તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિક્રિયા:નાના ભાઈના નિધનના 5 દિવસ બાદ કપૂર પરિવારની પાર્ટી પર મોટાભાઈ રણધીરે કહ્યું, 'કોઈ સેલિબ્રેશન નહોતું'

મુંબઈ12 દિવસ પહેલા

15 ફેબ્રુઆરીના રોજ રણધીર કપૂરનો 74મો જન્મદિવસ હતો. રણધીર કપૂરે ચેમ્બુર સ્થિત ઘરમાં 14મીએ પાર્ટી યોજી હતી. આ જ ઘરમાંથી પાંચ દિવસ પહેલાં નાના ભાઈ રાજીવ કપૂરની અર્થી નીકળી હતી. સો.મીડિયામાં રણધીર કપૂરના જન્મદિવસની પાર્ટીની તસવીરો તથા વીડિયો વાઈરલ થતાં યુઝર્સે કપૂર પરિવારને ટ્રોલ કર્યો હતો. હવે રણધીર કપૂરે આ અંગે વાત કરી હતી.

નવ ફેબ્રુઆરીએ જે ઘરમાંથી રાજીવ કપૂરની અર્થી કાઢવામાં આવી એ જ ઘરમાં 14 ફેબ્રુઆરીએ પાર્ટી આપવામાં આવી
નવ ફેબ્રુઆરીએ જે ઘરમાંથી રાજીવ કપૂરની અર્થી કાઢવામાં આવી એ જ ઘરમાં 14 ફેબ્રુઆરીએ પાર્ટી આપવામાં આવી

શું કહ્યું રણધીર કપૂરે?
રણધીર કપૂરે વેબ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'કોઈ જાતનું સેલિબ્રેશન કરવામાં આવ્યું નહોતું. નાનકડું ગેટ ટુ ગેધર હતું. કોઈ સેલિબ્રેશન નહોતું. બસ માત્ર પરિવાર ભેગો થયો હતો. અમે અમારા નાના ભાઈ રાજીવને ઘણો જ યાદ કર્યો હતો. ગયા અઠવાડિયે જ તેનું હાર્ટ અટેકને કારણે નિધન થયું હતું. તેના આકસ્મિક અવસાનથી ઘણો જ આઘાત લાગ્યો હતો. અમે હજી સુધી આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી.'

રણધીર કપૂરની પાર્ટીમાં કોણ કોણ આવ્યું હતું?
કરીના કપૂરની ડિલિવરીને હવે માંડ એક કે બે દિવસ બાકી છે. તે પણ પાર્ટીમાં જોવા મળી હતી. ગ્રીન સિલ્કી કફ્તાનમાં કરીના કપૂર ઘણી જ સુંદર લાગતી હતી. સૈફ અલી ખાન દીકરા તૈમુર સાથે આવ્યો હતો. સંજય કપૂર પત્ની મહિપ કપૂર સાથે આવ્યો હતો. નીતુ સિંહ દીકરી રિદ્ધિમા સાથે આવ્યા હતા તો રણબીર કપૂર પ્રેમિકા આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યો હતો. રાજીવની બહેન રિમા જૈન દીકરા અરમાન સાથે જોવા મળ્યાં હતાં. રિમા જૈનનો દીકરો આદર જૈન ગર્લફ્રેન્ડ તારા સુતરિયા સાથે આવ્યો હતો. સ્વ. શશિ કપૂરનો દીકરો કુનાલ કપૂર પુત્ર ઝહાન સાથે જોવા મળ્યો હતો.

રણધીર કપૂરની જન્મદિવસની પાર્ટી તસવીરોમાં....

રિદ્ધિમા માતા નીતુ સિંહ સાથે
રિદ્ધિમા માતા નીતુ સિંહ સાથે
કરિશ્મા કપૂર દીકરી સમાયરા સાથે
કરિશ્મા કપૂર દીકરી સમાયરા સાથે
કરીના કપૂર, સૈફ અલી ખાન દીકરા તૈમુર સાથે, સંજય કપૂર
કરીના કપૂર, સૈફ અલી ખાન દીકરા તૈમુર સાથે, સંજય કપૂર
આલિયા ભટ્ટ, રણબીર કપૂર
આલિયા ભટ્ટ, રણબીર કપૂર
સૈફ અલી ખાન, કરીના કપૂર
સૈફ અલી ખાન, કરીના કપૂર
આલિયા ભટ્ટ, આદર જૈન સાથે
આલિયા ભટ્ટ, આદર જૈન સાથે
કરીના કપૂર, સંજય કપૂર, મહિપ કપૂર, કુનાલ કપૂર, ઝહાન કપૂર
કરીના કપૂર, સંજય કપૂર, મહિપ કપૂર, કુનાલ કપૂર, ઝહાન કપૂર
અરમાન જૈન
અરમાન જૈન

સો.મીડિયામાં યુઝર્સે ટ્રોલ કર્યા

સો.મીડિયા યુઝર્સે કપૂર પરિવારને ટ્રોલ કર્યો હતો
સો.મીડિયા યુઝર્સે કપૂર પરિવારને ટ્રોલ કર્યો હતો
કપૂર પરિવારની પાર્ટી પર સો.મીડિયા યુઝર્સે સવાલ કર્યા હતા
કપૂર પરિવારની પાર્ટી પર સો.મીડિયા યુઝર્સે સવાલ કર્યા હતા

9 ફેબ્રુઆરીએ રાજીવનું નિધન
રાજીવ કપૂરનું નવ ફેબ્રુઆરીના રોજ હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું.રાજીવ બે ભાઈઓ (રણધીર, રિશી) તથા બે બહેનો (રિતુ નંદા તથા રિમા જૈન)માં સૌથી નાના હતા. મોટી બહેન રિતુ તથા ભાઈ રિશી કપૂરનું ગયા વર્ષે જાન્યુઆરી તથા એપ્રિલમાં નિધન થયું હતું. રાજીવ કપૂરના અંતિમ સંસ્કારમાં કરીના-કરિશ્મા, રણધીર-બબીતા, નીતુ સિંહ, કુનાલ કપૂર, રીમા જૈન પરિવાર સાથે, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ચંકી પાંડે, અનુ મલિક, પ્રેમ ચોપરા, નીલ નીતિન મુકેશ, કુનાલ ગોસ્વામી (મનોજ કુમારનો દીકરો), આશુતોષ ગોવારિકર, સોનાલી બેન્દ્રે, શાહરુખ ખાન, અનિલ અંબાણી જેવા સેલેબ્સ આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો