KK ડેથ કેસ:વિરોધાભાસી નિવેદનો, ‘સ્ટેજ પર પૂરતી જગ્યા હતી જ’, સાથી સિંગરે કહ્યું, ‘ભયંકર ભીડ જોઇને KK કારમાંથી ઊતરવા જ નહોતા માગતા’

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેકેની સાથે 31મેના રોજ પરફોર્મન્સ કરનારી સિંગર શુભલક્ષ્મી ડેએ કેટલાક ખુલાસા કર્યા છે
  • કેકેએ સ્ટેજની લાઈટ્સ બંધ કરવાનું કહ્યું હતું

બોલિવૂડના સુપ્રસિદ્ધ સિંગર કૃષ્ણકુમાર કુન્નથ ઉર્ફે કેકે હવે આપણી વચ્ચે નથી રહ્યા. કેકેનું કોલકાતામાં નિધન થઈ ગયું. હકીકતમાં તેઓ કોલકાતા પોતાના એક કોન્સર્ટમાં પરફોર્મ કરવા ગયા હતા. આ કોન્સર્ટ પર ઘણા સવાલ ઉઠી રહ્યા છે, જેના પછી દરરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ મામલામાં હવે કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલે જણાવ્યું કે, નઝરૂલ સ્ટેજ પર સ્પેસની કોઈ સમસ્યા નહોતી.

ત્યાં એક આસિસ્ટન્ટ કમિશનર હતા
નઝરૂલ સ્ટેજ પર ક્ષમતા કરતાં વધારે ભીડ હતી, પરંતુ પરિસ્થિતિ કાબૂમાં હતી. અહીં એવું કંઈ નહોતું કે જગ્યાનો અભાવ હોય અથવા લોકોને પરસેવો થઈ રહ્યો હોય અને સમસ્યા થઈ રહી હોય. કેકે પોતાના છેલ્લા પરફોર્મન્સ માટે 6.22 મિનિટ પર નઝરૂલ સ્ટેજ પર પહોંચ્યા અને 7.5 મિનિટ પર તેઓ સ્ટેજ પર ગયા. આ દરમિયાન અમારી પાસે પોલીસ ફોર્સ હતી. કેકેના પહોંચતા પહેલા નઝરૂલ સ્ટેજ પર આસિસ્ટન્ટ કમિશનર પણ હાજર હતા.

કોન્સર્ટ દરમિયાન એસી બંધ થવાને કારણે કેકે પરસેવો લૂછતા જોવા મળ્યા હતા.
કોન્સર્ટ દરમિયાન એસી બંધ થવાને કારણે કેકે પરસેવો લૂછતા જોવા મળ્યા હતા.

હવે કાર્યક્રમ સ્થળ પર ડૉક્ટરની ટીમ રહેશે
કમિશનરે કોન્સર્ટ વિશે થઈ રહેલા વિવાદ વિશે કહ્યું, અમારી પાસે વીડિયો છે, તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લોકો આરામથી ઊભા રહી કોન્સર્ટ એન્જોઈ કરી રહ્યા હતા. ત્યાં ભાગદોડ જેવી સ્થિતિ નહોતી. નઝરૂલ સ્ટેજ પર 2500 સીટો છે અને મોટાભાગના લોકો પોતાની સીટની સામે ઊભા હતા.

ગુરુવારે 53 વર્ષીય કેકે પંચતત્વમાં વિલીન થઈ ગયા હતા. આ દરમિયાન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ઘણાં સેલેબ્સ પણ હાજર રહ્યા હતા.
ગુરુવારે 53 વર્ષીય કેકે પંચતત્વમાં વિલીન થઈ ગયા હતા. આ દરમિયાન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ઘણાં સેલેબ્સ પણ હાજર રહ્યા હતા.

ગોયલે આગળ કહ્યું, અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હવે કાર્યક્રમ સ્થળ પર એક ડૉક્ટર અને એક મેડિકલ એમ્બ્યુલન્સ રાખવામાં આવે જેથી લોકોને ઈમર્જન્સીની સ્થિતિમાં લઈ જઈ શકાય. આ સાથે કોઈપણ સ્થળ પર બેઠક ક્ષમતા કરતા વધુ ટિકિટ ન વેચવાનો નિર્ણય લેવામાં આવશે.

હવે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન કેકેની સાથે 31મેના રોજ પરફોર્મન્સ કરનારી સિંગર શુભલક્ષ્મી ડેએ કેટલાક ખુલાસા કર્યા છે.
સુભાલક્ષ્મીએ જણાવી તે સાંજની હકીકત
સુભાલક્ષ્મીએ કહ્યું, કેકેના આવવાના સમયે ઓડિટોરિયમની બહાર ભીડ ભેગી થઈ હતી હતી. કેકે ત્યાં સાંજે 5.30 વાગે પહોંચવાના હતા. ભીડ જોઈ તેમણે એમ પણ કહી દીધું હતું તે જો ઓર્ગેનાઈઝરના લોકો ભીડને હટાવી નહીં શકે તો હું કારમાંથી બહાર નહીં આવું.

કેકેએ સ્ટેજની લાઈટ્સ બંધ કરવાનું કહ્યું હતું
સુભાલક્ષ્મીએ જણાવ્યું કે, એ સામાન્ય વાત છે તે હોલમાં ભીડભાડ હોય તો આપણનને પરસેવો થાય. પરફોર્મન્સ દરમિયાન એક વખત તેમણે સ્ટેજની લાઈટ ઓછી કરવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે કહ્યું હોત કે તેમણે બેચેની થઈ રહી છે તો અમે એ શોને કેન્સલ કરી દીધો હોત.

કેકેને રાજકીય સન્માન આપવામાં આવ્યું
પશ્ચિમ બંગાળ સરકારે બુધવારે કોલકાતામાં તેમણે રાજકીય સન્માનની સાથે શ્રદ્ધાંજલિ આપી. ત્યાર તેમની પત્ની જ્યોતિ કૃષ્ણા અને દીકરો નકુલ અને દીકરી તમારા સહિત પરિવારના અન્ય લોકો પણ હાજર હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ કોલકાતાના રવીન્દ્ર સંદન પહોંચ્યા હતા અને KKના પાર્થિવદેહને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કેકેના પરિવારના લોકો સાથે પણ મુલાકાત કરી તેમને સાંત્વના આપી હતી.

કેકેએ 'માચિસ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી
23 ઓગસ્ટ 1968ના રોજ દિલ્હીમાં જન્મેલા કૃષ્ણકુમાર કન્નથને ઈન્ડસ્ટ્રીમાં કેકેના નામથી ઓળખવામાં આવે છે. તેમણે માત્ર હિન્દી જ નહીં, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, ગુજરાતી સહિત અન્ય ભાષાઓની ફિલ્મમાં ગીતો ગાયા છે. ફિલ્મોમાં બ્રેક મળતા પહેલા કેકેએ લગભગ 3,500 જિંગલ્સ ગાઈ હતી. કેકેએ 'માચિસ' ફિલ્મના 'છોડ આયે હમે' ગીતથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

મંગળવાર એટલે કે 31 મેના રોજ કોલકાતામાં લાઈવ કોન્સર્ટ પછી 53 વર્ષની નાની ઉંમરમાં તેમનું નિધન થયું હતું. પરફોર્મન્સ પછી તેઓ હોટેલ પહોંચ્યા અને તેમની તબિયત અચાનક ખરાબ થઈ, જેના પછી CMRI (કોલકાતા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ) હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જો કે, હોસ્પિટલ પહોંચતા જ પહેલા તેમનું નિધન થઈ ગયું હતું.