તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'રામાયણ'થી 'મહાભારત' સુધી:કોઈને 7.7 કરોડ વ્યૂઅરશિપ મળી તો કોઈ સતત નંબર 1 રહ્યો, આ 5 શોના કમબેકે ટીવીનો ઈતિહાસ બદલ્યો

મુંબઈ2 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

રામાનંદ સાગરની 80ના દાયકાની સિરિયલ 'રામાયણ' તથા બી આર ચોપરાના શો 'મહાભારત'એ લૉકડાઉનમાં ટીવી પર ઐતિહાસિક કમબેક કર્યું હતું. દૂરદર્શન ચેનલ પર આ બંને સિરિયલ પુનઃ પ્રસારિત થઈ તો ચાહકો પણ આ બંને શો પર ઓળઘોળ થઈ ગયા હતા. અન્ય ચેનલે પણ પોતાની જૂની સિરિયલનું પુનઃપ્રસારણ કર્યું હતું. લૉકડાઉનમાં ક્યા જૂના શો હિટ રહ્યાં તે જોઈએ.

રામાયણઃ 28 માર્ચથી 18 એપ્રિલ, 2020 (વ્યૂઅરશિપઃ 7.7 કરોડ)
ડીડી નેશનલે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે 'રામાયણ'એ વિશ્વભરમાં જોવાતી સિરિયલ તરીકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 16 એપ્રિલ, 2020ના રોજ 7.7 કરોડ દર્શકોની સંખ્યા સાથે વિશ્વભરમાં સૌથી વધુ જોવાતો શો બન્યો હતો.

મહાભારતઃ 28 માર્ચથી 26 મે, 2020 (વ્યૂઅરશિપઃ 2.29 કરોડ)
'મહાભારત'નું બીજી વાર પ્રસારણ થતાં સિરિયલના કલાકારો લાઈમ લાઈટમાં આવ્યા હતા. BARCના રિપોર્ટ પ્રમાણે, આ શો ઘણીવાર નંબર વન રહ્યો હતો.

શ્રીકૃષ્ણાઃ 3 મેથી 26 જુલાઈ, 2020 (વ્યૂઅરશિપઃ 2.28 કરોડ)
BARC રિપોર્ટ પ્રમાણે, રામાનંદ સાગરના શો 'શ્રીકૃષ્ણા' ઘણી વાર નંબર 1 પર આવ્યો હતો. આ શો બીજીવાર શરૂ થતાં દૂરદર્શન ચેનલ પર દર્શકોની સંખ્યામાં 40 હજારનો વધારો થયો હતો.

ટીવી શો 'સર્કસ' પણ હિટ રહ્યો
નોન પ્રાઈમ ટાઈમ સ્લોટમાં શરૂ થયેલો શાહરુખ ખાનનો ટીવી શો 'સર્કસ' લૉકડાઉનમાં ઘણો જ લોકપ્રિય થયો હતો. દૂરદર્શનની એડવર્ટાઈઝિંગ રેવેન્યૂમાં ખાસ્સો વધારો થયો હતો.

'બ્યોમકેશ બક્શી' પણ ચર્ચામાં રહ્યો
'બ્યોમકેશ બક્શી'નું પાત્ર ભજવનાર રજિત કપૂરે કહ્યું હતું કે ચેનલે છેલ્લાં થોડાં વર્ષમાં આ શો ઘણીવાર ટેલિકાસ્ટ કર્યો હતો. જોકે, લૉકડાઉનમાં શોની લોકપ્રિયતા વધી ગઈ હતી. શોને નવી જનરેશને ઘણો જ પ્રેમ આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો