'સૂર્યવંશી' વિવાદ:મુસ્લિમ વિલનના હોબાળા અંગે રોહિત શેટ્ટીએ કહ્યું, હિંદુ વિલન અંગે ક્યારેય વિવાદ થયો નહોતો'

મુંબઈ15 દિવસ પહેલા
  • 'સૂર્યવંશી'એ 10 દિવસમાં 150 કરોડની કમાણી કરી

અક્ષય કુમાર તથા કેટરીના કૈફની ફિલ્મ 'સૂર્યવંશી' 10 દિવસની અંદર 150 કરોડની કમાણી કરી લીધી છે. ચાહકોને આ ફિલ્મ ઘણી જ ગમી છે. જોકે, ફિલ્મમાં મુસ્લિમ વિલન અંગે વિવાદ પણ થયો છે. હવે રોહિત શેટ્ટીએ ટ્રોલર્સને આ અંગે જડબાતોડ જવાબ આપ્યો છે અને સામે સવાલ કર્યો છે કે તેની ફિલ્મમાં જ્યારે હિંદુ વિલન હોય છે ત્યારે કેમ વિવાદ નહોતો કર્યો?

શું કહ્યું રોહિત શેટ્ટીએ?
'ક્વિન્ટ'ના અહેવાલ પ્રમાણે, 'સૂર્યવંશી'માં મુસ્લિમ વિલન અંગેના વિવાદ પર વાત કરતાં રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે ફિલ્મ બનાવતી વખતે કોઈ જાતિ કે ધર્મના એક્ટરને વિલન બનાવવા પર કોઈ વિચાર થતો નથી.

રોહિત શેટ્ટીને ઇન્ટરવ્યૂમાં બેડ મુસ્લિમ તથા ગુડ મુસ્લિમના નેરેટિવ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં રોહિતે કહ્યું હતું, 'જો હું તમને સવાલ કરું કે જયકાંત શિકરેનો રોલ (સિંઘમ) પ્રકાશ રાજે પ્લે કર્યો હતો અને તે હિંદુ છે. 'સિંઘમ', 'સિંઘમ રિટર્ન્સ' તથા 'સિમ્બા'માં હિંદુ વિલન હતા. 'સિમ્બા'માં ધ્રુવા રનાડેનો રોલ સોનુએ પ્લે કર્યો હતો અને આ પાત્ર મરાઠી હોય છે. જ્યારે આ ફિલ્મમાં વિલન હિંદુ હતા ત્યારે કોઈ સમસ્યા ના થઈ?'

પાકિસ્તાની આતંકવાદ પર આ વાત કહી
રોહિતે આગળ કહ્યું હતું, 'જો કોઈ આતંકવાદી પાકિસ્તાનનો છે, તો તેની કાસ્ટ શું હશે? અમે કાસ્ટની વાત કરતા નથી. કેટલાંક સેગમેન્ટ્સના લોકોને આનાથી પ્રોબ્લેમ છે, પરંતુ ફિલ્મ બનાવતા સમયે અમે આ રીતે વિચાર્યું નહોતું. એક વિચાર સાથે આ ફિલ્મ બનાવવામાં આવી છે. અમે ક્યારેય આવું વિચાર્યું નહોતું. આની ચર્ચા કેમ કરવામાં આવી રહી છે?

વધુમાં રોહિતે કહ્યું હતું કે એક સારા તથા ખરાબ માણસને કાસ્ટ સાથે કેમ જોવામાં આવે છે? જ્યારે મેકર્સે હોવા છતાં અમે ક્યારેય આવું વિચાર્યું નથી. જો દરેક લોકો આ અંગે વાત કરતા હોત તો આ ખોટું હોત. જોકે, માત્ર થોડાંક જ લોકો બોલી રહ્યા છે. આ તેમનો દૃષ્ટિકોણ છે અને તેમણે બદલવાની જરૂર છે. હું મારી ઓડિયન્સને સારી રીતે ઓળખું છું અને એ વાતનું ધ્યાન રાખું છું કે તેમની ભાવનાને ઠેસ ના પહોંચે. વિવાદ દરેક બાબત પર થઈ શકે છે. જોકે, હું માત્ર મારી ટાર્ગેટ ઓડિયન્સને કમ્ફર્ટેબલ ફિલ કરાવવા પર ફોકસ કરું છું.

10 દિવસમાં 150 કરોડની કમાણી
ફિલ્મ રવિવાર, 14 નવેમ્બરના રોજ 13.39 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મે 10 દિવસમાં કુલ 151.23 કરોડની કમાણી કરી છે.

4 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થશે
'સૂર્યવંશી'ના રાઇટ્સ નેટફ્લિક્સે 100 કરોડમાં ખરીદ્યા છે. આ ફિલ્મ ચાર ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થશે.

ડે વાઇઝ કલેક્શન

દિવસકમાણી (કરોડમાં)
પહેલો દિવસ26.29 રૂ.
બીજો દિવસ23.85
ત્રીજો દિવસ26.94
ચોથો દિવસ14.51
પાંચમો દિવસ11.22
છઠ્ઠો દિવસ9.55
સાતમો દિવસ8.30
આઠમો દિવસ6.83
નવમો દિવસ10.35
દસમો દિવસ13.39
ટોટલ151.23