ આપવામાં નહોતા આવતા, કારણ કે તેનો રંગ બ્રાઉન છે. પ્રિયંકાએ રંગભેદ સામે લડવા માટે માત્ર એક જ રીત અપનાવી હતી. તેણે પોતાની જાતને કામથી સાબિત કરી હતી. તે પોતાના દેશમાં પણ કામના દમથી ટકી હતી. આ ઉપરાંત નાનપણમાં જ્યારે પ્રિયંકા અમેરિકા ભણવા ગઈ હતી ત્યાં પણ તે રંગભેદનો શિકાર બની હતી. પ્રિયંકાએ કહ્યું હતું, 'હું જ્યારે 12 વર્ષની હતી અને અમેરિકા ભણવા ગઈ હતી. બધા મને બ્રાઉની કહીને બોલાવતા હતા. મેં જીવનમાં ઘણી જ વંશીય ટિપ્પણીનો સામનો કર્યો છે. તેઓ કહેતા કે ભારતીય માથું હલાવીને વાત કરે છે. આપણી મજાક ઉડાવવામાં આવી હતી. આપણે ઘરે જે જમીએ છીએ, તેની સોડમની મજાક ઉડાવામાં આવતી. આ બધાથી ત્રાસીને હું અમેરિકા છોડીને ભારત આવી ગઈ હતી.'

બિપાશા બાસુ

બિપાશા બાસુએ પણ શ્યામ રંગ હોવાને કારણે નાનપણમાં ટીકાઓનો સામનો કર્યો છે. બિપાશાએ આ વાત સોશિયલ મીડિયામાં કરી હતી. બિપાશાએ કહ્યું હતું, 'જ્યારે હું મોટી થઈ રહી હતી ત્યારે મેં અવાર-નવાર સાંભળ્યું કે હું કાળી અને શ્યામ છું. જ્યારે મારી માતા પણ ડસ્કી બ્યૂટી હતી. હું તેમના જેવી જ હતી. મને ક્યારેય ખબર ના પડી કે મારા સંબંધીઓ આ અંગે કેમ ચર્ચા કરતા હતા. જ્યારે હું 15-16 વર્ષની હતી ત્યારે મેં મોડલિંગ શરૂ કર્યું હતું. હું સુપરમોડલ કોન્ટેસ્ટ જીતી હતી. દરેક ન્યૂઝ પેપરમાં કહેવામાં આવ્યું હતું કે કોલકાતાની શ્યામ યુવતી વિનર બની. મેં વિચાર્યું કે મારા નામની પહેલા આ વિશેષણ કેમ. પછી હું ન્યૂ યોર્ક અને પેરિસ મોડલિંગ માટે ગઈ હતી. અહીંયા મને એ વાતનો અહેસાસ થયો કે મારા સ્કિન કલરને બદલે અહીંયા મારા કામ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. હું ભારત પરત ફરી તો મને ફિલ્મની ઓફર મળી. મેં મારી પહેલી ફિલ્મ કરી. જોકે, મારા માટે આ ઈન્ડસ્ટ્રી એકદમ અજાણી હતી. અચાનક જ આ ઈન્ડસ્ટ્રીએ મને અપનાવી લીધી પરંતુ મારી સાથે આ વિશેષણ હંમેશાં જોડાયેલું રહ્યું હતું. મોટાભાગના આર્ટિકલમાં મારા કામને બદલે મારા રંગની ચર્ચા થતી હતી. આ વાત મને સમજમાં આવી નહોતી. મારા મતે સેક્સી એક પર્સનાલિટી છે, રંગ નથી.'

રેખા

રેખા કરિયરની શરૂઆતના દિવસોમાં શ્યામ તથા મેદસ્વી હતી. રેખાએ 1970માં ફિલ્મ 'સાવન ભાદો'થી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, શ્યામ રંગ હોવાને કારણે રેખાએ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પછી રેખાએ પોતાના લુકમાં જબરજસ્ત ફેરફાર કર્યો હતો. કહેવાય છે કે રેખાએ સ્કિન લાઈટનિંગ ટ્રીટમેન્ટ લીધી હતી.

નંદિતા દાસ

'ફાયર' જેવી સારી ફિલ્મમાં કામ કરનાર નંદિતા દાસને પણ શ્યામ રંગને કારણે હેરાન કરવામાં આવી હતી. શ્યામ રંગને કારણે નંદિતા દાસે અનેક પ્રોજેક્ટ્સ ગુમાવવા પડ્યા હતા. નંદિતાએ કહ્યું હતું, 'અમે અવાર-નવાર રંગભેદનો શિકાર બન્યા છીએ. લોકો કહે છે કે તે ગૌરી છે. જાણે કે ડાર્ક સ્કિન હોવી સારી વાત નથી. ફિલ્મ તથા ગીતોમાં પણ આ જ વાતને પ્રોત્સાહન આપવામાં આવે છે. એ વાત સહેજ પણ અતિશયોક્તિભરી નથી કે ગીતોએ રંગભેદને પ્રોત્સાહન આપ્યું છે. ગીતોમાં સુંદરતાની ભાષા માત્ર ગૌરા રંગ સુધી સીમિત થઈ ગઈ છે.'

શહાણા ગોસ્વામી

'રૉક ઓન', 'રા.વન', 'હીરોઈન' જેવી ફિલ્મમાં કામ કરનાર શહાણા ગોસ્વામીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'બોલિવૂડમાં મારા જેવી શ્યામ રંગની યુવતીઓને બદલે ગૌરા રંગની યુવતીઓને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. શ્યામ રંગ હોવાને કારણે મને એક ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવી હતી.'

રાધિકા આપ્ટે​​​​​​​

'પેડમેન', 'માંઝીઃ દ માઉન્ટેન મેન', 'અંધાધુન' જેવી ફિલ્મમાં કામ કરનાર રાધિકાએ પોતાના શ્યામ રંગને કારણે અનેક લોકોની ટીકા સહન કરવી પડી હતી. અનેક લોકોએ તેને કહ્યું હતું કે તે આ ઈન્ડસ્ટ્રીને લાયક નથી, તે ક્યારેય એક્ટ્રેસ બની શકે નહીં. જોકે, રાધિકાને આ વાતોથી કોઈ ફરક પડ્યો નહોતો. રાધિકાએ પોતાના કામથી લોકોને જવાબ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો